Dakshin Gujarat

સુબીરનાં ગામોમાંથી મજૂરી કામ કરી ઘરે પરત ફરી રહેલા 17 મજૂર ભરેલો પીક અપ ટેમ્પો ઝાડ સાથે અથડાયો

સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લાનાં (Dang District) સુબીર તાલુકાનાં ગામોમાંથી (Village) મજૂરી કામ કરી ઘરે પરત ફરી રહેલા 17 મજૂર ભરેલો પીક અપ ટેમ્પો ઝાડ(Tree) સાથે અથડાયો હતો. જેમાં 17 મજૂરોને નાની મોટી ઇજાઓ પહોચી હતી.

  • સુબીરનાં વાંઝીટેમ્બરૂન ફાટક પાસે પીકઅપ ટેમ્પો ઝાડ સાથે અથડાતા 17 મજુર ઘવાયા
  • રાત્રીના સાડા નવેક વાગ્યાના સુમારે મજુરોને પીક-અપ ગાડી નં.GJ-19-X-9334 માં ભરી લાવતા હતા

ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાનાં ઘાણા (લવચાલી)ગામેથી તેમજ બીજા ગામોમાંથી પીક-અપ ગાડીમાં બેસી મહારાષ્ટ્રમાં દરરોજ મજુરી કામ કરવા માટે લોકો જતા હોય છે. ત્યારે સાંજે મજુરીકામ પૂર્ણ કરી પરત ઘરે આવતા મહારાષ્ટ્રમાંથી જે જગ્યાએ મજૂરો ઉતારવામાં આવે છે. તે જગ્યાએથી મજૂર ભરી રાત્રીના સાડા નવેક વાગ્યાના સુમારે મજુરોને પીક-અપ ગાડી નં.GJ-19-X-9334 માં ભરી લાવતા હતા. ત્યારબાદ મોગરા ગામના મજુરોને ગામ આવતા ઉતારી દેવાયા હતા.

અને બીજા પિપલાઇદેવી તથા વંજારઘોડી તથા ઘાણા, કોટબા, ગામના મજુરો ગાડીમા બેસેલા હતા અને વંજારઘોડી ગામે મજૂરોને ઉતારવા જતા રસ્તામાં રાત્રીના અગિયારેક વાગ્યાના સુમારે વાંઝીટેમ્બ્રુનફાટક પાસે પહોચતા પીક-અપના ચાલકે ગાડી પુરઝડપે હંકારી લાવતા સ્ટિયરીંગ ઉપરનો કાબુ ગુમાવતા રોડની સાઇડ છોડી એક સાગના ઝાડ સાથે અથડાવી દીધી હતી. ત્યારે અહી પીક-અપ ગાડીમા બેસેલા 17 મજૂરો પૈકી અમુક નીચે ફેકાઇ જતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. અહી 17 મજૂરોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. આ અંગેનો આહવા પોલીસ મથકે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વલસાડના દરિયામાં ખલાસી બોટમાંથી પડી જતા ગુમ થયો
વલસાડ : વલસાડ નજીક કકવાડી ગામની એક બોટ દરિયામાં મચ્છીમારી કરવા ગઇ હતી. જ્યાં આ બોટમાંથી મધ્યરાત્રીએ એક ગણદેવીના રહીશ એવો ખલાસી નીચે પડી ગયો હતો. જેની શોધખોળ કરતાં તેનો પત્તો નહીં લાગતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ કકવાડી ગામના ભાવનાબેન બળવંત ટંડેલની દશામા નામની ફિશિંગ બોટ (નં.IND MH MM 465) 12 ખલાસીને લઇ ગત 12મી ઓગષ્ટના રોજ દરિયામાં મચ્છીમારી માટે ગઇ હતી. ત્યારબાદ ગત 14મી ઓગષ્ટની મધ્યરાત્રે 2 વાગ્યાના સમયે દરિયામાં કોઇ પડ્યું એવો અવાજ આવ્યો હતો. ત્યારે અન્ય ખલાસીએ દરિયામાં જોતાં કોઇ દેખાયું ન હતુ. જોકે, બોટમાં ખલાસીઓને જોતાં ગણદેવીનો રહેવાસી વિજય ધીરુ પટેલ (ઉ.વ.41) ગાયબ હતો. જેના કારણે તે નીચે પડી ગયો હોવાનું જણાયું હતુ. ત્યારબાદ તેનો પત્તો નહીં લાગતાં આ બનાવ સંદર્ભે બોટના માલિક ભાવનાબેને ડુંગરી પોલીસ મથકે ફરિયાદ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top