SURAT

સુરતના ઉધના મગદલ્લા રોડ પર આ જગ્યાએ ચાલતા થાઈ સ્પામાં પોલીસ પહોંચી ગઈ

સુરત: (Surat) શહેરના ઉધના મગદલ્લા રોડ પર શુભ યુનિવર્સલમાં ધ ઓએસીસ થાઈ સ્પાની (Thai Spa) આડમાં ચાલતું કુટણખાનું (Brothel) વેસુ પોલીસે ઝડપી પાડ્યું હતું. સ્પાનું સંચાલક કરતી અને મેનેજર મહિલાની ધરપકડ કરી પોલીસે 4 લલનાઓને મુક્ત કરાવી હતી.

  • ઉધના મગદલ્લા રોડ પર શુભ યુનિવર્સલમાં ધ ઓએસીસ થાઈ સ્પાની આડમાં કુટણખાનું ઝડપાયું
  • સ્પા સંચાલક મહિલાની ધરપકડ કરી 4 લલના મુક્ત કરાવી

વેસુ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે વેસુ ઉધના મગદલ્લા રોડ પર શુભ યુનિવર્સલના બીજા માળે ધ ઓએસીસ થાઈ સ્પાની આડમાં કુટણખાનું ચાલતું હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે રેઈડ કરી હતી. દરવાજો ખોલીને જોતા કાઉન્ટર ઉપર મહીલા હાજર મળી આવી હતી. બાજુમાં સોફા ઉપર મસાજ કરવા આવેલા ત્રણ વ્યક્તિ બેસેલા હતા. અંદર 7 કેબીન બનાવી હતી. અંદરથી 4 લલનાઓ મળી આવી હતી. કાઉન્ટર ઉપર ઊભી મહિલાનું નામ પુછતા શના ચાંદ મેસુર શેખ (ઉ.વ.37, સુમન શ્વેત આવાસ, મગદલ્લા ગામ) હોવાનું જણાવ્યું હતું. તથા પોતે ત્યાં મેનેજર અને સંચાલક હોવાનું કહ્યું હતું. પોલીસે મહિલાની સામે ગુનો દાખલ કરી ચારેય લલનાઓને મુક્ત કરી હતી. સ્પા સંચાલીકા ગ્રાહકો પાસેથી 2 હજાર રૂપિયા લેતી અને આ મહિલાઓને 500 રૂપિયા આપતી હતી. પોલીસે આ અંગે વધારે તપાસ હાથ ધરી છે.

સરથાણા ઝોનમાં મોલમાં થીયેટર, શોરૂમમાં વેરા વસુલાત: એક માસમાં 74 કરોડની વેરા વસુલાત
સુરત: સુરત મહાનગરપાલિકા દ્વારા સઘન વેરા વસુલાત ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. સરથાણા ઝોનમાં છેલ્લા 1 જ માસમાં 74 કરોડની વેરા વસુલાત કરવામાં આવી છે. સરથાણા ઝોન દ્વારા દિપકમલ મોલમાં પેન્ટાલૂન્સ, કોટક મહેન્દ્રા બેન્ક, આઈનોક્સ થિયેટર, ઈશ્વર કો.ઓ.પ.હાઉસ.સોસા, ઉત્કર્ષ સ્મોલ ફી.બેન્ક વગેરે મિલકતદારોને રૂબરૂ જઈ વેરા માટે સમજાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત સીમાડા ખાતે કૃષ્ણ નગર વસાહત લાંબા સમયથી બાકી વેરો બાકી હતો તેમની પાસે પણ ઉઘરાણી કરવામાં આવી હતી. તેવી જ રીતે લસકાણા ખાતેના સમિર ડાયમંડ, શ્રી રામ ઇન્ડસ્ટ્રીઝ તથા ક્રિષ્ના ઈન્ડસ્ટ્રીઝના ઈન્ડસ્ટ્રીયલ એકમો પાસે ઉઘરાણી કરતાં તેઓએ સ્થળ પર વેરો ભરી દીધો હતો. છેલ્લા 1 જ માસમાં સરથાણા ઝોન દ્વારા 74 કરોડની વેરા વસુલાત કરવામાં આવી છે. સરથાણા ઝોન દ્વારા 14 આકરણી વોર્ડનાં 2,16,209 બિલો તથા 20,111 વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યા હતા.

Most Popular

To Top