SURAT

મગદલ્લા ગુ.હા. બોર્ડ માં પરિણીતાએ મોબાઈલ ડેટા ડીલીટ મારી ફાંસો ખાય લીધી : પરિવાર શોકમાં

સુરત: મગદલ્લા ગુજરાત હાઉસિંગ બોર્ડના એક એપાર્ટમેન્ટમાં (Apartment) પરિણીતા એ મોબાઈલ (Mobile) ડેટા ડીલીટ (Delete) મારી ફાંસો (Suicide) ખાય મોત ને વ્હાલું કરી લેતા ચર્ચાનો વિષય બન્યો છે. પરિવારે કહ્યું કે 2 વર્ષની દીકરી ઘર બહાર જ રમતી હતી. માતા ને લટકતી જોઈ દીકરીના રડવાના અવાજથી પાડોશીઓ ભેગા થઈ જતા ઘટનાની જાણ થઈ હતી. ચેતનાના આપઘાત ને લઈ અનેક પ્રશ્નો ઉભા થાય છે. જો કે હાલ આ મામલે પોલીસે (Police) વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.

  • ઘર આંગણે રમતી 2 વર્ષની દીકરીએ માતાને લટકતી જોઈ રડતા પાડોશીઓ ભેગા થયા : આપઘાતના એક કલાક પહેલા જ પતિ સાથે ફોન પર વાત પણ કરી હતી

અજય સોલંકી ( ચેતનાના મામા સસરા) એ જણાવ્યું હતું કે આપઘાતનું કોઈ કારણ જ ન હતું. રાત્રે મારા ઘરે પણ આવ્યા હતા. પરિવારની જેમ જ અમારી સાથે રહેતા હતા. બે દીકરીઓ પૈકી એક 7 વર્ષની અને બીજી 2 વર્ષની હતી. પતિ ડ્રાઈવરી કરી ઘરમાં આર્થિક મદદરૂપ થતો હતો. પતિ-પત્નીમાં ખૂબ જ સારા સંબંધ હતા. ચેતનાના આપઘાત ને લઈ સૌ કોઈ આઘાતમાં છે.

નટવર છગનભાઇ ગોહિલ (મૃતકના પતિ) એ જણાવ્યું હતું કે આજે સવારે મને રોજીંદાની જેમ ટિફિન બનાવી ને નોકરી પણ મોકલ્યો હતો. ત્યારબાદ લગભગ 10:30 ફોન પણ આવ્યો હતો. નાની દીકરી અને પત્ની સાથે વાત પણ થઈ હતી. મોટી દીકરી શાળા એ ગયા બાદ નાની દીકરી ઘર બહાર રમતી હતી ત્યારે કોઈ અનહોની થઈ હોવી જોઈએ, મોબાઇલ ડેટા પણ બધા જ ડીલીટ મારી દીધા છે. હાલ પોલીસ તપાસ ચાલી રહી છે.

Most Popular

To Top