Dakshin Gujarat

ભરૂચ ભાજપના મહિલા આગેવાનના વડોદરાના યુવક સાથેના ફોટા વાયરલ થવા મામલે થયો મોટો ઘટસ્ફોટ

ભરૂચ: (Bharuch) થોડા સમય પહેલા ભરૂચ ભાજપના (BJP) ટોચના મહિલા (Lady) આગેવાનના વડોદરાના યુવક સાથે પ્રેમસંબંધ હોવાના પ્રેમાલાપના ફોટા સોશિયલ મીડિયા (Social Media) ઉપર વાયરલ થયા બાદ સમગ્ર મામલો રાજકીય રંગે રંગાયો હતો. જો કે પ્રેમિકા સાથેના પ્રેમાલાપના ફોટા વાયરલ કરનાર સામે કાર્યવાહી કરવા માટે પ્રેમિકાએ સાઇબર ક્રાઇમમાં અરજી કરતાં તપાસ દરમિયાન પ્રેમીએ જ પ્રેમિકાના ડ્રાઇવરના (Driver) નામે સોશિયલ મીડિયા ઉપર એકાઉન્ટ બનાવી ફોટા વાયરલ કર્યો હોવાના ભાંડો ફૂટતા સાયબર ક્રાઇમ (Cyber Crime) પોલીસે પ્રેમી (Lover) આરોપીની ધરપકડ કરી છે.

  • ભરૂચ ભાજપનાં મહિલા આગેવાનના પ્રેમીએ જ સોશિયલ મીડિયા પર ફોટા વાયરલ કર્યા હતા!
  • વાયરલ થયા બાદ સમગ્ર મામલો રાજકીય રંગે રંગાયો હતો
  • ખાસ્સો રાજકીય વિવાદ ચગાવનાર પ્રકરણનો સાયબર ક્રાઈમ પોલીસે છેવટે ભાંડો ફોડી નાંખ્યો
  • બે સંતાનની માતા મહિલા આગેવાને પ્રેમસંબંધ બાંધ્યો ને તપાસ માટે પોલીસ ફરિયાદ પણ કરી હતી
  • પ્રેમીએ પોતાના ડ્રાઈવરના નામે સોશિયલ મીડિયા પર એકાઉન્ટ બનાવી ફોટા અપલોડ કર્યાનું ખૂલ્યું

ત્રણ માસ અગાઉ ભરૂચ ભાજપમાં ઉચ્ચ હોદ્દો ધરાવતા મહિલા આગેવાનના, વડોદરાના યુવક સાથે પ્રેમાલાપના ફોટા વાયરલ થયા હતા. પ્રેમી પંખીડાઓ વચ્ચે વિવાદ થતા સમગ્ર મામલો સોશિયલ મીડિયા ઉપર ચર્ચાનું કેન્દ્ર બન્યા બાદ મીડિયાની ચગડોળે ચડ્યો હતો. પ્રેમિકાએ પણ પ્રેમી સાથેના ફોટા કોણે વાયરલ કર્યા તેની તપાસ કરાવવા સાયબર ક્રાઇમમાં અરજી આપી હતી.

અરજીના કામે પ્રેમી ચિંતન પ્રભુદાસ પટેલને બોલાવી તેની પૂછપરછ કરવામાં આવી હતી અને તેનો મોબાઇલ કબજે કરવામાં આવ્યો હતો. પરંતુ ફોટા તેના મોબાઈલમાંથી વાયરલ નથી થયા તેવું રટણ કરતા તેને છોડી મૂકવામાં આવ્યો હતો અને સાયબર ક્રાઇમ સમગ્ર પ્રકરણમાં ઝીણવટભરી તપાસ કરી રહી હતી.

ચિંતન પ્રભુદાસ પટેલનો મોબાઇલ એફએસએલમાં તપાસ અર્થે મોકલ્યો હતો. દરમિયાન ચિંતન પટેલ પ્રેમિકાના પ્રેમીએ જ પ્રેમીના ડ્રાઇવરના નામે સોશિયલ મીડિયા ઉપર આઈડી બનાવી ફોટા અપલોડ કરી વાયરલ કર્યા હોવાનો ભાંડો ફૂટતા સાયબર ક્રાઇમ પોલીસે વડોદરાના સોશિયલ મીડિયા પર કહેવાતા રાજકીય અગ્રણી ચિંતન પ્રભુદાસ પટેલની ધરપકડ કરી હતી. તેની સામે ફોટા એડિટ કરી વાયરલ કરવા તેમજ વિવિધ કલમ હેઠળ ગુનો નોંધીને તેની સામે કાર્યવાહી હાથ ધરી હતી.

Most Popular

To Top