Gujarat

આણંદ કલેક્ટરની ચેમ્બરમાં સ્પાય કેમેરો લગાડવા મામલે કેતકી વ્યાસ સહિત 3ની પૂછપરછ, થયો મોટો ખુલાસો

આણંદ: (Anand) આણંદ કલેક્ટરની (Collector) ચેમ્બરમાં સ્પાય કેમેરો લગાડવના મામલે એટીએસએ (ATS) મહિલા એડિશનલ કલેક્ટર કેતકી વ્યાસ સહિત 3ની પૂછપરછ બાદ તેઓને એસપી ઓફિસે લઈ જવાયા હતા. ગુજરાત એટીએસ ફરિયાદી બનતાં આણંદ કલેક્ટર ડી.એસ.ગઢવીના સસ્પેન્શન મામલે તપાસનો ધમધમાટ શરુ થયો હતો. CMOમાંથી દરેકનો રિવ્યૂ કર્યા બાદ ડી.એસ.ગઢવી અને GAS કેતકી વ્યાસના તમામ સ્ટાફને છૂટો કરી દેવામાં આવ્યો હતો. હવે આ મામલે કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા છે.

આણંદ કલેક્ટરની કામલીલાના કેસમાં કલેક્ટર ઓફિસના 3 અધિકારીઓની ATSએ પૂછપરછ હાથ ધરી હતી જેમાં અનેક ખુલાસા થયા છે. મહિલા ADM કેતકી વ્યાસ, નાયબ મામતદાર જે.ડી પટેલ સહિત ત્રણ લોકોની પૂછપરછ હાથ ધરાઇ હતી. પૂછપરછમાં કલેક્ટરને ફસાવવા માટે ચોંકાવનારી હકિકત બહાર આવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. અગાઉ પણ બે યુવતીઓને ચેમ્બરમાં મોકલવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. કેમેરા લગાવ્યા બાદ કલેક્ટર તેમની ઓફિસમાં અશ્લિલ હરકત કરતાં કેમેરામાં કેદ થયા હતા. બીજી તરફ એટીએસની પૂછપરછમાં કેતકી વ્યાસ સહિત ત્રણેયે ગુનો કબૂલ્યો છે.

જણાવી દઈએ કે આણંદના કલેક્ટરની ગેરહાજરીમાં તેમની ઓફિસમાં સ્પાય કેમેરા લગાવ્યા હતા. જાન્યુઆરીમાં કલેક્ટર સ્પાય કેમેરામાં અશ્લીલ હરકતો કરતા ઝડપાયા હતા. સમગ્ર ઘટનામાં કલેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતો. આ મામલામાં સ્પાય કેમેરો લગાડવાના મામલે ગુજરાત એટીએસ ફરિયાદી બન્યું છે અને પૂછપરછ શરૂ કરી છે.

આ મામલે અન્ય એક ચર્ચા પણ ચાલી રહી છે. જેમાં ડી.એસ.ગઢવી અને અધિક નિવાસી કલેક્ટર કેતકી વ્યાસ વચ્ચે વહીવટી કાર્યવિસ્તારને લઈને વિવાદ ચાલતો હતો. વિવાદને લઈને નજર રાખવા સ્પાય કેમેરા લગાવ્યાની ચર્ચા છે. સમગ્ર મામલો મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચ્યો હતો. મુખ્યમંત્રી કક્ષાએથી ઓર્ડર થયા બાદ એક તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટીમાં તમામ મહિલા અધિકારીઓને સમાવવામાં આવ્યાં હતા.

Most Popular

To Top