SURAT

સુરત ઇન્ડિયન મેડિકલ એસો.એ લોકોનું મનોબળ મજબૂત કરવા સોચ હેલ્પલાઇન શરૂ કરી

SURAT : સુરત ઈન્ડીયન મેડીકલ એસો. દ્વારા કોરોનાના ( CORONA) કપરા સમયમાં લોકોને હકારાત્મક ટેકો આપવા માટે સોચ હેલ્પલાઈનની શરૂઆત કરાઈ છે. જે અંતર્ગત આપવામાં આવેલા ટેલિફોનિક હેલ્પલાઇન ( HELPLINE) નંબર પર લોકોને માનસિક હકારાત્મકતા આપવા પ્રયાસ કરાશે.આ પ્રયાસ ટીએચએકેઆઇ ઘણા લોકોને મદદ મળી રહશે. માનશિક રીતે પરેશાન લોકોને આવા સમયે મદદ ની સાથે સાત્વના પણ મળશે.

સુરત સહિત સમગ્ર દેશ હાલ કોરોનાના મહા સંકટનો સામનો કરી રહ્યો છે. કોરોનાએ શહેરમાં વિતેલા ૨૫ દિવસથી હાહાકાર મચાવ્યો છે. ટપોટપ મરી રહેલા કોરોનાના દર્દીઓના મૃતદેહ જોઈને તેમના સ્વજનો હતાશામાં સરી પડ્યા છે. લોકોની મનોદશા સતત કથળી રહી છે. ત્યારે ઈન્ડીયન મેડીકલ એસોસિએશન સુરત શાખાના પ્રમુખ ડોક્ટર હિરલ શાહ, મંત્રી ડોક્ટર રોનક નાગોરીયા તથા અન્ય સભ્યોએ મળીને સોચ હેલ્પલાઈન શરૂ કરી છે. આ સોચ હેઠળ શહેરમાં લાંબા સમયથી ગૃહવાસથી પરેશાન, બીમારીથી પીડિત સ્વજનોના મૃત્યુ અને આર્થિક સંકડામણથી લોકોની કથળતી મનોદશાને હકારાત્મક ટેકો આપવા પ્રયાસ કરાશે. આ માટે ઈન્ડીયન મેડીકલ એસોસિએશન દ્વારા હેલ્પલાઇન નંબર શરૂ કર્યા છે. આ હેલ્પલાઇન નંબર ફોન કરી કોઈપણ દર્દી મદદ મેળવી શકે છે.

  • સવારે 10 થી 12 સુધી
    ડો.રવિ શાહ 9898659189
    ડો.નિરવ મહેતા 9879155494
    યોગેશ ઝડફિયા 9974088688
    નમિતા ગાંજાવાલા 9727715240
  • સાંજે 5 થી 7 સુધી
    ડો.ભાવેશ કથિરીયા 9825804250
    ડો.મેહુલ લુહાર 9974949974
    ડો.કુનાલ દેસાઈ 9428822280
    હિતેશ અણધણ 9904414385
    મુર્તુઝા રેલવેવાળા 9426840867

કોરોનાની ગંભીર સ્થિતિને લઈને સુરતના ડોક્ટોરોએ એક સપ્તાહથી લઈને 10 દિવસના લોકડાઉનની માગ કરી હતી . આ માંગ રાજ્ય સરકાર પાસે કરવામાં આવી હતી . સુરતમાં કોઈપણ ખાનગી હોસ્પિટલમાં વેન્ટિલેટર બેડની વ્યવસ્થા નથી ને જો આવી જ સ્થિતિ રહી તો ગંભીર પરિણામ ભોગવવા પડશે. ડોક્ટરનું કહેવું છે કે કોરોનાની ચેન તોડવા માટે લોકડાઉન ખૂબ જ જરૂરી છે.

નોંધનીય છે કે, આ પહેલા રાજ્યમાં લૉકડાઉન લાગશે કે નહીં તેની ચર્ચા વચ્ચે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહત્ત્વનું નિવેદન આપ્યું હતું . નીતિન પટેલે કહ્યું હતું કે, દેશમાં કોઈ રાજ્યમાં સંપૂર્ણ લૉકડાઉન નથી. આમ કહીને તેમણે સંકેત આપ્યો કે રાજ્યમાં હાલ લૉકડાઉન લાગવાની સંભાવના નથી. લોકડાઉન અંગે પૂછાયેલા સવાલનાં જવાબમાં નીતિન પટેલે જણાવ્યું હતું કે, મહાનગરો અને નગરો મળીને 20 સ્થળોએ રાત્રિ કર્ફ્યૂં છે. તો સ્થાનિક લોકો વેપારી સંગઠનો અને નગરપાલિકાઓ પોતાની રીતે સ્વયંભૂ બજારો અને શહેરો બંધ રાખવાનો નિર્ણય કરી રહ્યા છે. કોઇ વિકએન્ડ લોકડાઉન પણ કરી રહ્યા છે. નાગરિકો પણ ભીડ એકત્ર ન થાય તે માટે પ્રયત્ન કરી રહ્યા છે. રાજ્ય સરકાર જો સંપૂર્ણ લૉકડાઉન મામલે વિચારણા થતી હશે તે અંગે અલગથી જનતાને માહિતગાર કરવામાં આવશે.

Most Popular

To Top