SURAT

સુરતમાં ખટોદરાના પ્રિન્ટિંગ ખાતામાં આગ લાગતા એકનું મોત, ચારના રેસ્ક્યુ કરાયા

સુરત : સુરત (Surat) શહેરના ખટોદરા (Khatodara) સ્થિત હોજીવાલા કંપાઉન્ડ ના એક ડિજિટલ પ્રિન્ટિંગ મિલમાં અચાનક આગ (Fire) ફાટી નીકળતા ભાગદોડ મચી ગઇ હતી. એટલું જ નહીં પણ પાંચ કારીગરો આગમાં ફસાયા હોવાની જાણ બાદ ફાયરના જવાનોએ ચાર ને રેસ્ક્યુ (Rescue) કરી બહાર કાઢ્યા હતા. જોકે આ દુર્ઘટનામાં એક નું બળી જવાના કારણે મોત નીપજ્યું હતું.

જગતાપ કમાલ (ડિઝાઈનર) એ જણાવ્યું હતું કે આગ પહેલા માળે લાગી હતી. અમે બીજા માળે કામ કરતા હતા. ખબર પડતાં નીચે દોડી આવ્યા હતા. કારીગરો આગ પર પાણીનો મારો અને ફાયર બોટલ ની મદદથી આગ કંટ્રોલ કરવાનો પ્રયાસ કરતા હતા. ત્યાં સુધીમાં ફાયરની ગાડીઓ આવી ગઈ હતી. ચાર ને રેસ્ક્યુ કરી બહાર કાઢી લેવા હતા. જોકે આગ માં ભથ્થું થઈ ગયેલો ઈસમ રાહુલ પ્રકાશ પાટીલ હોવાનું અને ઉ.વ. 24નો હોવાનું હાલ જાણવા મળ્યું છે.

Most Popular

To Top