SURAT

સુરતના સંગીતકારની પત્નીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બિભત્સ મેસેજ મોકલાયા

surat : અઠવાલાઇન્સના એક એપાર્ટમેન્ટમાં રહેતા અને શહેરના જાણીતા સંગીતકારની પત્નીના ઇન્સ્ટાગ્રામ ( instagram) એકાઉન્ટ ( account) પર કોઇ ઠગ વ્યક્તિએ અલગ અલગ ત્રણ એકાઉન્ટ મારફતે પરણિતાને બિભત્સ મેસેજ મોકલી મારો ચલાવ્યો હતો. મને તુ ગમે છે તેમ કહી ઠગે પરિણીતાની છેડતી કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ, અઠવાલાઇન્સના એક એપાર્ટમેન્ટમાં રહેતા ગુજરાતી ફિલ્મોના જાણીતા સંગીતકારની 40 વર્ષિય પત્ની છેલ્લા ત્રણ વર્ષથી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ વાપરે છે. ગત તારીખ 16 સપ્ટેમ્બર 2020ના રોજ તેણીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કાજલ રબારી તરીકે નામ ધરાવતા એકાઉન્ટ હોલ્ડરનો મેસેજ આવ્યો હતો. જેમાં જાણીતા ગાયિકા ઉર્વશી રાદડીયા ( urvashi raddiya) તથા મલ્હાર ઠાકર ( malhar thakar) અને દેવાયત ખવડના ફોટા પોસ્ટ કર્યા હતા.

જેથી પરિણીતાએ ઓળખીતા હોવાનું જાણી રિપ્લાય કર્યા હતા. પરંતુ આઇડી પરથી વારંવાર કિશન નામનો વ્યક્તિ વાત કરવાનું કહેતો હતો. ત્યારબાદ કિશન રબારીએ પણ તેના ઓફિસિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ‘મને તું ગમે છે, એટલે તું મારી સાથે વાત કર’ તેવા મેસેજ કર્યાં હતાં. આ કારણે પરિણીતાએ રિપ્લાય આપવાનું બંધ કરી દેતાં અલગ અલગ ત્રણ આઇડી ઉપરથી પરિણીતાને બિભત્સ મેસેજ મોકલાયા હતાં. પરિણીતાએ ત્રણેય એકાઉન્ટ બ્લોક કરી દઇ સાઇબર ક્રાઇમ પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે ગઇકાલે અજાણ્યા ઠગ સામે છેડતી અને આઇટી એક્ટ મુજબ ફરિયાદ નોંધી આગળની તપાસ શરૂ કરી છે

બીજો કિસ્સો ઇન્સ્ટાગ્રામ પર ફોટા અપલોડ કરવા બાબતે સુરતના (Surat) જહાંગીરપુરા (Jahangirpura) વિસ્તાર મતદાનના આગલે દીવસે એક યુવાનની હત્યા (Murder) અને બીજા યુવાનની હત્યાના પ્રયાસની ઘટના સમયે આવી હતી. જોકે પોલીસે (Surat Police) આ ગુનામાં આઠ જેટલા આરોપી ધરપકડ (Arrested) કરી છે જોકે ઇન્સ્ટાગ્રામ (Instagram) ઉપર મર્સિડિઝ (Mercedez) સાથે ફોટા અપલોડ કરવા બાબતે થયેલા ઝઘડામાં આ ખૂની ખેલ ખેલાયો છે. પોલીસે એક આરોપી કોરોના રિપોર્ટ પોઝિટિવ (Coronavirus)  આવતા તેને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

અમરોલી વિસ્તારમાં આવેલી ઓમ રેસિડેન્સીમાં સુનિલ પોતાના પરિવાર સાથે રહે છે, અને જિમ ચલાવી પરિવારનું ગુજરાન કરતો હતો. શનિવારની રાત્રે મહેમાન આવ્યા હતા જેમની સાથે રાત્રીનું ભોજન ચાલી રહ્યું હતું. તે દરમિયાન મિત્ર જીજ્ઞેશનો વારંવાર ફોન આવતો હતો. ભોજન બાદ ફોન રિસીવ કરતા જીજ્ઞેશે સુનિલને તાત્કાલિક જહાંગીરપુરા બોલાવ્યો હતો. મારી મગજ મારી ચાલે છે એમ કહેતા સુનિલ મહેમાનોની ગાડીમાં જહાંગીરપુરા ચાલી ગયો હતો.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top