Madhya Gujarat

કડાણાની પ્રા.શાળામાં જીવના જોખમે ભણતર

મલેકપુર: કડાણા તાલુકાની બુચાવાડા ગામની બનેલી પ્રાથમિક શાળા જર્જરીત બનતા 207થી વધુ બાળકો અને સાત શિક્ષકોના જીવ જોખમમાં મુકાયા છે. શાળાના ચાર ઓરડાની છત તુટુ તુટુ થઇ રહી છે. બાળકોને તેમાં બીસીને ભણતા ચોમાસાની સિજમાં છતો પડવાથી હાલમાં ચાર ઓરડા જજરીત હાલતમાં છે અને ચાર ઓરડા કાર્યરત છે. એકથી આઠ ધોરણ આવેલા છે. આ અંગે અધિકારીઓ સમક્ષ અવાર નવાર રજૂઆતો કરવા છતાં આ ઓરડા રીપેરીંગ માટેની કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હોવાનું જાણવા મળી છે.

કડાણાના બુચાવાડા ગામની પ્રાથમિક શાળા આશરે 20 થી 25 વર્ષ પહેલાની છે. જેને કારણે આ શાળાના ઓરડા હવે જર્જરીત બન્યા છે. આ શાળામાં સાત શિક્ષકો છે અને 207 બાળકો અભ્યાસ કરે છે. શાળાના ઓરડાઓ પૈકી ચાર ઓરડા તો સાવ જ ખલાસ થઇ ચૂક્યા છે. આ ઓરડા પર સિમેન્ટના જૂના પતરા હોવાથી તેના પર જ્યારે વાંદરા કૂદકા મારે ત્યારે સિમેન્ટના પતરા પાપડની જેમ ખરે છે. વળી આ ઓરડાના ફ્લોરીંગ પણ ઉખડી ગયા છે. શિયાળા કે ઉનાળામાં બાળકને બહાર બેસીને ભણાવી શકાય, પરંતુ ચોમાસાની ઋતુમાં બાળકોને ક્યાં ભણાવવા? વરસાદ પડે ત્યારે બાળકો અને શિક્ષકોને આ બિસ્માર ઓરડામાં છત્રી લઇને ભણવા બેસવું પડે છે.હાલ ઉનાળાની અસહ્ય ગરમી પડી રહી છે. પરંતુ ઓરડાની છત ગમે ત્યારે તૂટી પડે એવી હોવાથી બાળકોની તડકામાં ભણાવવા પડે છે. આગામી ચોમાસાની ઋતુ પહેલા આ ઓરડાઓ અને શાળામાં રીપેરીંગ કામ કરવામાં આવે તેવી લોકમાંગ પ્રબળ બની છે

આ અંગે એસએમસી કમીટી અને ગ્રામજનો દ્વારા જણાવ્યું છે કે, અમારી ગામની શાળામાં જ્યાં સુધી ઓરડા નવા ન બને તો અમે બાળકોને સ્કૂલમાં મોકલશું નહીં. અને સ્કૂલને તાળા બંધી કરવામાં આવશે તેવી ચીમકી પણ આપી છે.
જોકે, શાળાના આચાર્ય કકુબેન માલિવાડએ જણાવ્યું હતું કે, અમારી બુચવાળા પ્રાથમિક શાળામાં ચાર ઓરડા ડિસમેન્ટલ છે. જે મેં તાલુકા અને જિલ્લા સુધી મારી ફાઇલ પહોંચાડી છે. ચાર ઓરડાની અંદર બેસાડીને અભ્યાસ કરાવી રહ્યા છીએ. તેમાં ગીચતા થાય છે અને ગામના એસએમસી અને ગામના લોકો તરફથી મને જણાવ્યું છે કે અમારા બાળકો ગીચતામાં બેસીને અમારા બાળકોનું ભવિષ્ય બગડી રહ્યું છે અને અમે નવા ઓરડા વેલી તકે મજૂર ન થાય તો અમે સ્ફુલની તાળાબંધી કરીશું.

Most Popular

To Top