Business

માનશો નઈ, સુરતમાં કોરોનાકાળ દરમ્યાન આ ઉદ્યોગે અધધ આટલા કરોડની કમાણી કરી નાંખી

સુરત: (Surat) કોરોનાકાળમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતના બેકરી ઉદ્યોગે (Bakery Industry) 25 થી 30 ટકા ગ્રોથ નોંધાવ્યો છે. ગુજરાતમાં એફએમસીજી સેક્ટરનો ગ્રોથ (Growth) કોરોનાકાળ બાદ છેલ્લા એક વર્ષમાં ઝડપી જોવા મળ્યો છે. તેમાં પણ ખાસ કરીને બેકરી ઇન્ડસ્ટ્રીઝે સરેરાશ 15-20 ટકા સુધીનો ગ્રોથ મેળવ્યો છે. એટલું જ નહિં વિસ્તરણની યોજનાઓ પણ અમલી બનાવી છે. એને લીધે માત્ર સુરતના બેકરી સેક્ટરમાં આગામી એકાદ વર્ષમાં અંદાજે 200 કરોડનું નવું મૂડી રોકાણ (Investment) થશે.

  • સુરત અને દક્ષિણ ગુજરાતને કોરોનાકાળ ફળ્યો, 25થી 30 ટકા ગ્રોથ સાથે દ.ગુ.નો બેકરી ઉદ્યોગ મોખરે
  • ગુજરાતની બેકરી ઇન્ડસ્ટ્રીઝના 5000 કરોડના બિઝનેસમાં સુરતનો 1500 કરોડનો સૌથી મોટો હિસ્સો
  • સ્થાનિક ઉપરાંત વિદેશી બજારમાં પણ બેકરી પ્રોડક્ટની માગ સતત વધી રહી છે
  • સુરતના બેકરી સેક્ટરમાં આગામી એકાદ વર્ષમાં અંદાજે 200 કરોડનું નવું રોકાણ આવશે

સાઉથ ગુજરાત બેકરી એસોસિએશનના ઉપપ્રમુખ અતુલ વેકરીયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની બેકરી ઇન્ડસ્ટ્રીઝના 5000 કરોડના બિઝનેસમાં સુરતનો 1500 કરોડનો સૌથી મોટો હિસ્સો નોંધાયો છે. કોરોનાકાળ બેકરી ઉદ્યોગને ફળ્યો છે. 25 થી 30 ટકા ગ્રોથ સાથે દક્ષિણ ગુજરાતનો બેકરી ઉદ્યોગ મોખરે રહ્યોં છે .સ્થાનિક ઉપરાંત વિદેશી બજારમાં પણ બેકરી પ્રોડક્ટની માગ સતત વધી રહી હોવાથી ગુજરાતની અને ફુડ સેગમેન્ટની બેકરી ઇન્ડસ્ટ્રીઝ વિદેશમાં વેપાર કરી રહી છે. ગુજરાતમાં બેકરી ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ રૂ.5000 કરોડનું છે જે આગામી બે વર્ષમાં 7500 કરોડથી વધુ થવાનો અંદાજ છે. ભારતમાં બેકરી ઉદ્યોગ લોકોની બદલાતી જીવનશૈલી પર નિર્ભર છે.

2024 સુધી બેકરી ઉદ્યોગ 88 હજાર કરોડે પહોંચવાનો આશાવાદ વેકરિયાએ વ્યક્ત કર્યો છે. આ ઈન્ડસ્ટ્રી 2021-24 દરમિયાન વાર્ષિક 9.3 ટકાના દરે ગ્રોથ કરશે. જ્યારે ગુજરાતની બેકરીઓ 25 ટકાથી વધુનો ગ્રોથ હાંસલ કરશે. મહામારીના સમયમાં એસેન્સિયલ પ્રોડક્ટના વેચાણને છૂટ આપવામાં આવી હતી જેના કારણે આ સેક્ટરમાં ડિ-ગ્રોથના બદલે પોઝિટિવ ગ્રોથ જોવા મળ્યો છે. વાર્ષિક ધોરણે સરેરાશ 15-20 ટકાનો ગ્રોથ ઇન્ડસ્ટ્રીઝે મેળવ્યો છે. આગામી વર્ષે 25 ટકાથી વધુ ગ્રોથની આશા છે. આ સેક્ટર 10 લાખથી વધુ લોકોને રોજગારી પૂરી પાડી રહ્યો છે તેમજ આ સેક્ટરમાં 60 ટકા યોગદાન મહિલાઓનું રહ્યું છે.

Most Popular

To Top