SURAT

સુરત: સેકન્ડ સેમેસ્ટરના ઓનલાઇન કલાસ ચાલુ કરી દેવા યુનિવર્સિટીની કોલેજોને સૂચના

સુરત: વીર નર્મદ યુનિવર્સિટીએ સ્નાતક કક્ષાના અલગ અલગ અભ્યાસક્રમોમાં પહેલા સેમેસ્ટરની પરીક્ષા લઇ શકાય તેમ ન હોવાથી દરેક કોલેજોને સેકન્ડ સેમેસ્ટરના ઓનલાઇન કલાસ ચાલુ કરી દેવા સૂચના આપવામાં આવી છે.

વીર નર્મદ યુનિવર્સિટી(VNSGU)ના કાર્યકારી કુલપતિ (VC) ડો.પ્રિ.હેમાલી દેસાઇએ જણાવ્યું હતું કે, કોરોનાને લીધે હાલ કોલેજો મોટાભાગે બંધ છે. ગ્રામ્ય વિસ્તારમાં જયા કોરોના નથી કે કોરોનાનું સંક્રમણ નથી તેવા વિસ્તારોમાં શિક્ષણ ચાલુ છે. પરંતુ જે વિસ્તારોમાં કોરોનાને કહેર છે. તેવા વિસ્તારોની કોલેજોની માઠી દશા થઇ છે. યુનિ. માટે આ વરસે પહેલા સેમેસ્ટર(FIRST SEM)ની અલગ અલગ પરીક્ષાઓ લેવાનુ પણ કઠીન છે તેવા સંજોગોમાં પહેલા સેમેસ્ટરની ચિંતા છોડી દરેક કોલેજોને સેકન્ડ સેમેસ્ટર(SECOND SEM)ના ઓનલાઇન કલાસ (ONLINE CLASS) ચાલુ કરવા સૂચનાઓ આપી દેવાઇ છે. જેથી પહેલા સેમેસ્ટરની પરીક્ષાને લઇને આગળનું શિક્ષણ ન બગડે.

સેનેટ સભ્ય કનુ ભરવાડની રજૂઆતોને લઇને યુનિ.એ હેલ્પડેસ્ક નંબર જાહેર કયા

યુનિવર્સિટીના સેનેટ સભ્ય કનુ ભરવાડે યુનિ.ને વિદ્યાર્થીઓ માટે હેલ્પડેસ્ક ચાલુ કરવા રજૂઆતો કરી હતી. તેમણે કહ્યું હતું કે, હાલ કોરોનાને લઇને વિદ્યાર્થીઓ યુનિ.ના આંટાફેરા ના મારે તે માટે એક વ્યવસ્થા ગોઠવવી જોઇએ. યુનિ.એ આ રજૂઆતોને પગલે આજે ઇમેઇલ એડ્રેસ તેમજ ટેલીફોન નંબર જાહેર કર્યા છે. આ અંગે માહિતી આપતા યુનિ.ના કુલપતિ ડો.હેમાલી દેસાઇએ કહ્યું હતું કે ઉમેદવારોને નાના સરખા કામ માટે સુરત સુધી નહીં આવવુ પડે તે માટે પહેલા ફોન કરી પોતાની સમસ્યા જણાવી દેવાની રહેશે. ઉમેદવારોની ફરિયાદ બાદ જે તે હેલ્પ ડેસ્ક કવેરી અંગે સોલ્યુશન આપશે પછી ઉમદેવારે યુનિ.જવાનુ રહેશે જો કે જે કિસ્સામાં ઉમેદવારની જરૂરિયાત હશે તેવા કેસમાં તેઓએ યુનિ. જવુ પડશે આ નિર્ણય માત્ર યુનિ ખાતે ખોટી ભીડ ન થાય તે હેતુસર કરાયો છે.

Most Popular

To Top