SURAT

સુરતમાં RTO કચેરીની બહાર જ ખુની ખેલ રમાઈ ગયો, સાઢુ પર સાઢુનો હુમલો

સુરત : લિંબાયત ખાતે રહેતો અને આરટીઓમાં (RTO) એજન્ટનું (Agent) કામ કરતા યુવકને તેના સાઢુએ કચેરીની બહાર જ તેની ઉપર ઉછીના આપેલા પૈસા (Money) અને કસ્ટમર કામને લઈને થયેલા ઝઘડાની અદાવતમાં હુમલો (Attack) કર્યો હતો. અડાજણ પોલીસે (Police) આ અંગે ફરિયાદ દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.

લિંબાયત મીઠી ખાડી પાસે મહાપ્રભુ નગર સોસાયટીમાં રહેતો 28 વર્ષીય મોહમદ નિઝામ શાબીરભાઇ શેખ આરટીઓમાં એજન્ટનું કામ કરે છે. નિઝામના સોતેલા સાઢુ યુસુફે તેની પાસે લાયસન્સ બનાવવા માટે કસ્ટમરના ડોક્યુમેન્ટ તથા પૈસા આપ્યા હતા. આ રીતે આઠેક કસ્ટમરના પૈસા આપ્યા હતા. મો. નિઝામે યુસુફની માતાના દવાખાના માટે 20 હજાર રૂપિયા ઉછીના આપ્યા હતા. યુસુફને કસ્ટમરના કામ કરવા માટે આપ્યા હોવાથી તે ઝડપી કરી આપવા માટે કહ્યું હતું.

આ અંગે ફોન પર વાત કરતા યુસુફે ગાળાગાળી કરી હતી. ત્યારે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. બાદમાં ગઈકાલે બપોરે મો.નિઝામ અડાજણ પાલ આર.ટી.ઓ.ના ગેટ.નં 1 ની સામે ફુટપાથ ઉપર ગાડી પાર્ક કરતો હતો. તે વખતે યુસુફ અલતાફ શેખ તથા તેની સાથે આવેલા ત્રણેક માણસોએ ઢીકમુકકીનો માર મારી ગાળાગાળી કરી હતી. યુસુફે મારી નાંખવાની ધમકી આપી ડાબા પગના જાંઘના ભાગે ચપ્પુ મારી ઇજા કરી તેમની બાઈક પર બેસી નાસી ગયા હતા. અડાજણ પોલીસે યુસુફ સહિત ત્રણની સામે ફરિયાદ નોંધાવી હતી.

કાપોદ્રામાં ઢોર પકડવા ગયેલા મનપાના કર્મીઓ ઉપર જીવલેણ હુમલો
સુરત : કાપોદ્રામાં રખડતા ઢોરને પકડવા ગયેલા મનપાના સ્ટાફ ઉપર અજાણ્યાઓએ જીવલેણ હુમલો કર્યો હતો, પોલીસે હુમલો કરનારાઓની સામે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ અમરોલી માધવબાગ સ્કુલની બાજુમાં મહાલક્ષ્મી એપાર્ટમેન્ટમાં રહેતા અને સુરત મહાનગરપાલિકામાં માર્કટ ખાતામાં નોકરી કરતા યતિનકુમાર કનૈયાલાલ પંડ્યા (ઉ.વ.૩૨) મંગળવારે મોડી સાંજે સાતેક વાગ્યે સ્ટાફના માણસો સાથે ઓનïલાઈન મળેલી ફરિયાદને આધારે કાપોદ્રા બુટભવાનીïથી ગાયત્રી ત્રણ રસ્તા વચ્ચે રખડતા ઢોરોને પકડવા માટે ગયા હતા. તેમની સાથે સ્ટાફના બીજા માણસો પણ આવ્યા હતા. આ દરમિયાન તેઓ ઢોર પકડી રહ્યા હતા ત્યારે ત્યાં લાલા ભોજા સહિત ત્રણ અજાણ્યા ઇસમો આવ્યા હતા. તેઓએ યતિનકુમાર તેમજ બીજા સ્ટાફના માણસોની સાથે મારામારી કરીને ઢોર છોડાવવાનો પ્રયાસ કર્યો હતો. યતિનકુમારને ઇજા પણ થઇ હતી જેને લઇને કાપોદ્રા પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે લાલા ભોજા ઉપરાંત અન્ય ત્રણની સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top