SURAT

પત્નીને ટ્રેક પર ફેંકી હત્યા કરવાનો ગુનો પોલીસે પુત્રીની મદદથી આ રીતે ઉકેલી કાઢ્યો

સુરત: (Surat) શહેરના ગોડાદરા ખાતે રહેતી મહિલાને તેના પતિએ જ મારી રેલવે ટ્રેક ઉપર ફેંકી દઈ હત્યા કરી હતી. જોકે પતિએ મિસિંગની ફરિયાદ આપ્યા બાદ સમગ્ર ઘટનાને આપઘાતમાં ખપાવવા પ્રયાસ કર્યો હતો. લિંબાયત પોલીસે (Police) 8 વર્ષની બાળકીના નિવેદનના આધારે મહિલાના પતિની કડક રાહે પુછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને હત્યાની કબૂલાત કરી હતી. પત્ની પ્રેમી (Lover) સાથે ઉના ભાગી ગયા બાદ તેને ઉનાથી ફરી સુરત લઇ આવ્યો હતો

ગોડાદરાના શીવપાર્કમાં રહેતી સોનલ તેના પ્રેમી સાથે ભાગી ગઇ હતી ત્યારબાદ તેની લાશ દેવધગામ નજીકના રેલવે ટ્રેક પરથી મળી આવી હતી. આ મહિલાની આઠ વર્ષની પુત્રીએ માતાને પિતાએ રાત્રે મારી હોવાનું નિવેદન આપ્યું હતું તેના આધારે પોલીસે હત્યાનું પગેરૂ શોધી કાઢ્યું હતું. આ ઘટનામાં પોલીસે હત્યામાં સંડોવાયેલા મૃતકના પતિ ભાવેશ રામજી કલસરિયા અને ભાવેશના બનેવી અશોક રાહાભાઇ હડિયાની ધરપકડ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે,સોનલ 24 ઓક્ટોબર 2020ના રોજ તેના ઘરેથી પ્રેમી સાથે સૌરાષ્ટ્રમાં ઉના ખાતે ભાગી ગઈ હતી. ગત 7 નવેમ્બર 2020 ના રોજ સોનલ ઉના ખાતે આવેલા રાજ પેસેલ હોટલમાં હોવાનું ભાવેશના સંબંધી વલ્લભભાઈ કલસરીયા જોઈ ગયા હતા. જેથી તેમણે ભાવેશને જાણ કરી હતી. ભાવેશ તેના સંબંધીઓ સાથે ડસ્ટર કાર લઈ ઉના પહોંચી ગયો હતો. ત્યાંથી સોનલને સુરત લઈ આવ્યા હતા.

ભટારમાં સાવકા પિતાએ 15 વર્ષની બાળકીને ગર્ભવતી બનાવી

સુરતઃ શહેરના ભટાર ખાતે રહેતી 15 વર્ષીય બાળકી સાથે તેનો સાવકો પિતા છેલ્લા એક વર્ષથી દુષ્કર્મ કરતો હોવાની ઘટના સામે આવી છે. બાળકી ગર્ભ રહી જતા તેની માતાને જાન કરી હતી. જેથી સમગ્ર મામલો બહાર આવતા બાળકી અને તેની માતાએ ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ખટોદરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ભટાર ખાતે ખોડિયારનગર પાસે રહેતી આરતીબેનના (નામ બદલ્યું છે) બીજા લગ્ન રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતા ધર્મેન્દ્ર રામસાગર રાય (ઉ.વ.૩૫, રહે. ક્રિષણા નગર ભટાર રોડ) સાથે આઠ વર્ષ પહેલા થયા હતા. આરતીના પહેલા લગ્ન થકી થયેલા પુત્ર અને પુત્રીઓને લઇને બીજા પતિ સાથે રહેતી હતી. આશરે એકાદ વર્ષ પહેલા ધર્મેન્દ્રની નિયત તેની સાવકી 15 વર્ષની દિકરી ઉપર બગડી હતી. ધર્મેન્દ્ર બાળકી સાથે છેલ્લા એક વર્ષથી દુષ્કર્મ આચરતો હતો. બાળકીને જો કોઇને કહેશે તો તેની બહેનો તથા ભાઇઓને જાનથી મારી નાંખવાની ધમકી આપતો હતો. દરમિયાન બાળકીને ગર્ભ રહી જતા તેની માતાને જાણ કરી હતી. માતાએ પુછતા તેનો સાવકો પિતા જ નરાધમ હોવાનું સાંભળી તેના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. સમગ્ર મામલો બહાર આવતા બાળકી અને માતાએ ખટોદરા પોલીસ સ્ટેશનમાંબાળકી સાથેદુષ્કર્મની ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે નરાધમ પિતાની ધરપકડ કરી વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top