Dakshin Gujarat

‘બહેનના લગ્ન થાય પછી, આપણે લગ્ન કરીશું, અત્યારે તું અબોર્શન કરાવી લે’- નવસારીનો કિસ્સો

નવસારી: (Navsari) લગ્ન વગર શારિરીક સબંધ રાખવાં અને પાછળથી પસ્તાવાનો વારો આવે ત્યારે ઘણું મોડું થાય છે. યુવતીઓ માટે લાલબત્તી સમાન એક આવો કિસ્સો છે જે મુજબ નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના એક ગામમાંથી (Village) યુવતીએ 181 મહિલા હેલ્પલાઇનનો (Help Line) સંપર્ક કરી મદદ માંગી હતી.

  • ‘બહેનના લગ્ન થાય પછી, આપણે લગ્ન કરીશું, અત્યાર તું અબોર્શન કરાવી લે’
  • શારિરીક સબંધ બાંધી યુવતીને તરછોડી દેતા 181 અભયમ ટીમ યુવતીની વ્હારે આવી
  • અભયમ ટીમે ચર્ચા કરી સમજાવતા યુવકે જલાલપોર તાલુકાની યુવતીને પત્ની તરીકે સ્વીકારવી
  • લગ્ન વગર શારિરીક સબંધ રાખતી યુવતીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો

181 અભયમ ટીમને મળતી માહિતી મુજબ યુવતી, એક યુવકના પરિચયમાં આવી હતી. યુવતીને યુવક તરફથી લગ્નની ખાત્રી મળતા બંનેએ શારિરીક સબંધ બાંધ્યા હતા. જેથી યુવતીને પાંચ માસનો ગર્ભ રહી ગયો હતો. આ બાબતની જાણ યુવકને થતા તેણે યુવતીને જણાવ્યું હતું કે, તેની બહેનના લગ્ન થાય પછી આપણે લગ્ન કરીશું, હાલમાં તું ઓર્બોશન કરાવી લે. પરતું આ પ્રયાસ પણ નિષ્ફળ નિવડતા યુવતી મુશ્કેલીમાં મુકાઇ ગઇ હતી. હવે પરિવાર અને સમાજને શું જવાબ આપશે. જેથી યુવતીને આખરી ઉપાય તરીકે 181 મહિલા હેલ્પલાઇનને મદદ કરવા વિનંતી કરી હતી.

અભયમ નવસારી ટીમ દ્વારા યુવકને જણાવ્યું કે, લગ્નની લાલચ આપી શારિરીક સબંધ રાખવાં અને જવાબદારોમાંથી છટકી જવુ એ કાયદાકીય અને સામાજિક અપરાધ છે જેની સજા થઇ શકે છે. અભયમ ટીમે વડીલો અને ગામના સરપંચને સાથે રાખી વિગતે ચર્ચા કરતા યુવકે યુવતીને પત્ની તરીકે સ્વીકારવા સંમતિ આપી હતી. જેઓ બંને અલગથી મકાન ભાડે રાખી રહેશે. આમ અભયમ દ્વારા યુવક પાસે લેખિત જવાબદારી સ્વીકારી યુવતીને પત્નીનો દરજ્જો આપવા સંમતિ આપી હતી. યુવક યુવતીને પોતાની સાથે રહેવા લઇ જતા યુવતીને ખુબ રાહત થઇ હતી. 181 અભયમ હેલ્પલાઇન ટીમે કરેલી મદદથી યુવતીએ ખૂબ ખૂબ આભાર માન્યો હતો.

Most Popular

To Top