SURAT

105 વર્ષના વૃદ્ધા પાણી ફેંકવા જતા પાણી હાઈટેન્શન વાયર પર પડતા વૃદ્ધા આખા શરીરે દાઝી ગયા

સુરત: (Surat) લિંબાયતમાં નિલગીરી ફાટકથી આગળ રૂક્મણીનગરમાં દિકરીને ત્યાં રહેવા આવેલા 105 વર્ષના વૃદ્ધા આજ રોજ વાસણ ધોઈને પહેલા માળેથી પાણી (Water) ફેંકવા જતા હતા ત્યારે પાણી હાઈટેન્શન વાયર પર પડતા વૃદ્ધા આખા શરીરે દાઝી (Burn) ગયા હતા. વૃદ્ધાને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં (Hospital) દાખલ કરાયા હતા.

  • 105 વર્ષના વૃદ્ધા વાસણ ધોઈને પહેલા માળેથી પાણી ફેંકવા જતા પાણી હાઈટેન્શન વાયર પર પડતા વૃદ્ધા આખા શરીરે દાઝી ગયા
  • 105 વર્ષની ઉંમર અને આખા શરીરે દાઝી ગયા હોવા છતાં વૃદ્ધાએ પોલીસને ફકકડ રીતે આખી ઘટના અંગે સ્ટેટમેન્ટ આપ્યું

નવી સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી અનુસાર મથુરાબેન સોમાભાઈ તાયડે( 105 વર્ષ) છેલ્લા કેટલાક સમયથી તેની દિકરીને ત્યાં લિંબાયતમાં નિલગીરી ફાટક પાસે આવેલ રૂક્મણીનગરમાં રહેવા આવ્યા હતા. વૃદ્ધાને ચાર દિકરા અને એક દિકરી છે. હાલમાં વૃદ્ધા દિકરીને ત્યાં રહેતા હતા. 105 વર્ષની ઉંમરે પણ મથુરાબેન સારી રીતે ચાલી-બોલી શકે છે. નાના-મોટા કામ જાતે કરી લે છે. આજરોજ બપોરે જમીને મથુરાબેને પોતાના વાસણ પોતે ધોયા હતા. તેઓ વાસણ ધોઈને તે પાણી પહેલા માળેથી નીચે ફેંકવા ગયા હતા.

ઘર પાસેથી હાઈ ટેન્શનનો વાયર પસાર થતો હતો. તે મથુરાબેનને ખબર ન હતી. તેઓએ ફેંકેલું પાણી વાયર પર પડ્યું હતું. પાણીની ધારના કારણે મથુરાબેનને કરંટ લાગતા તેઓ આખા શરીરે દાઝી ગયા હતા. તેમનો પૌત્ર સારવાર માટે મથુરાબેનને નવી સિવિલ હોસ્પિટલમાં લઈ આવતા બર્નસ વોર્ડમાં દાખલ કરાયા છે. લિંબાયત પોલીસ સ્ટેશનના જમાદાર જ્યારે તેમનું સ્ટેટમેન્ટ લેવા આવ્યા ત્યારે તેઓએ 105 વર્ષની ઉંમર અને આખા શરીરે દાઝ્યા હોવા છતા કડક અવાજમાં આખી ઘટના બાબતે સ્પષ્ટ સ્ટેટમેન્ટ આપ્યું હતું.

વરાછા મૌની આશ્રમ પાસે તાપી કિનારેથી અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો
સુરત: વરાછા વિસ્તારમા મૌની આશ્રમ પાસે તાપી કિનારેથી ગુરુવારે સવારે એક અજાણી સ્ત્રીનો મૃતદેહ મળી આવ્યો હતો.સ્થાનિક લોકોએ તેની જાણ ફાયર કંટ્રોલ રૂમને કરતા ફાયર લાશ્કારોએ લાશને બાહાર કાઢી હતી.ફાયર બ્રિગેડ સૂત્રોના જણાવ્યા અનુસાર, વરાછા એ.કે.રોડ મૌની બાબાના આશ્રમ પાસે આવેલા તાપી નદી કિનારા પાસેથી આજે સવારે એક ૨૫ વર્ષની અજાણી સ્ત્રીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બાબતની જાણકારી ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડ ઓફિસર અને અધિકારીઓ ઘટના સ્થળે ધસી જઈ મૃતદેહનો કબજો વરાછા પોલીસ મથકને સુપરત કર્યો હતો.

Most Popular

To Top