National

મણિપુરની ધરા ધરતીકંપથી ધ્રુજી, જીવ બચાવવા લોકો ઘરની બહાર નીકળી ગયા

નવી દિલ્હી: મણિપુરમાં (Manipur) ભૂકંપથી (Earthquake) ધરતી ધ્રુજી ઉઠી છે. મળતી માહિતી મણિપુરમાં આવેલ ભૂકંપનો રિકટર સ્કેલ 4.8 જાણવા મળ્યો છે. જાણકારી મુજબ સોમવારના રોજ વિષ્ણુપુરથી 79 કિલોમીટર પશ્ચિમ- ઉત્તર પશ્ચિમ તરફ ભૂકંપના ઝાટકાનો અનુભવ થયો હતો. જાણકારી મુજબ જ્યારે ઘરતી કંપનો રિક્ટર સ્કેલ 4 થી 4.9ની તીવ્રતાનો નોંઘાય ત્યારે તે મોટો ઝાટાકાનો અનુભવ થાય છે તેમજ ઘરની વસ્તુઓ જેવી કે બારણા બારીઓને વગેરેને નુકશાન થઈ શકે છે. દિવાલો પર લટકતી ફ્રેમ પણ પડી શકે છે. ભૂકંપના ઝાટકાનો અનુભવ થતાં ત્યાંના લોકો પોતાનો જીવ બચાવવા માટે ઘરની બહાર નીકળી ગયા હતાં.

તાજેતરમાં ઉત્તરાખંડના પિથોરાગઢમાં ભૂકંપના આંચકાનો અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.8 નોંધાઈ આવી હતી. જાણકારી મળી આવી છે કે પિથોરાગઢથી લગભગ 23 કિલોમીટર દૂર આજે સવારે 8.58 કલાકે પણ ઘરતીકંનો અનુભવ થયો હતી. આ ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિલોમીટર નીચે હતું. જોકે આ ભૂકંપમાં કોઈ જાનહાનિ કે માલહાનિ કે કોઈ અન્ય પ્રકારે નુકસાન થયું ન હતું. જણાવી દઈએ કે પિથોરાગઢના ભૂકંપના ત્રણ દિવસ અગાઉ જ જમ્મુ-કાશ્મીરમાં પણ ઘરતીકંપનો અનુભવ થયો હતો.

ગયા મહિને ડિસેમ્બરમાં પણ ઉત્તરાખંડના ઉત્તરકાશી અને તેની આસપાસના વિસ્તારોમાં મોડી રાત્રિના સમયે ભૂકંપનો અનુભવ થયો હતો. આ ભૂકંપ ઓછી તીવ્રતાનો હોવાના કારણે કોઈ પણ નુકશાન નોંઘાયું ન હતું. ઉત્તરકાશી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસર દેવેન્દ્ર પટવાલે જણાવ્યું હતું કે ભૂકંપની તીવ્રતા 3.1 માપવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર જિલ્લાના બરકોટ નજીકના જંગલમાં જમીનથી પાંચ કિલોમીટરની ઊંડાઈએ હતું. વઘારામાં તેઓએ જણાવ્યું હતું કે ઓછી તીવ્રતા અને ભૂકંપના આંચકાને કારણે ઘણા લોકોને આંચકા અનુભવાયા ન હતા. તેમજ તેઓને આંચકાનો અનુભવ ન થતાં તેઓ ઘરની બહાર પણ નીકળ્યા ન હતાં. રાત્રિના સમયે આ ભૂકંપ આવ્યો હોય ઘણાં લોકો સૂતા હતાં.  

Most Popular

To Top