SURAT

સુરતમાં યુવતીના અપહરણની ફરિયાદ સામે તપાસ કરવા ગયેલા PSIનો કોલર પકડી લીધો

સુરત: (Surat) યુવતીના અપહરણની ફરિયાદ સામે તપાસ કરવા ગયેલા પીએસઆઇનો (PSI) કોલર પકડવાની ઘટના બનતાં ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત કોન્સ્ટેબલને (Constable) ધક્કે ચઢાવવામાં આવ્યો હોવાની ફરિયાદ પાંડેસરા પોલીસ (Police) ચોપડે દાખલ કરવામાં આવી હતી.

  • અપહરણ થયેલી યુવતીની ભાળ કાઢવા ગયેલા પાંડેસરા પોલીસને લોકોએ ધક્કે ચઢાવી
  • પોલીસે ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કર્યો

આ મામલે દાખલ થયેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યાંનુસાર મહાવીરસિંહ રાજપૂત (ઉ.વર્ષ 61) રહેવાસી હરસિદ્ધી નગર, બમરોલી રોડ દ્વારા તેમની 27 વર્ષની દિકરી ગઇ તા. 19 જાન્યુઆરીથી ગુમ થઇ હોવાની અરજી આપવામાં આવી હતી. તેમાં પોતાની દિકરી દેવકી નંદન સ્કૂલની બાજુમાં આવેલી સૂર્યાનગર સોસાયટી, પ્લોટ નંબર 162, 163, 164માં બનાવેલા મકાનમાં હોવાની બાતમી પોલીસને આપી હતી. દરમિયાન સુરજ મુરારી પ્રસાદે તેમની દિકરીને રૂમમાં રાખી હોવાની ફરિયાદ કરતાં પીએસઆઇ ડી.ડી. ચૌહાણ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી. સ્થળ તપાસ દરમિયાન રૂમમાં તાળું હતું, ત્યારે યુવતીના અપહરણની ફરિયાદ અંતર્ગત જે રૂમનું સરનામું હતું તે રૂમને લોક મારવામાં આવ્યું હતું.

સ્થળ પર ઉપસ્થિત કોન્સ્ટેબલ હરેશભાઇ દ્વારા આ લોક ખોલવા માટે આ રૂમના સુરજના પિતા માલિક મુરારી અર્જુન પટેલને જણાવ્યું હતું. તો મુરારીએ બૂમ બરાડા પાડીને લોકોને ભેગા કરી નાંખ્યા હતાં. દરમિયાન સ્થળ પર સંતોળ રામબવલી પટેલ અને ઓમપ્રકાશ સિંગે એક જૂથ થઇને પીએસઆઇ ચૌહાણ તથા કોન્સ્ટેબલોને ધક્કે ચઢાવ્યા હતા. આ તમામ ઇસમોને કાબૂમાં કરવા માટે વધુ પોલીસ કૂમક બોલાવી પડી હતી. દરમિાયન પાંડેસરા પોલીસ દ્વારા આ ઇસમો સામે ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

મહેન્દ્ર બોલેરો ગાડી દસ પાડા સાથે ઝડપાઇ : પૂણા પોલીસે ગુનો દાખલ કર્યો
સુરત : મહેન્દ્ર બૂલેરો વાનમાં દસ જેટલા પાડા લઇ જતી ગાડીને રોકોની તેને પોલીસને સોંપવામાં આવી હોવાની વિગત જાણવા મળી છે. બૂલેરો ગાડીમાં એક સાથે દસ જેટલા પાડાઓ ઠોસી ઠોસીને બેસાડવામાં આવ્યા હતા. કેતન શાંતિલાલ રીબડીયા ઉ. વર્ષ 30, ધંધો વેપાર રહેવાસી રોયલ ટાઉનશીપ શ્યામધામ મંદિરની બાજુમા સરથાણા જકાતનાકા પાસે દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી. તેમાં તેઓએ જણાવ્યુંકે તેઓ નવસારી જતા હતા ત્યારે રેશમા સર્કલ પાસે ટ્રાફિક જામ થયેલ હતો. દરમિયાન સીમાડા તરફથી પરવત પાટીયા તરફ મહેન્દ્ર બુલેરો પીકઅપ વાન ફૂલ સ્પીડમા આવી રહી હતી. તે દરમિયાન મહેન્દ્ર બુલેરો ગાડી ઉપર શંકા જતા તેઓએ તેનો પીછો કર્યો હતો.

તે દરમિયાન રસ્તા પર તેઓએ બુલેરો ગાડી અટકાવી હતી. તેમાં તપાસ કરતા દસ જેટલા પાડાઓ ખૂબજ ક્રૂરતા પૂર્વક બાંધવામાં આવ્યા હતા. આ ઉપરાંત આ ગાડીમાં પાણી કે ઘાસચારાની કોઇ વ્યવસ્થા કરવામાં આવી ન હતી. દરમિયાન ગાડીમાં બેસેલા ડ્રાયવરની પૂછપરછ કરતા તેણે પોતાનુ નામ ઇબ્રાહિમ બિસમીલ્લાહગ સૈયદ, ઉ. વર્ષ 24 રહેવાસી સલીમનગર ઝૂપડપટ્ટી , કાસ્ટ કોલોની જણાવ્યુ હતુ. જયારે તેની સાથે ઇબ્રાહીમ બિસ્મી કલીતર તરીકે બેઠો હતો. આ લોકોની પૂછપરછ કરવામાં આવતા તેઓએ આ પાડાઓને કત્લ કરવા માટે લઇ જવામાં આવતા હોવાની વાત કરી હતી. તેથી તેઓ દ્વારા આ પાડા સાથે વાનને પૂણા પોલીસને હવાલે કરવામાં આવતા આ મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Most Popular

To Top