SURAT

સુરતમાં સરકાર કહે છે તેના કરતા ત્રણ ગણા મોત કોરોનાને કારણે થયા છે..

સુરત: (Surat) મહામારી કોરોનાને (Corona) કારણે થયેલા મોતનો આંકડો રાજય સરકાર (Government) બતાવે છે તેના કરતા ત્રણ ગણો વધારે છે તેવા દાવા સાથે કોંગ્રેસ દ્વારા કોવીડ ન્યાય યાત્રા રાજયના તમામ વિસ્તારોમાં ચાલી રહી છે, જેમાં કોરોનાથી અવસાન પામેલા લોકોના પરીવારજનોને મળીને ફોર્મ ભરાવવામાં આવી રહયા છે. ત્યારે સોમવારે સુરત ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં આ મુદ્દે સંબોધ કરતા કોગ્રેસના (Congress) નેતા કદીર પીરજાદા,નૈષધ દેસાઇએ જણાવ્યું હતુ કે કોરોના કાળ દરમિયાન ગુજરાતમાં ત્રણ લાખ લોકોના મોત થયા છે. આ મુદ્દે અમે અવાજ ઉઠાવી રહયા છે. જો કે કોંગ્રેસ દ્વારા ભાજપ (BJP) સરકારના વિરોધમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે તેને પોલીસના બળથી કચડી નાખવામાં આવતો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.

કોંગ્રેસ ના આગેવાન કદીર પીરજાદા એ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપની સરકારના મુખ્યમંત્રી અને મંત્રી મંડળ બદલી દેવાયું છે પરંતુ તેનાથી ભાજપ સરકારની નિષ્ફળતા ઢંકાઇ જવાની નથી લોકોની સમસ્યા યથાવત રહી છે. કોંગ્રેસની ન્યાય યાત્રામાં અત્યાર સુધીમાં કોરોના દરમિયાન મૃત્યુ પામેલા 31850 મૃતકના પરિવારના ફોર્મ ભરવામાં આવ્યા છે. કોંગ્રેસની ન્યાય યાત્રા મૃતકના પરિવારનો સંપર્ક કરવાની કામગીરી ચાલુ છે જેમાં એક લાખથી વધુ લોકો ફોર્મ ભરાય તેવી શક્યતા છે. આગામી દિવસોમાં આરટીઆઈ દ્વારા આ અંગેની માહિતી ભેગી કરી રજૂઆત કરવામાં આવશે. તેમજ આગામી દિવસોમાં પોલીસની ભેદભાવભરી નીતિ ના મુદ્દે કોંગ્રેસ દ્વારા આવેદન પત્ર આપવામાં આવશે.

સિવિલ હોસ્પિટલમાં ગ્લવ્ઝ ખુટી પડ્યા

સુરત: દક્ષિણ ગુજરાતની સૌથી વિશાળ નવી સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરની તૈયારીઓ આરંભી દેવાઇ છે. ત્યારે સૌથી મહત્વપૂર્ણ ગણાતા ગ્લવ્ઝ છેલ્લા ઘણા સમયથી હોસ્પિટલમાં ખૂટી પડ્યા છે. તેમ છતાં રાજ્ય સરકારમાંથી તેનો જથ્થો પૂરો પાડવામાં આવી રહ્યો નથી.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ એક બાજુ સરકારમાં મોટાપાયે પરિવર્તની હલચલ જોવા મળી રહી છે. ત્યાં બીજી બાજુ પ્રજાજનોને હાલાકી ભોગવવાનો વારો શરૂ થઈ ગયો છે. નવી સિવિલ હોસ્પિટલમાં હજારોની સંખ્યામાં પ્રતિદિન દર્દીઓ સારવાર માટે આવે છે. ત્યારે સર્વન્ટથી લઇને તમામ તબીબો માટે પ્રાથમિક ઉપયોગિતા ગ્લવ્ઝની હોય છે. ઓપરેશન થિયેટરમાં કે સામાન્ય ડ્રેસિંગ કરવા સુધી સૌથી અગત્યની વસ્તુ એટલે ગ્લવ્ઝ હોય છે. પરંતુ નવી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી તે ખૂટી પડ્યા છે. આ અંગે જાણવા મળતી માહિતી મુજબ રાજ્ય સરકારમાંથી ગ્લવ્ઝનો જથ્થો પૂરો પાડવામાં આવી રહ્યો નથી. બીજી બાજુ સિલ્વર સલ્ફા દાઝેલા ઉપર લગાવવામાં આવતો મલમ અને ઇજા થઇ હોય તેની ઉપર લગાવવામાં આવતો બીટાડીન મલમ પણ ઘણા સમયથી ખૂટી પડ્યો છે. ગણતરીના આપવામાં આવતા આ મલમને કારણે નર્સિંગ સ્ટાફ કે તબીબો માટે દર્દીને સારવાર આપવી મુશ્કેલ બની છે.

Most Popular

To Top