SURAT

રામ મંદિર નિર્માણનો ઉત્સાહ: સુરતના વેપારીઓને બે લાખથી વધુ ધ્વજના ઓર્ડર મળ્યા

સુરતઃ (Surat) દેશભરના લોકો માટે રામ મંદિર (Ram Temple) ખૂબ જ ખાસ છે. રામ મંદિર નિર્માણને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ છે. ત્યારે સુરતના ધ્વજ (Flag) ઉત્પાદકો પાસે સમગ્ર દેશમાંથી શ્રી રામના ભગવા ધ્વજ માટે ડિમાન્ડ વધી છે. આ બાબતને લઈને સુરતના વેપારીઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે અત્યાર સુધી શ્રી રામના 2 લાખથી વધુ ભગવા ધ્વજની માંગ જોવા મળી છે. આગામી દિવસોમાં માંગ વધુ વધી શકે છે. સુરતના ધ્વજ ઉત્પાદકો માટે આગામી બે સપ્તાહ મહત્વના બની રહેશે.

સુરતના ધ્વજ ઉત્પાદકો પહેલેથી જ ધ્વજ માટે ઓર્ડરની અપેક્ષા રાખતા હતા. તેથી ઘણા વેપારીઓએ એક મહિના અગાઉ સ્ટોક કરી લીધો હતો. વિવિધ રાજ્યોમાં વિવિધ ભાષાઓનો ઉપયોગ થાય છે. એટલા માટે કેટલાક લોકો સ્થાનિક ભાષામાં શ્રી રામના ભગવા ઝંડા બનાવી રહ્યા છે. સુરતના વેપારીઓ પાસે કન્નડ, તેલુગુ, તમિલ, મલયાલમ જેવી ભાષાઓમાં ફ્લેગ બનાવવામાં આવ્યા છે. કારણકે દક્ષિણમાં સ્થાનિક ભાષાને વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે.

ધ્વજ ઉત્પાદકોએ જણાવ્યું કે દેશભરમાંથી શ્રી રામના ધ્વજની માંગ વધી છે. સુરતના ધ્વજ ઉત્પાદકોને 2 લાખથી વધુ ધ્વજના ઓર્ડર મળ્યા છે. આગામી દિવસોમાં માંગ વધી શકે છે. આ દિવસોમાં વિવિધ ભાષાઓના ધ્વજ બનાવવાના ઓર્ડર પણ મળ્યા છે. આગામી દિવસોમાં માંગ વધુ વધી શકે છે. સુરતના ધ્વજ ઉત્પાદકો માટે આગામી બે સપ્તાહ મહત્વના બની રહેશે.

Most Popular

To Top