SURAT

ઝિંગા તળાવની પરવાનગી રદ નહીં થશે તો સુરતના આ વિસ્તારના લોકો ઈચ્છા મૃત્યુની માંગણી કરશે

સુરત : (Surat) ગુજરાત સરકાર તરફથી ઓલપાડ તાલુકાના કુવાદ ગામ (Kuwad village) ખાતે ઝિંગા તળાવની પરવાનગી આપવામાં આવી છે. પરંતુ તે પરવાનગીથી સ્થાનિક ખેડૂતોને મોટુ નુક્શાન થઈ રહ્યું છે એટલે કે ખેતરમાં પાણીનો ભરાવો થતા ખેતીને નુકશાન થાય તેમ છે. આમ આ સ્થિતિથી ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને (District Collector) આવેદન પત્ર આપીને જણાવ્યું હતું કે જિંગા તળાવોની પરવાનગી રદ નહીં થશે ગ્રામજનો ઇચ્છા મૃત્યુની માંગણી કરશે.

આ પરવાનગીથી ગ્રામવાસીઓમાં ભારે નારાજગી
ઓલપાડ તાલુકાના કુવાદ ગામ બ્લોક નંબર 495માં સરકાર દ્વારા ઝિંગા તળાવ માટેની પરવાનગી આપવામાં આવી છે. આ પરવાનગીથી ગ્રામવાસીઓમાં ભારે નારાજગી જોવામાં આવી છે. ગ્રામવાસીઓએ ગુરૂવારે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે, આ તળાવો બની જશે તો વરસાદમાં પાણી ભરાવવાની શક્યતા રહેલી છે. જેના કારણે ખેતીને ભારે નુકસાન થશે. આ ઉપરાંત મોટાભાગના ગ્રામવાસીઓ પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ખેતીના સાથે પશુપાલનને પણ ચારા માટે મુશ્કેલી ઉભી થશે. આ તળાવના કારણે ગામની ખેતી અને પશુપાલનને નુકશાન થવાની શક્યતા છે. ત્યારે ગામવાલીઓએ આ પરવાનગી રદ કરવા નહીં તો ઇચ્છા મૃત્યુ માટેની પરવાનગી આપવાની માંગણી કરવામાં આવી છે.

ઉંભેરમાં મનપાની ગાર્બેઝ ડિસ્પોઝલ સાઇટ માટે એસઇઝેડનું ક્લિયરન્સ મળી ગયું
સુરત : શહેરમાંથી રોજે રોજ નીકળી રહેલા રોજના 2200 મેટ્રિક ટનથી વધુ કચરાના વૈજ્ઞાનિક ઢબે નિકાલ માટે નવી જગ્યાની શોધ મનપા દ્વારા ચાલી રહી છે. હાલની ખજોદ સ્થિત ગાર્બેજ ડિસ્પોઝલ સાઇટની લિમિટ પૂરી થઇ રહી હોવાથી અને ડ્રીમ સિટીના પ્રોજેકટ તેમજ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં આ સાઇટ મુદ્દે કાંઠા વિસ્તારના ગામો દ્વારા થઇ રહેલા વિરોધના કારણે પણ શહેરથી દૂર નવી સાઇટ કરવી જરૂરી હોય, મનપા દ્વારા ઉંભેર ગામની નજીકમાં આવેલી એક જગ્યાની પસંદગી કરી રાજય સરકાર પાસે જમીનની માંગણી કરી હતી જો કે આ જગ્યા પર ગાર્બેઝ ડિસ્પોઝલ સાઇટનો પ્રોજેકટ મુકતા પહેલા કોસ્ટલ રેગ્યુલેશન ઝોનનું ક્લિયરન્સ મેળવવું જરૂરી હોય મનપા દ્વારા આ ક્લિયરન્સ માટે પ્રયાસો ચાલુ હતા જેને સફળતા મળી હોવાનું અને સીઆરઝેડ દ્વારા લીલીઝંડી મળી ચૂકી હોવાનું મનપા કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું.

જમીન મેળવવા જરૂરી પત્રવ્યવહાર શરૂ કરાશે
સચીનના તલંગપુર નજીકના ઉંભેરમાં આશરે 3.40 લાખ ચોરસ મીટર સરકારી જગ્યા પર સુરત મનપાએ ગાર્બેજ ડિસ્પોઝલ સાઇટ માટે પસંદગી ઉતારી હતી. તેમજ સરકાર આ માટે સહમત પણ હોવાનું મનપાના સૂત્રો જણાવી રહ્યાં છે. જો કે હવે આ જગ્યા પર મનપાની સાઇટ માટે સીઆરઝેડનું જરૂરી ક્લિયરન્સ મળી જતા હવે આગળ વધી શકાશે અને સરકાર પાસેથી જમીન મેળવવા જરૂરી પત્રવ્યવહાર શરૂ કરાશે તેવુ મનપા કમિશનરે જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આ જગ્યા 120 મીટરના મુખ્ય રસ્તાની નજીક છે અને વિશાળ જગ્યા છે તેથી ટ્રાન્સપોર્ટેશનમાં સરળતા ઉપરાંત અહી વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ સહીતના આયોજનો સરળતાથી થઇ શકે તેમ છે.

Most Popular

To Top