SURAT

સુરત મહાનગર પાલિકાએ દુકાનદારોને આપ્યા વ્હાઈટ કાર્ડ, જેમાં હશે આ વિગતો

સુરત: (Surat) શહેરમાં કોરોનાના સંક્રમણને નાથવા માટે મનપા (Corporation) દ્વારા નવી નવી સ્ટ્રેટેજીઓ અપનાવવામાં આવી રહી છે. શહેરમાં હાલમાં કોરોનાનું સંક્રમણ નહીવત્ત પ્રમાણમાં છે. તેમ છતા મનપા દ્વારા સંક્રમણ વધુ ન ફેલાય તે માટે તમામ તૈયારીઓ કરવામાં આવી જ રહી છે. હવે દુકાનો (Shops) અને સંસ્થાઓ પણ ચાલુ થઈ ગઈ હોય, તેઓ આવનારા દિવસોમાં દુકાનદારો સુપર સ્પ્રેડર ન બને તે માટે મનપાએ 1.39 લાખ વ્હાઈટ કાર્ડ (White Card) ઈશ્યુ કર્યા છે. જે દુકાનદારો અને સંસ્થાવાળાઓએ વેક્સીન (Vaccine) નથી લીધી અને કોરોનાથી સંક્રમિત નથી થયા તેઓને વ્હાઈટ કાર્ડ આપવામાં આવ્યા છે. તેઓને આ કાર્ડમાં વેક્સીન લેવાની તેમજ કોરોનાથી સંક્રમિત થયાની અને સાજા થવાની વિગત આપવાની રહેશે જ્યાં મનપા દ્વારા ચેકીંગ પણ કરવામાં આવશે.

તે ઉપરાંત મનપા દ્વારા જેઓ દ્વારા વેક્સીન લઈ લેવામાં આવી છે તેવા દુકાનદારોને હેલ્થ કાર્ડ અપાયા છે. જેથી તે દુકાનોમાં મનપા ચેકીંગ કરશે નહી. છેલ્લા બે દિવસમાં મનપા દ્વારા વિવિધ ઝોનમાં કુલ 2500 જેટલા હેલ્થ કાર્ડ આપવામાં આવ્યા છે. જેમાં દુકાનદારોએ વેક્સીન લીધી હોવાની વિગતો આપી છે.

  • કયા ઝોનમાં કેટલા કાર્ડ અપાયા
  • સેન્ટ્રલ 18,542
  • વરાછા-એ 23,479
  • વરાછા-બી 9069
  • કતારગામ 21,300
  • ઉધના 18,975
  • અઠવા 6300
  • લિંબાયત 32,400
  • રાંદેર 9000

રાજય સરકારે (Gujarat Government) આંશિક લોકડાઉનના કેટલાંક નિયંત્રણો હળવા કરવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની (CM Rupani) અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. તા. ૧૧ જૂન ૨૦૨૧ના સવારે ૬ વાગ્યાથી કેટલાક નિયંત્રણો હળવા કરવામાં આવશે, આ નિયંત્રણો તા. ૧૧ જૂનથી ૨૬મી જૂન સવારે ૬ વાગ્યા સુધી હળવા કરવામાં આવ્યા છે. તમામ દુકાનો, વાણિજ્યિક એકમો, લારી-ગલ્લા, શોપિંગ કોમ્પલેક્સ, માર્કેટયાર્ડ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ આ સમયગાળા દરમિયાન સવારે ૯ થી સાંજના ૭ સુધી ચાલુ રાખી શકાશે એટલે કે હાલની સમયમર્યાદામાં ૧ કલાકનો વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. રેસ્ટોરન્ટ અને હોટલ (Hotel) આ સમયગાળા એટલે કે 11 જૂન 2021 થી 26 જૂન ના સમય  દરમિયાન સવારે 9 થી સાંજે 7 સુધી તેની બેસવાની ક્ષમતા ના 50 % સાથે ચાલુ રાખી શકાશે. રાજ્યના તમામ ધાર્મિક સ્થાનો જાહેર જનતા માટે દર્શનાર્થે ખુલ્લાં રહેશે પરંતુ એક સમયે એક સાથે 50 થી વધુ દર્શનાર્થીઓ એકત્રીત ન થાય તેમજ એસ.ઓ.પી.નું પાલન અવશ્યપણે થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે. જોકે કર્ફ્યુના (Curfew) સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

શહેરમાં દર્દીઓની સંખ્યા ઘટી, રિકવરી રેટ વધ્યો

સુરત: શહેરમાં કોરોનાનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે. છેલ્લા ઘણા દિવસોથી પ્રતિદિન નોંધાતા પોઝિટિવ દર્દીઓની સંખ્યા ઘટી રહી છે. કોરોનાનું સંક્રમણ કાબુમાં આવતા તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાં નવા 63 પોઝિટિવ દર્દી નોંધાયા છે. તે સાથે જ કુલ આંક 110494 પર પહોંચ્યો છે. તેમજ વધુ 1 મોત સાથે કુલ મૃત્યુઆંક 1620 પર પહોંચ્યો છે. વધુ 101 દર્દીઓ સાજા થવાની સાથે અત્યારસુધીમાં કુલ 107323 દર્દીઓ સાજા થયા છે. અને રીકવરી રેટ વધીને 97.13 ટકા પર પહોંચ્યો છે.

  • કયા ઝોનમાં કેટલા કેસ
  • ઝોન કેસ
  • સેન્ટ્રલ 05
  • વરાછા-એ 07
  • વરાછા-બી 07
  • રાંદેર 13
  • કતારગામ 09
  • લિંબાયત 09
  • ઉધના 05
  • અઠવા 08

Most Popular

To Top