SURAT

BSFમાં હાલમાં એક્ટિવ હોય તે રીતે દિપકે ડમી પ્રદીપ બનીને ISIને બેવકૂફ બનાવી

સુરત: (Surat) સુરતમાંથી પકડાયેલા પાકિસ્તાનના (Pakistan) આઇએસઆઇ એજન્ટ (ISI Agent) દીપક સાળુંકેના બાર બેંક ખાતાની તપાસ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે. હાલમાં તો પાકિસ્તાની એજન્ટ હમીદ પાસેથી 75000 લીધા હોવાની કબૂલાત સાળુંકે કરી રહ્યો છે. પોલીસને આ નાણાં વધારે હોવાની શંકા છે. તેથી પોલીસ (Police) દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

  • આઈએસઆઈ એજન્ટ દિપક સાળુંકેએ પાકિસ્તાની એજન્ટ પાસેથી ક્રિપ્ટો કરન્સીથી નાણાં લીધા હતા
  • પોલીસે દિપક સાળુંકેના બાર બેંક ખાતાની તપાસ શરૂ કરી, સ્લીપર સેલ તરીકે દિપક કામ કરતો હતો

બીએસએફ તરીકે પોતાનું બીજું વોટસએપ એકાઉન્ટ બનાવી આઇએસઆઇને ડફોળ બનાવી હતી
દિપક સાળુંકેને ખબર પડી ગઇ હતી કે હમીદને તેની જરૂર છે. પૂજા શર્માના નામે હવાલા ફેસબૂક એકાઉન્ટમાં દિપકનો હમીદ સાથે સંપર્ક થયો હતો. પોતે પૂજા શર્મા છે જે હમીદ તરીકે વાત કરી રહ્યો હતો. આ ઉપરાંત દિપક સાળુંકેને નાણાંની લાલચ આપી હતી. એવું કહેવાય છે કે પહેલા સામાન્ય કામ આપીને 200 ડોલર સાળુંકેને આપવામાં આવ્યા હતા. તેમાં દિપકને હમીદ દ્વારા બીએસએફનો કોન્ટેકટ શોધવા માટે કામગીરી સોંપવામાં આવી હતી. દિપકે નાણાં મેળવવા માટે એવું કહ્યું હતું કે, બીએસએફમાં તેનો પિતરાઈ ભાઇ છે. આમ આઇએસઆઇ એજન્ટ હમીદને પણ દિપક ડફોળ બનાવતો હોવાની વિગત પોલીસ તપાસમાં બહાર આવી છે. બીએસએફ જવાનનો સંપર્ક કરાવીશ તો ખૂબ નાણાં મળશે. જે લાલચ હમીદ દ્વારા આપવામાં આવી હતી.

ગુગલ ઇમેજ પરથી લશ્કરની ટેન્કોના ફોટા દિપક દ્વારા મોકલવામાં આવતા હતા. પોતે બીએસએફમાં હાલમાં એક્ટિવ હોય તે રીતે દિપકે ડમી પ્રદીપ બનીને વર્તન કર્યુ હતું. દિપકે તેની કબૂલાતમાં પોલીસને જણાવ્યું હતું કે, હમીદને બાદમાં ખબર પડી ગઇ હતી કે પ્રદીપ તરીકે જે વાત કરે છે તે સાળુંકે જ છે. પરંતુ સ્લીપર સેલ તરીકે દિપક સાળુંકે સાથે સંબંધ કાપ્યા ન હતા. હમીદ દ્વારા દિપક સાળુંકે પાસે નાની વિગતો મેગાવવામાં આવતી હોવાની વિગત જાણવા મળી છે. તેના નાણાં સમયસર ક્રિપ્ટો કરન્સીથી ચૂકવવામાં આવતા હતા. દિપક નાણાંની લાલચમાં તમામ વિગતો પૂરી પાડતો હોવાની વિગત જાણવા મળી છે.

હમીદના કોમ્પ્યુટરનું ઈપી એડ્રેસ પાકિસ્તાનનું હતું
છેલ્લા એક દાયકાથી એશિયામાં સુરતનો વિકાસ નજર લાગે તે રીતે થયો છે. તેથી આઇઅએસઆઇ પોતાનું નેટવર્ક સુરતમાં સ્થાપિત કરવા માંગે છે. તે આવા દેશદ્રોહી તત્વોને સાંકળીને સુરતની ઉપરાંત લશ્કરની ચહલ પહલની તમામ વિગતો મેળવવા માંગતું હોવાની વિગત પોલીસ તપાસમાં બહાર આવી છે . દરમિયાન પાકિસ્તાનથી જે વેબસાઇટ અને કોમ્પ્યુટર પરથી હમીદ વાત કરતો હતો તેનું આઈપી એડ્રેસ પાકિસ્તાનનું હોવાની વિગતો પોલીસ તપાસમાં બહાર આવી છે.

Most Popular

To Top