Comments

પંજાબમાં સફળતા: પ્રિયંકા-રાહુલ માટે હવે શું?

રાજકીય પરિવર્તનની આ મોસમ છે. પંજાબ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખપદે નવજોતસિંહ સિધ્ધુની નિમણૂક સાથે રાહુલ ગાંધી અને તેની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રાએ સ્પષ્ટ સંદેશ પાઠવી દીધો છે. (૧) તેઓ તેમને સાચી લાગે તે રીતે જુદા જુદા કોંગ્રેસને લઇ જવા માટે કૃતનિશ્ચયી છે. કેપ્ટન અમરિંદર સિંહ જેવા જૂના જોગીઓ ગમે તેટલા શકિતશાળી હોય, રાહુલ અને પ્રિયંકા તેમના દબાણ હેઠળ આવવાના નથી. (૨) રાહુલ પોતે ફરી કોંગ્રેસ પ્રમુખ બનવા માટે તૈયાર નથી પણ તે પોતાની માતા તરફ ઢળેલી ન હોય પણ પોતાની સાથે જોડાયેલી હોય તેવી જ નેતાગીરી કેળવવા માંગે છે. અત્યારે કોંગ્રેસ પ્રમુખપદે સોનિયા ગાંધી છે. પંજાબના મામલામાં રાહુલ અને પ્રિયંકાને લાગ્યું કે કેપ્ટન અમરિંદર પોતાની રીતે વધુ લોકપ્રિય છે. તે ટોળાંને ભેગાં કરી શકે છે. તેથી સિધ્ધુ પોષણ આપવા માટે આદર્શ ઉમેદવાર છે. કેપ્ટન સિંહને લાગ્યું કે સોનિયા ગાંધી તેમનાં સૂચનો સ્વીકારી લેશે કારણ કે સોનિયા તેમની ટેકેદાર છે. પણ રાહુલ અને પ્રિયંકાએ આખો તખ્તો જ બદલી નાંખ્યો.

રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાને લાગ્યું કે કોંગ્રેસ અત્યારે કપરા કાળમાંથી પસાર થતી હોઇ શકે, પણ જુદાં જુદાં રાજયોમાં યુવા નેતાગીરીને આગળ લાવવા માટે આ યોગ્ય સમય છે. અલબત્ત, પંજાબ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખપદે સિધ્ધુની વરણી કરાવવામાં પ્રિયંકાએ કામગીરી કરી હોઇ શકે, પણ પંજાબમાં હજી રાજકીય પડકાર ખતમ થયા નથી.ઉત્તર પ્રદેશની સાથે પંજાબમાં પણ આવતા ફેબ્રુઆરી માર્ચમાં ચૂંટણી થવાની છે.

કેપ્ટન અમરિંદર સિંહ અને નવજોતસિંહ સિધ્ધુ વચ્ચે પરાણે થયેલી સંધિ લાંબી નહીં પણ ટકે. સિધ્ધુને કોંગ્રેસ પ્રમુખપદે મૂકવા માટે પોતાનો વિરોધ ટેકેદારોના ટવીટ દ્વારા વ્યકત કર્યા પછી કેપ્ટન અમરિન્દર સિંહે વ્યૂહાત્મક પીછેહઠ કરી હતી. તેમને ખબર પડી ગઇ કે પંજાબના ૭૭ ધારાસભ્યોમાંથી બહુમતી સભ્યો સિધ્ધુની નિમણૂકને ટેકો આપે છે અને શાસન વિરોધી પરિબળો તેની સામે કામ કરી રહ્યાં છે.

સિધ્ધુની પંજાબમાં સફળતા ગાંધી ભાઇ-બહેન માટે પણ કસોટી સમાન ગણાય અને મામલો ધાર્યા જેટલો સરળ નહીં પણ હોય કારણ કે કોંગ્રેસના જે ધારાસભ્યોએ તેમને ટેકો આપ્યો છે તે ટેકો કાયમી સ્વરૂપે ધારી નહીં લેવાય અને તેને સામી ચૂંટણીની ઘટના ગણાવી શકાય કારણ કે અત્યારે કાર્યરત દરેક ધારાસભ્યને ફરી ધારાસભામાં જવા માટે ઉમેદવાર તરીકે પસંદગી પામવી છે. આ સંજોગોમાં પ્રિયંકા માટે પંજાબમાં વધુ પડકારો આવે પણ ખરા, કારણ કે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ છેલ્લા ત્રણ દાયકાથી સત્તા પર નથી અને તેને ત્યાં કપરી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. ઉત્તર પ્રદેશ સૌથી મોટું હિંદીભાષી રાજય છે અને ત્યાં કોંગ્રેસ પક્ષને બેઠો કરવાના પ્રયત્ન પ્રિયંકાએ રાજયના પ્રભારી તરીકે કર્યા હતા પણ કંઇ વળ્યું નહીં.

