SURAT

સુરત: સાડા ત્રણ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા કરનાર નરાધમને ફાંસીની સજા

સુરત: પુણા(Puna)ગામના ભૈયાનગરમાં ત્રણ વર્ષ 9 મહિનાની બાળાનું અપહરણ(Kidnapping) કરી નરાધમે બાળકી સાથે દુષ્કર્મ(Rape) ગુજાર્યું હતું. આ કેસમાં સુરત કોર્ટે(Surat Court) આરોપી(accused)ને માત્ર ૩ જ મહિનામાં સજા(sentence) સંભળાવી દીધી છે. કોર્ટે આરોપીને ફાંસી(execution)ની સજા સંભળાવી છે. સુરત એડિશનલ ડ્રિસ્ટિક એન્ડ સેશન્સ કોર્ટના જજ ડી પી ગોહિલ દ્વારા આ સજા સંભળાવવામાં આવી છે. આરોપીને કોર્ટ માંથી નીચે લાવતા મીડિયાએ સવાલ પૂછયો હતો કે આવી ક્રુરતા પૂર્ણ કાર્ય તેણે કેવી રીતે કર્યું જેના જવાબમાં આરોપી એ કહ્યું હતું કે ‘મુજસે ગલતી હો ગઈ યે સબ મેને નશે મે કિયા થા.’

ગત એપ્રિલ મહિનામાં ફૂટપાથ પર રહેતી પાંચ વર્ષની બાળાનું મોંઢુ દબાવી દુષ્કર્મ આચાર્યા બાદ હત્યા કરીને લાશને કચરાના ઢગલામાં દાટી દેવાઇ હતી. આ કેસમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી રામપ્રસાદ ઉફે લલનસિંગ મહેશસિંગ ગૌણને ઝડપી પાડયો હતો. આ કેસની અંદર સરકારી વકીલ નયનભાઈ સુખડવાળાની સ્પેશિયલ નિમણૂક કરવામાં આવી હતી અને કેસ ઝડપી ચાલે તે માટે આખી વકીલ ટીમ અને પોલીસ કર્મચારીની ટીમ બનાવી હતી.

આ હતી સમગ્ર ઘટના
ગત 14મી એપ્રિલ 2022ના રોજ પુણાગામ રેશ્મા રો હાઉસ પાસે બીઆરટીએસ ફૂટપાથ ઉપર જ રહેતા અને મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા પરિવારની ત્રણ વર્ષ 9 મહિનાની બાળકી ગુમ થઇ હતી. મોડી રાત્રે બાળકીની માતા શૌચક્રિયા માટે ઊભી થઇ હતી, ત્યારે તેઓએ બાળકીને જોઇ ન હતી. તપાસ કરતા બાળકી મળી આવી ન હતી. આ બાબતે રાત્રીના સમયે જ પોલીસને જાણ કરવામાં આવતા પુણા પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરુ કરી હતી. પોલીસે આજુબાજુના સીસીટીવી ફૂટેજો ચેક કરવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન તેઓને એક યુવક શંકાસ્પદ રીતે નજરે પડ્યો હતો. તેઓએ ફૂટપાથ ઉપર જ રહેતા રામપ્રસાદ ઉફે લલનસિંગ મહેશસિંગ ગૌણ (ઉ.વ.32)ને ઝડપી પાડ્યો હતો.

બાળકીની હત્યા કરી લાશ કચરાનાં ઢગલામાં દફનાવી
પોલીસે અરોપીની કડક પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી લીધી હતી કે, તે બાળકીનું અપહરણ કરીને ખુલ્લા મેદાનમાં લઇ ગયો હતો, ત્યાં બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાળકીએ બુમો પાડતા તેનું મોઢુ તેમજ ગળુ દબાવીને હત્યા કરી નાંખી હતી. હત્યા બાદ બાળકીને ખુલ્લા પ્લોટમાં પાર્ક કરેલા ટેમ્પોની પાછળની સાઇડે કચરાના ઢગલામાં નાંખી દઇ તેની ઉપર કચરો નાંખી દીધો હતો. તેની કબૂલાત બાદ પોલીસે આરોપીને લઇને ઘટના સ્થળે ગઇ હતી. ત્યાં કચરો સાફ કરતા જ બાળકીની લાશ મળી આવી હતી.

ફૂટપાથ ઉપર રહેતી બાળકીનું આસાનીથી અપહરણ થઇ શકે તેમ હોવાથી પ્લાન ઘડ્યો
લલનસિંહએ પોલીસને ખુલાસો આપતા કહ્યું હતું કે, જો કોઇ ઘરમાંથી બાળાનું અપહરણ થાય તો બૂમાબૂમ તેમજ પકડી જવાની શક્યતા વધી જતી હતી, આ બાળા ફૂટપાથ ઉપર રહેતી હોવાથી તેને આસાનીથી ટાર્ગેટ કરી દેવાયો હતો અને તેનું અપહરણ કરીને લઇ જવાઇ હતી, પરંતુ જ્યારે બાળાએ બુમાબુમ કરવા લાગી ત્યારે એક હાથે મોંઢુ તેમજ બીજા હાથે ગળુ દબાવી દેવાયું હતુ અને તેની હત્યા કરી નાંખવામાં આવી હતી.

Most Popular

To Top