Gujarat Main

ઈદ-એ-મિલાદના જુલુસમાં એકજ વિસ્તારમાં જુલુસ નિકળવાનું હોય તો 400 વ્યક્તિઓને મંજૂરી

ગાંધીનગર: (Gandhinagar) રાજય સરકાર સમક્ષ કરાયેલી રજૂઆતને પગલે આજે રવિવારે ગૃહ વિભાગ દ્વ્રારા મહત્વનું નોટિફિકેશન બહાર પાડીને તા.19મી ઓકટો.ના રોજ ઈદ-એ-મિલાદના (Eid E Milad) જુલુસને (Julus) મંજૂરી આપવામાં આવી છે. રાજય સરકારે (Government) આ નોટિફેકેશનમાં સુધારો કરીને જણાવ્યું છે કે જો એક જ મહોલ્લા કે શેરીમાં જો જુલુસ નીકળવાનું હોય તો તેમાં 400 વ્યકિત્તઓ હાજરી આપી શકશે . અલબત્ત જો આ જુલુસ એક કરતાં વધુ મહોલ્લામાં કે વિસ્તારમાં ફરવાનું હોય તેમાં 15 વ્યક્તિઓની મર્યાદા લાગુ પડશે.

ગૃહ વિભાગના નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યુ છે કે હાલમાં ધાર્મિક કાર્યક્રમોમાં 400 લોકોની મર્યાદામાં છૂટછાટ આપવામાં આવી છે. એક કરતાં વધુ વિસ્તારમાં ઈદ-એ-મિલાદના તહેવારની (Festival) ઉજવણીમાં જુલુસ નીકળવાનું હોય તો મહત્તમ 15 વ્યકિત્તઓ એકજ વાહનમાં સામેલ થઈ શકશે. ઈદ-એ-મિલાદના જુલુસનું માત્ર દિવસ દરમ્યાન આયોજન કરી શકાશે. ઈદ-એ-મિલાદનું જુલુસ જે વિસ્તારનું હોય તે વિસ્તારમાં જ ફરી શકશે , એટલું જ નહીં શકય હોય તેટલા ઓછા સમયમાં પૂરૂ કરવાનું રહેશે. આ ઉપરાંત ઈદ-એ-મિલાદના જુલુસ દરમ્યાન કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે.

મંગળવાર તા 19/10/2021 ના રોજ હજરત મોહમ્મદ પેયગમ્બર સાહેબ ના જન્મદિવસ નિમિત્તે જશને ઈદે મિલાદુન્નબી ના તહેવાર ના દિવસે ઉજવણી ને લઈ સુરતના એડિશનલ પોલીસ કમિશનર પી.એલ.મલના અધ્યક્ષસ્થાને વરીયાવી બજાર મરજાનશામી હોલ ખાતે મિટિંગ મળી હતી. જેમાં DCP ભાવના પટેલ તેમજ અન્ય અધિકારીઓ ઉપરાંત સિરતુન્નબી કમીટી ઈદે મિલાદુન્નબી કમીટી ના હોદ્દેદારો જુલુસના આયોજકો હાજર રહયા હતા. સિરતુન્નબી કમીટીના ઉપપ્રમુખ અસદ કલ્યાણીએ કોવીડ ગાઈડલાઈન મુજબ સોશ્યલ ડિસ્ટન્સ સાથે જુલુસમાં ભાગ લેવા અપીલ કરી હતી. ગાઈડલાઈન મુજબ જુલુસની પરવાનગી આપવા બદલ સુરત પોલીસ કમિશનર અજય તોમર, સુરત પોલીસ અને ગુજરાત સરકારનો અસદ કલ્યાણીએ આભાર માન્યો હતો.

ઇદે-મિલાદના તહેવારને લઈ પોલીસે પણ બંદોબસ્તની તૈયારી કરી દીધી છે. અમદાવાદમાં 19મીના રોજ શહેરભરમાં 13 ડીસીપી, 24 એસીપી, 70 પીઆઇ, 225 પીએસઆઇ, 6000 પોલીસકર્મી, એસઆરપી ની 2 થી વધુ કંપની, હોમગાર્ડ, પીસીઆર ગાડી, કયુ.આર.ટી વાહનોની ટીમ તૈનાત રાખવામાં આવશે. હાલ આગેવાનો દ્વારા વહેલી સવારથી આ ધાર્મિક તહેવાર ઉજવણી કરી બને એમ ઝડપથી તમામ ગાઈડલાઈન સાથે પૂર્ણ કરવાની અધિકારીઓને ખાતરી આપી છે.

Most Popular

To Top