Surat Main

સુરતમાં માત્ર 11 જ વર્ષના બાળકે ઘરેથી ભાગવાનો વિક્રમ કર્યો, 10મી વખત ભાગી ગયો

સુરત: (Surat) લીંબાયતમાં રહેતો 11 વર્ષનો બાળક (Child) અત્યાર સુધીમાં ઘરેથી 10 વખત ભાગી ગયો છે. દર વખતે ઘરેથી ભાગીને બે-ત્રણ દિવસમાં ઘરે આવી જાય છે. આ વખતે ઘરેથી ભાગ્યા (Missing) બાદ પરત નહીં આવતા પરિવારે લીંબાયત પોલીસ (police) સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જાણવા મળ્યા મુજબ બાળકને તેની મોટી બહેને ગાર્ડનમાં જોતા ઘરે આવવાનું કહ્યું તો બહેનને હાથ પર બચકું ભરી ભાગી ગયો હતો.

  • દર વખતે ભાગી ગયા બાદ બે-ત્રણ દિવસમાં ઘરે પરત આવી જતો હતો પરંતુ આ વખતે નહીં આવતા પરિવારે પોલીસને જાણ કરી
  • બાળકને તેની મોટી બહેને ગાર્ડનમાં જોતા ઘરે આવવાનું કહ્યું તો બહેનને હાથ પર બચકું ભરી ભાગી ગયો હતો

લીંબાયત ખાતે રહેતો અને મુળ ઉત્તરપ્રદેશના મિરઝાપુરનો વતનો વતની સોનુ સમશેર અલી સિલાઈ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. તેમનો પુત્ર 11 વર્ષીય સાહીલ વતન અભ્યાસ કરતો હતો. છેલ્લા એક વર્ષથી લીંબાયત તેમની સાથે રહેવા આવ્યો છે. સુરત આવ્યા બાદ તે ગત 3 ઓક્ટોબર 2021 ના રોજ ઘરેથી જતો રહ્યો હતો. ત્યારે તેના પિતાએ અપહરણની ફરિયાદ નોંધાવી હતી. ત્રણ દિવસ સુધી સાહિલ સહારા દરવાજા પાસે ફુલ વેચનાર અજય માળી પાસે રોકાયો હતો. જોકે જે તે સમયે અજય માળીએ સાહીલના પિતાના મોબાઈલ પર સંપર્ક કરતા આ અંગે જાણ થતા તે મળી આવ્યો હતો.

સાહીલ આ રીતે અત્યારસુધી સાત થી આઠ વખત ઘર છોડીને જતો રહ્યો હતો. છેલ્લા 23 ફેબ્રુઆરી 2022 ના રોજ તે ઘરેથી જતો રહ્યો હતો. જોકે દર વખતે તે ઘરેથી ગાયબ થઈને પરત ઘરે આવી જતો હોવાથી પરિવારે પોલીસને જાણ કરી નહોતી. જે 26 તારીખે ઉધના રેલ્વે સ્ટેશન પર મળી આવતા પોલીસ તેને ઘરે છોડી ગઈ હતી. બાદમાં 28 ફેબ્રુઆરીએ સાંજે પરત ઘરેથી ભાગી ગયો હતો. 1 માર્ચે સાહિલને તેની મોટી બહેન રાનીએ પરવતગામમાં આવેલા ગાર્ડનમાં જોયો હતો. રાનીએ ઘરે આવવા માટે કહેતા તે બહેનને હાથમાં બચકું ભરીને ભાગી ગયો હતો. જેને પગલે પરિવારે અંતે લીંબાયત પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે. જોકે બાળક પરત મળી આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું.

Most Popular

To Top