Gujarat

નવી દિલ્હી ખાતે પીએમ મોદી સાથે મુલાકાત લેતા કૃષિ મંત્રી રાઘવજી પટેલ

ગાંધીનગર: (Gandhinagar) આજે કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલે (Raghavji Patel) આજ રોજ નવી દિલ્હી ખાતે પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સાથે મહત્વની બેઠક યોજી હતી. આ મુલાકાત દરમિયાન રાઘવજી પટેલે પોતાના હસ્તકના વિભાગો દ્વારા હાથ ધરવામાં આવતા કાર્યો-યોજનાઓ અંગેની વિગતોથી વડાપ્રધાન મોદીને માહિતગાર કર્યા હતાં. પીએમ મોદીએ કૃષિ મંત્રીને વિગતવાર સાંભળી જરૂરી સલાહ સૂચનો કર્યા હતાં અને છેવાડાના માનવી સુધી સેવાઓ પહોંચાડવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. બેઠકમાં વડાપ્રધાને મોદીએ ગુજરાતના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ જેવા પાયાના માણસોને સ્પર્શતા વિભાગોની કામગીરી થકી ખેતી, ખેડૂત અને અને ગામડાની ઉન્નતિ માટે સતત પ્રયત્નશીલ રહેવાનો મંત્ર આપ્યો હતો

  • મોદીએ કૃષિ વિભાગોની કામગીરીની સમીક્ષા કરી
  • છેવાડાના માનવી સુધી સેવાઓ પહોંચાડવા માર્ગદર્શન આપ્યું
  • મોદીએ કૃષિ મંત્રીને વિગતવાર સાંભળી જરૂરી સલાહ સૂચનો કર્યા

ગાંધી ચિત્રકથા’ નામના સચિત્ર પુસ્તકનું દેશની વિવિધ ભાષાઓમાં લોકાર્પણ
ગાંધીનગર: પૂજ્ય ગાંધી બાપુજીની 75મી પુણ્યતિથિની પૂર્વસંધ્યાએ, 29 મી જાન્યુઆરી, 2023ના દિવસે, નવી દિલ્હી ખાતે તેમને એક અવનવી રીતે શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી. ૨૯મી જાન્યુઆરી, 2023ના દિવસે, નવી દિલ્હી સ્થિત દિલ્હી તમિલ સંગમના હોલમાં એક સાદા સમારંભમાં મુખ્ય અતિથિ ભૂતપૂર્વ વિદેશ મંત્રી અને આઈ.સી. સી. આર.ના ચેરમેન ડૉ. કરણ સિંહના વરદ હસ્તે આ ૧૯ પુસ્તકોનું લોકાર્પણ થયું. આ સમારંભમાં ડૉ. કરણ સિંહ અને સમારંભનાં પ્રમુખ નેશનલ ગાંધી મ્યુઝીયમનાં ચેરપર્સન અને ગાંધી બાપુનાં પુત્રી તારા ગાંધી ભટ્ટાચાર્ય દ્વારા ભારતના ખૂણે ખૂણેથી આવેલા ૯ અનુવાદકોનું બહુમાન કરવામાં આવ્યું હતું.

‘ગાંધી ચિત્રકથા’ નામના એક સચિત્ર પુસ્તકનું સર્જન કર્યું
અનુવાદકો તથા અન્ય લોકોનો પ્રતિભાવ જોતાં આ પુસ્તકના ભારતની અને વિશ્વની અન્ય ભાષાઓમાં સન 2023 દરમ્યાન અનુવાદ કરાવવાની યોજના અમલમાં મૂકાઈ રહી છે. બાપુજીની જન્મશતાબ્દી (1968 – 69) નિમિત્તે એક આગવાં ચિત્રકાર અને ગાંધીભક્ત સરલાદેવી મઝુમદારે બાળકોને ધ્યાનમાં રાખીને ગુજરાતીમાં ‘ગાંધી ચિત્રકથા’ નામના એક સચિત્ર પુસ્તકનું સર્જન કર્યું હતું. એમાં મોહનદાસ કરમચંદ ગાંધીના જીવનના ૨૫ જેટલા પ્રસંગોનું નિરૂપણ કર્યું હતું અને એ દ્વારા તેમની મોહનથી મહાત્મા સુધીની જીવનયાત્રાનું આલેખન કર્યું હતું. તે સમયે તેનો 6 અન્ય ભાષાઓમાં અનુવાદ થયો હતો. સાતેય ભાષાઓ મળીને કુલ લગભગ એક લાખ જેટલી પ્રતો તે સમયે વેચાઈ હતી.

Most Popular

To Top