Dakshin Gujarat

બુટલેગરોને 31st નો નશો ચઢ્યો, સુરતમાં દારૂ પહોંચાડવા માટે મથી રહ્યાં છે

પારડી: (Pardi) થર્ટી ફર્સ્ટની (Thirty First) ઉજવણીને લઇ બુટલેગરો દારૂની હેરાફેરી માટે અવનવા તરકીબો અજમાવતાં હોય છે, જેને ડામવા પોલીસે પણ લાલ આંખ કરી છે. પારડી નેશનલ હાઈવે (National Highway) નં.48 વલસાડી ઝાંપા બ્રિજ ઉતરતા વાપીથી વલસાડ જતા ટ્રેક ઉપર એક વાનમાં સ્પીકરના અંદર બનાવેલાં ચોર ખાનામાંથી દારૂના (Liquor) જથ્થાં સાથે એક ઈસમને પોલીસે ઝડપી પાડ્યો હતો.

પારડી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન મળેલી બાતમીના આધારે દમણથી વાપી હાઇવે થઈ સુરત તરફ જતી વાનને પારડી વલસાડી ઝાંપા પાસે પોલીસે રોકી હતી. જેમાં તપાસ કરતાં સ્પીકરમાં બનાવેલાં ચોર ખાનામાંથી કુલ દારૂની કિંમત રૂ.36,000ની 72 બોટલ નંગ મળી આવ્યો હતો. પોલીસે વાનચાલક મિતુલ સુરેશ ટીટાવાલા (રહે.સુરત) ની ધરપકડ કરી પૂછપરછ કરતાં તેણે દમણની અલગ અલગ વાઈન શોપમાંથી દારૂની બોટલો ખરીદી છૂટક વેચાણ માટે લઈ જતો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે વાનની કિંમત રૂપિયા એક લાખ, મોબાઈલ, દારૂનો જથ્થો સહિત કુલ રૂ.1.41 લાખનો મુદ્દા માલ કબજે કર્યો હતો. ચાલક મિતુલ ટીટાવાલાને ઝડપી પાડી પ્રોહિબિશન ગુનો નોંધી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

વાપી રેલવે સ્ટેશને લાઈન ક્રોસ કરતો અજાણ્યો ઈસમ દુરંતો એક્સપ્રેસની અડફેટે કપાયો
વાપી: વાપી રેલવે સ્ટેશન નજીક ગુરૂવારે રાત્રે લાઈન ક્રોસ કરી રહેલો અજાણ્યો 60 વર્ષીય ઈસમ દુરન્તો એક્સપ્રેસની અડફેટે આવી જતાં મોતને ભેટ્યો હતો. વાપી રેલ્વે પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલી નોંધ મુજબ મૃત્યુ પામનાર એક અજાણ્યો પુરૂષ ઉ.વ.૬૦ ના આશરાનો ગત તા. 23-12-22ના રોજ રાત્રે 2:30 કલાકે વાપી રેલવે સ્ટેશનની ઉત્તરે ડાઉન રેલ્વે લાઇન ઉપર ટ્રેન નં.૧૨૨૯૮ દુરન્તો સુપર ફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનની અડફેટમાં આવી જતાં સંપુર્ણ શરીરે કપાઇ છુંદાઇ જતાં મોતને ભેટ્યો હતો. વાપી રેલવે પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો મેળવી પીએમ માટે મોકલી આપી હતી. પોલીસે દફ્તરે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. મરનાર અજાણ્યો પુરુષ શરીરે મધ્યમ બાધાંનો, રંગે ઘઉંવર્ણ, ઉંચાઇ ૫ x ૪ છે. તેણે પહેરેલાં કપડાંમાં શરીરે આસમાની કલરનું શર્ટ તથા તેની નીચે લાલ કલરની બનિયાન તથા કોફી કલરનુ ગરમ સ્વેટર પહેરેલ છે.વધુ તપાસ પોકો.નરેશભાઈ કરી રહ્યાં છે.

Most Popular

To Top