SURAT

ગુનેગારો સ્પેશિયલ એપ્લિકેશન વાપરી રહ્યાં છે જેથી પોલીસ મોબાઇલ ફોન ટ્રેસ કરી શકતી નથી

સુરત: (Surat) હાલમાં મોબાઇલ ફોનથી (Mobile Phone) ગુનેગારોને ટ્રેસ કરવાની વાત હવે ટેક્નોલોજી અપડેટ સાથે જૂની થઇ ગઇ છે. મોબાઇલ ફોનનો વપરાશ કરવાને બદલે ગુનેગારો (Criminals) હવે સ્પેશિયલ એપ્લિકેશન વાપરી રહ્યા છે. ધાડપાડુઓ અને મોબાઇલ સ્નેટરો તથા અન્ય ગુનેગારો હવે ચોરી અને લૂંટમાં સ્પેશિયલ એપ્લિકેશન વાપરી રહ્યા છે. આ એપ્લિકેશન મારફત મોબાઇલ ફોનના ટાવરોથી ગુનેગારોના જે-તે ચોક્કસ લોકેશન (Location) ટ્રેસ કરાતાં હતાં તે હવે અશક્ય થઇ ગયું છે. આ મોબાઇલ એપ્લિકેશનો એટલી જટીલ છે કે પોલીસ હવે રીઢા ગુનેગારોને મોબાઇલ ફોનથી ટ્રેસ કરી શકતી નથી.

વાઇફાઇથી ફોન કરી લૂંટ કે અન્ય ગુનાને અંજામ આપવામાં આવે છે
રીઢા ગુનેગારો તે જીઓ કંપનીના મોડમ વાપરે છે. આ મોડમ મારફત વાઇફાઇ વાપરી શકાય છે. આ વાઇફાઇ પર એકસાથે પાંચ મોબાઇલ પરથી વાત કરી શકાય છે. હવે ગુનેગારો તેમનો ફોન એરોપ્લેન મોડ પર મૂકી દે છે. ત્યારબાદ વાઇફાઇ એક્ટિવ કરી જે-તે એપ્લિકેશન પરથી ફોન કરાય છે. એટલે કે, મોબાઇલ ફોન કે ટાવરનો કશે ઉપયોગ જ થતો નથી. પોલીસ આઇપી એડ્રેસ સાચું હોય તો જ ગુનેગાર કયા સ્થળ કે શહેરમાં છે તે શોધી શકે છે. વાસ્તવમાં આ શોધવું અશક્ય થઇ ગયું છે. આઇપી એડ્રેસ પરથી ગુનેગારોનો તાગ મેળવવો એટલે કે લોખંડના ચણા ચાવવા બરાબર છે.

શા માટે ગુનેગારો એપનો ઉપયોગ કરતા થયા
હાલમાં મોબાઇલ પર વોટ્સએપ પ્લસ, સ્કાય પે, કોલિંગ સ્પેશિયલ, ફેસબૂક મેસેન્જર, ઇન્ડિકો જેવી એપ વાપરી રહ્યા છે. તેમાં ઇન્ડિકો નામની એપ પરથી ફોન કરાય તો ઇન્ટરનેશન કોલ નંબર સ્ક્રીન પર આવે છે. આમ, સામે વાત કરતી વ્યક્તિ ભારતની છે કે પછી અન્ય કોઇ દેશની એ પણ શોધવું અઘરું થઇ જાય છે.

ગૂગલ પોલીસને સપોર્ટ કરતું નહીં હોવાની વાત
ગૂગલમાં જે કોઇ આઇપી હોય એ ટ્રેસ કરીને જે-તે આઇપીનું રજિસ્ટ્રેશન કયા જી-મેઇલ સાથે થયું છે તે કહી શકે છે. પરંતુ ગૂગલ કોઇ વિગત પોલીસને આપતું નથી. તેથી ગુનેગારોને ટ્રેસ કરવાનું અશક્ય થઇ ગયું છે.

શું કહે છે પોલીસ?
મહિધરપુરા પીઆઇ ધુલિયાએ જણાવ્યું કે, હાલમાં 57 મોબાઇલ સાથે પકડાયેલો મજૂર સ્પેશિયલ એપથી વાત કરતો હતો. આ ઉપરાંત ધાડપાડુઓ હવે આવી એપનો ઉપયોગ કરે છે. તેમાં તેઓ મોડમ વાપરે છે. તેથી ગુનેગારોને મોબાઇલ ફોનથી શોધવા લગભગ અશક્ય થઇ ગયું છે.

Most Popular

To Top