પ્રિયંકાને ઉત્તર પ્રદેશમાં પોતાને સ્થાપિત કરવાની તક મળી હતી પણ તેણે રાજયમાં પક્ષ ચલાવવાનું પસંદ કર્યું અને સોશ્યલ મીડિયા ટવીટર મારફતે દિલ્હીથી પોતાની રાજકીય કાર્યસૂચિ અમલમાં મૂકી. તેઓ હજી એ ભ્રમ ધરાવે છે કે સ્થળ પર કંઇ પણ કામ કર્યા વગર નેહરુ-ગાંધી પરિવાર પક્ષને મત અપાવી શકશે પણ ઘણા માને છે કે આવતા ફેબ્રુઆરી-માર્ચમાં ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની જે ચૂંટણી જશે તેમાં પક્ષની સ્થિતિ અગાઉ કરતાં ખરાબ થશે. ઉત્તર પ્રદેશના અમેઠીમાં ૨૦૧૯ માં ખુદ રાહુલ ગાંધીનો પરાજય થયો હતો. અમેઠી અને રાયબરેલીની સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં કોંગ્રેસનો પરાજય થયો હતો.

ઉત્તર પ્રદેશની ત્રણ મુલાકાત પછી પ્રિયંકાને ખબર પડી લાગે છે કે ઉત્તર પ્રદેશની ચૂંટણી એકલે હાથે લડવાનું સલાહભર્યું નથી તેથી જ તેમણે ચૂંટણી પૂર્વે ઉત્તર પ્રદેશમાં જોડાણ કરવાની વાત કરી પણ સવાલ એ છે કે કોંગ્રેસ સાથે કયો પક્ષ જોડાણ કરશે?સમાજવાદી પક્ષ અને બહુજન સમાજ પક્ષે કોંગ્રેસ સાથે કોઇ પણ ચૂંટણી જોડાણ કરવાનો ઇન્કાર કર્યો છે. હકીકતમાં ૨૦૧૭ ની છેલ્લી ચૂંટણી પછી સમાજવાદી પક્ષના નેતા અખિલેશ યાદવ અને માયાવતી બંનેને અલગ અલગ રીતે લાગ્યું કે કોંગ્રેસ સાથેનું તેમનું ભવ્ય જોડાણ તેમને ફળ્યું નથી. આ વખતે રાષ્ટ્રીય લોકદળે સમાજવાદી પક્ષ સાથે હાથ મિલાવ્યા છે. કેટલાક નાના પક્ષો ભારતીય જનતા પક્ષ સાથે જોડાયા છે.

આમાં કોંગ્રેસ કયાં છે? પ્રિયંકા ગાંધી વાડ્રા પોતાને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીના ઉમેદવાર તરીકે રજૂ કરશે? કેટલાક કોંગ્રેસી નેતાઓને લાગે છે કે ઉત્તર પ્રદેશમાં તક ઓછી હોવાથી પ્રિયંકા ત્યાં પૂરી રીતે નહીં પણ સંકળાય. પણ વાત એવી પણ સંભળાય છે કે પ્રિયંકા ઉત્તર પ્રદેશનો હવાલો છોડી દે તેની રાહુલે તરફેણ નથી કરી. આ સંજોગોમાં પંજાબમાં જે કંઇ ફેરફાર થયા છે તેનાથી ભાઇ-બહેનનું વર્ચસ્વ વધશે. હકીકતમાં નવજોત સિધ્ધુને પંજાબ કોંગ્રેસના પ્રમુખ બનાવવા માટે પ્રિયંકાએ પ્રયાસો કર્યા હતા.

કોંગ્રેસ એક હશે તો જ પંજાબમાં ફરી સત્તા પર આવશે. અત્યારે જે સંઘર્ષ અને ઘમસાણ ચાલે છે તે ટિકીટની વહેંચણી સુધી ચાલશે અને પ્રિયંકા કઇ રીતે મામલો હાથ ધરે છે તેના પર બધો મદાર છે. પંજાબમાં કોંગ્રેસ સત્તા પર આવશે તો પ્રિયંકા તેનો યશ લઇ શકશે. પણ પંજાબના પ્રયોગનું રાજસ્થાનમાં પુનરાવર્તન નહીં કરી શકાય. ત્યાં મુખ્ય પ્રધાન અશોક ગેહલોત હજી સચીન પાઇલોટ અને તેના જૂથ સાથે લડાઇ કરતા હોઇ શકે પણ રાજસ્થાનના મુખ્યમંત્રીપદે રાહુલ અને પ્રિયંકાને વિશ્વાસ છે પણ તરવરિયો અજંપ યુવાન સચીન પાઇલોટ ગાંધી ભાઇ-બહેનની સત્તા સામે મોટો પડકાર બની રહેતો દેખાય છે. તેથી સિધ્ધુને અપાયો તેવો ટેકો તેને મળશે કે કેમ તે શંકા છે. – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top