SURAT

અમદાવાદ-પુણે વચ્ચે દુરંતો ટ્રેન દોડાવવાની જાહેરાત પણ સુરત સાથે અન્યાય

સુરત: (Surat) પશ્ચિમ રેલવે (Railway) દ્વારા મુસાફરોની સુવિધા માટે અમદાવાદ-પુણે વચ્ચે દુરંતો ટ્રેન દોડાવવાની જાહેરાત કરી છે. પરંતુ દર વખતેની જેમ આ ટ્રેનનું (Train) સુરત સ્ટેશન (Surat Station) પર સ્ટોપેજ આપવામાં આવ્યું નથી. સુરત સ્ટેશન પરથી 6 જેટલી દુરંતો ટ્રેન દોડાવવામાં આવે છે. આ ટ્રેનોના સ્ટોપેજ (Stoppage) માટે રજૂઆત કરવા છતા રેલવે તંત્રને સુરતના મુસાફરોની જરૂરિયાત નહીં હોય તેમ આ ટ્રેનનું સુરત સ્ટોપેજ આપવામાં આવ્યું નથી.

પશ્ચિમ રેલવેના ચીફ પીઆરઓ સુમિત ઠાકુરે જણાવ્યું છે કે આ દુરંતો ટ્રેન આગામી 16મી તારીખે અમદાવાદથી દર મંગળવાર, શુક્રવાર અને રવિવારના રોજ રાત્રે 22:30 કલાકે દોડાવવામાં આવશે. જયારે દર સોમવારે, બુધવારે અને શનિવારે રાત્રે 21:35 વાગ્યે પુણેથી દોડાવવામાં આવશે. આ ટ્રેન વઇસ રોડ અને લોનાવાલ થઇ દોડાવવામાં આવશે અને ટ્રેનમાં ફર્સ્ટ એસી, સેકન્ડ એસી અને થર્ડ એસીના કોચ લગાવવામાં આવશે.

સુરત રેલવે સ્ટેશનથી દરરોજ 6 જેટલી દુરંતો ટ્રેન દોડાવવામાં આવે છે. પરંતુ છ પૈકીની એક પણ દુરંતો ટ્રેનનું સ્ટોપેજ આપવામાં આવ્યુ નથી. અમદાવાદ-પુણે દુરંતોનું સુરતને સ્ટોપેજ આપવામાં આવે તો સુરતીઓ મોટી સંખ્યામાં મુસાફરી કરે તેવી શક્યતા છે, દુરંતો ટ્રેનને એક ડિવિઝન એક સ્ટોપેજ આપવામાં આવે છે. જેના કારણે સુરતને સ્ટોપેજ આપવામાં આવતું નથી.

સુરત સ્ટેશન પશ્ચિમ રેલવેને વર્ષે 400 કરોડની રેવન્યુ છતાં સ્ટોપેજ નહીં
પશ્ચિમ રેલવેમાં મુંબઇને બાદ કરતા સુરત રેલવે સ્ટેશન રેલવે તંત્રને વર્ષે 400 કરોડની રેવન્યુ આપતું સ્ટેશન છે. લોકડાઉનમાં પણ દેશભરમાં એકમાત્ર સ્ટેશન સુરત છે કે, જયાથી 275 જેટલી ટ્રેનો યુપી, બિહાર, ઝારખંડ અને બંગાળ મોકલવામાં આવી છે. જેની પણ મોટી સંખ્યામાં આવક થવા પામી છે. પરંતુ પશ્ચિમ રેલવેને સુરતથી કરોડની આવક મળે છે તેમ છતા તેનો વિકાસ કરવામાં રેલવે બેદરકારી દાખવે છે.

સુરતને ડાયરેકટર તો આપ્યો પણ પાવર કઇ નહીં
રેલવે બોર્ડની સૂચના મુજબ વેસ્ટર્ન રેલવે દ્વારા સુરત રેલવે સ્ટેશને ડાયરેકટરની પોસ્ટ ઉભી કરવામાં આવી છે. રેલવેની ભાષા મુજબ સિનિયર ડીસીએમ લેવલની પોસ્ટ સુરતની કરી દેવામાં આવી છે. પરંતુ રેલવે બોર્ડની ગાઇડલાઇન મુજબ ડાયરેકટરને જે પાવર આપવાના હોય છે. તેમાં મોટાભાગના પાવર સુરત સ્ટેશનના ડાયરેકટરને આપવામાં આવ્યા નથી. જેના કારણે અધિકારીઓએ નાની નાની ફાઇલો લઇ મુંબઇ સુધી ધક્કા ખાવા જવું પડે છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top