SURAT

સુરતમાં દેશનો સૌથી લાંબો કોરીડોર બન્યો આ બીઆરટીએસ રૂટ

સુરત: (Surat) શહેરીજનોની સુખાકારીમાં વિવિધ રીતે દેશમાં અવ્વલ બનેલી સુરત મનપાના નામે પાલ-ઉમરા બ્રિજ કાર્યરત થતા વધુ એક સિધ્ધિ ઉમેરાઇ છે. આ બ્રિજ કાર્યરત થતા જ મનપાની માસ ટ્રાન્સપોર્ટેશનમાં મહત્વના એવા બીઆરટીએસનો (BRTS) રૂટનો રાઉન્ડ સંપૂર્ણ બન્યો છે. આ સાથે જ દેશનો સૌથી લાંબો કોરીડોર (Corridor) પણ આ રૂટ બન્યો છે. બીઆરટીએસનો આ રૂટ કુલ 108 કી.મી. એટલે કે સુરતથી વાપી સુધીના અંતરનો રાઉન્ડ સુરતમાં બીઆરટીએસનો થાય છે. શહેરનો 115મો બ્રિજ પાલ-ઉમરા બ્રિજ (Bridge) છે. આ બ્રિજ બનતા હવે શહેરના તમામ ઝોન બીઆરટીએસના રૂટથી કનેક્ટ થઇ ગયા છે. સુરત મહાનગરપાલિકાના તમામ ઝોનમાં બીઆરટીએસ રૂટ જોડાઈ તેઓ આ કડીરૂપ બ્રિજ છે.

બૂલેટ ટ્રેન માટે 11 રેલવે બ્રિજ નિર્માણને મંજૂરી

સુરત : બૂલેટ ટ્રેન માટે 11 રેલવે બ્રિજ નિર્માણ માટે કોન્ટ્રાકટ મંજૂર કરવામાં આવ્યો હોવાની વિગત જાણવા મળી છે. મુંબઇ 508 કિમી બૂલેટ ટ્રેન પરિયોજનામાં 11માંથી 4 બ્રિજ પ્રેસટ્રેસ કોંક્રીટ અને સાત બ્રિજ સ્ટીલ બ્રિજ બનાવવામાં આવનાર હોવાની વિગત જાણવા મળી છે. નેશનલ હાઇ સ્પીડ રેલવે કોરીડોર દ્વારા એલએન્ડટી તરફથી બોલી પ્રસ્તુત કરવામાં આવી હતી. તેમાં દેશની 3 મોટી કંપનીઓએ કંસોર્ટિયન અંતર્ગત બોલી લગાવી હોવાની વિગત જાણવા મળી છે.

એનએચએસઆરસીએલ અધિકારીઓએ જણાવ્યું કે 11 બ્રિજ એલએન્ડટી દ્વારા પેકેજ સી4 દ્વારા બનાવવામાં આવનાર છે. તેમાં 237 કિમી કોરિડોરને શામેલ છે. આ કોરિડોર જારોલી ગામથી બરોડાની વચ્ચે તૈયાર કરવામાં આવનાર છે. 508 કિમી આ રૂટમાં 4 સૌથી લાંબા રૂટમાં આ યોજના આવે છે. આ ઉપરાંત 237 ક્ની રૂટમાં વાપી, બિલીમોરા, સુરત અને ભરૂચ હાઇ સ્પીડ રેલવે સ્ટેશન બનાવવામાં આવનાર છે. એમજી કોન્ટ્રાક્ટરને 549 કરોડમાં આ બ્રિજ નિર્માણનો કોન્ટ્રાકટ મળ્યો હોવાની વિગત જાણવા મળી છે.

Most Popular

To Top