સ્ત્રીજાગૃતિના આવાં ઉદાહરણ જરૂરી છે

શકિત ઉપાસનાનું પર્વ એટલે નવરાત્રિ. શાસ્ત્રોમાં નારીની મહત્તા હોવા છતાં સ્ત્રી સશકિતકરણની ઝુંબેશ અને ‘બેટી બચાવ – બેટી પઢાવ’ અભિયાન ચલાવવા છતાં સમાજમાં નાની – બાળકી ઉપર બળાત્કાર અને સ્ત્રી હિંસાના બનાવો બનતા જ રહે છે. હાલમાં બનેલા બે પ્રસંગો નારી સશકિતકરણ માટે પ્રેરણાદાયક કહી શકાય. ભોપાલમાં એક પાણી પુરીની લારી ચલાવનાર અંચકા ગુપ્તા નામની વ્યકિતને ત્યાં ૧૭ ઓગસ્ટે પુત્રી જન્મ થયો. એની ખુશીમાં પોતાની પાણીપુરીની દુકાન પાસે ૧૦ સ્ટોર લગાવી એક દિવસમાં ૫૦ હજાર પાણીપુરી બધાને મફતમાં ખવડાવી અનોખી રીતે પુત્રી જન્મની ઉજવણી કરી. 

ઉત્તરાખંડના નાના પહાડી ગામ બદાલુની બેટી નીકિતચાંદ તાજેતરમાં દુબઇમાં યોજાયેલી એશિયન જુનિયર બોકિસંગ ચેમ્પિયનશીપ સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીતી ત્યારે ગ્રામજનોએ તેનું ઉમળકાભેર સ્વાગત કર્યું. એમાંથી પ્રેરણા લઇ ગામની બીજી કન્યાઓ  પણ આગળ વધે માટે ગામસભાએ નકકી કર્યું કે દરેક ઘરના પ્રવેશદ્વાર પર સૌથી નાની દીકરીના નામની તકતી લગાડવી. અને દીકરી ‘મોઘેરી થાપણ’ ગણાવા લાગી. જો આવી જાગૃતિ સમાજમાં આવશે તો જરૂર સ્ત્રી સશકિતકરણનું અભિયાન સફળ થશે.
સુરત     – પ્રભા પરમાર- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Related Posts