SURAT

કોરોના ફરી ભરડો નહીં લે તે માટે તંત્ર સતર્ક: હોમ ક્વોરન્ટાઈનનો ભંગ કરનાર સામે આ ગુનો નોંધાશે

સુરત: (Surat) પ્રર્વતમાન કોરોના વાયરસની મહામારી દરમ્યાન જે લોકોને કોરોના વાયરસનું સંક્રમણ થયુ હોય તેઓને અને તેઓના પરિવારને સાવચેતીના ભાગરૂપે હોમ ક્વોન્ટાઇન (Home Quarantine) રહેવાની સૂચના આપવામાં આવી છે. જેથી કોરોના વાયરસનું સંક્રમણ અન્ય લોકોમાં ન ફેલાય, પરંતુ કેટલીક વ્યકિતઓ બેદરકારી દાખવી હોમ ક્વોન્ટાઇનના નિયમનો ભંગ કરી બહાર નીકળે છે તથા પોતાના વેપાર-ધંધાના સ્થળો (Working Place) પર જતા હોય છે. સુરત મહાનગરપાલિકા દ્વારા તેઓના રહેઠાણ પર ચકાસણી કરતા હોમ ક્વોન્ટાઇન વ્યકિતઓ પોતાના ઘરે હાજર હોતા નથી. આવા ઈસમો વેપાર ધંધાના સ્થળો જેવા કે ડાયમંડ, ટેકસટાઈલ વગેરે ક્ષેત્રોમાં જઈ અન્ય લોકોમાં કોરોના વાયરસનું સંક્રમણ ફેલાવી શકે છે. જેથી જે કોઈ વ્યકિત હોમ ક્વોન્ટાઇનના નિયમનો ભંગ કરશે તેઓ વિરુધ્ધ સુરત મહાનગરપાલિકા દ્વારા એપેડેમિક ડિસીઝ એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે તેમજ આવા ઈસમો સામે પોલીસ કાર્યવાહી કરવાની ફરજ પડશે તેમ મનપા દ્વારા જણાવાયું છે.

જે ફ્રન્ટલાઈન અને હેલ્થ વર્કરોને કોરોના વેક્સિન બાકી છે તે તાકીદે મુકાવી લે
સુરત મહાનગરપાલિકા દ્વારા ગત તા.16 જાન્યુ.થી કોરોના વેક્સિનેશનનો શુભારંભ કરવામાં આવ્યો છે. જેમાં મનપા દ્વારા હેલ્થ વર્કરો તથા ફ્રન્ટલાઈન વર્કરોને વેક્સિન માટે પ્રાથમિકતા આપવામાં આવી છે. પરંતુ ઘણા હેલ્થ વર્કરો અને ફ્રન્ટલાઈન વર્કરોએ હજી સુધી વેક્સિન લીધી નથી. તેથી તેઓને તાકીદે વેક્સિન લઈ લેવા માટે મનપા દ્વારા અપીલ કરાઈ છે.

આરોગ્ય સેતુ એપ થકી સુરત મનપાને છેલ્લા 1 મહિનામાં 76 દર્દીઓની માહિતી મળી
કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલી મોબાઇલ એપ્લિકેશન આરોગ્ય સેતુના માધ્યમથી શહેરના વિવિધ વિસ્તારોમાંથી તા. 20-01-2021 થી તા. 18-02-2021 દરમ્યાન જુદાં જુદાં કુલ 76 દર્દીઓની માહિતિ મનપાના સેન્ટ્રલ વૉર રૂમ -વેસુ ખાતે આરોગ્ય સેતુ ટીમ તરફથી પૂરી પાડવામાં આવી હતી, જે તમામ 76 દર્દીઓનો ટેલિફોનિક સંપર્ક મનપા દ્વારા કરવામાં આવ્યો હતો. જેમાંથી કુલ 62 જેટલા દર્દીઓનો ફોન ઉપર સંપર્ક થયો હતો અને તેઓ પાસેથી તેમના આરોગ્યને લગતી વિવિધ જાણકારી મેળવવામાં આવી હતી. જે મુજબ કોઇ પણ દર્દીને તેમના આરોગ્યને લઇ કોઇ પણ પ્રકારની સમસ્યા નથી.

સુરતમાં શુક્રવારે કોરોનાના નવા 39 પોઝિટિવ દર્દી નોંધાયા

સુરત: શહેરમાં શુક્રવારે કોરોનાના નવા 39 પોઝિટિવ દર્દી નોંધાયા હતા અને તે સાથે જ પોઝિટિવ દર્દીઓનો કુલ આંક 40,124 પર પહોંચ્યો છે. તેમજ છેલ્લા ઘણા દિવસોથી શહેરમાં એક પણ મૃત્યુ નોંધાઈ રહ્યું નથી. શુક્રવારે શહેરમાં વધુ 32 દર્દીઓ સાજા થતા અત્યાર સુધીમાં કુલ 39,027 દર્દીઓ સાજા થયા છે. તેમજ રિકવરી રેટ 97.26 ટકા પર પહોંચ્યો છે.

  • કયા ઝોનમાં કેટલા કેસ?
  • ઝોન કેસ
  • સેન્ટ્રલ 04
  • વરાછા-એ 01
  • વરાછા-બી 01
  • રાંદેર 08
  • કતારગામ 01
  • લિંબાયત 02
  • ઉધના 04
  • અઠવા 18
Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top