National

12 પાસ થનાર બાળકોને સરકાર આપશે સ્કૂટી અને બાઇક, આટલા ટકા લાવનારાઓને પણ મળશે સુવિધા

નાનપણમાં જ્યારે આપણે શાળામાં ભણતા હતા ત્યારે અમારા માતા-પિતા આપણને પરીક્ષા સમયે વારંવાર લાલચ આપતા હતા કે સારા નંબર લાવીશ તો તને ગિફ્ટ આપીશું. જો તમે વર્ગમાં ટોપ કરશો તો તમારી મનગમગી વસ્તુ અપાવીશું. હવે સરકારોએ પણ આ પ્રકારે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાનું શરૂ કરી દીધું છે. ઘણી રાજ્ય સરકારો સારા માર્ક્સ સાથે પાસ થનારા વિદ્યાર્થીઓને પુરસ્કાર આપે છે. પરંતુ આસામ સરકારની વાત અલગ છે. આ સરકારે એવી ગિફ્ટ આપવાનું વિચાર્યું છે જે આજના યુવા વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ કહી શકાય. આસામ સરકારે છોકરાઓ અને છોકરીઓ માટે મેરિટ લિસ્ટ બનાવ્યું છે. આ મેરિટ લિસ્ટના આધારે રાજ્ય સરકાર છોકરીઓને સ્કૂટી અને છોકરાઓને બાઇક આપશે.

  • ધોરણ 12મા પાસ થનાર બાળકોને સરકાર સ્કૂટી અને બાઇક આપશે
  • 60 ટકા પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને પણ સુવિધા મળશે
  • સરકાર 35,800 ટુ વ્હીલરનું વિતરણ કરવામાં આવશે
  • 29,748 છોકરીઓ છે, જ્યારે 6,052 છોકરાઓ
  • 60 ટકા કે તેથી વધુ માર્કસ મેળવનાર વિદ્યાર્થીનીઓને સ્કૂટી આપવામાં આવશે
  • છોકરાઓ માટે ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા એટલે કે 12માં કટ-ઓફ માર્ક્સ 75 ટકા છે

આ ટકાવારી લાવનારને બાઇક મળશે
આસામમાં બુધવારે કેબિનેટની બેઠક દરમિયાન રાજ્ય સરકારે આ વર્ષે લેવાયેલી ઉચ્ચતર માધ્યમિક પરીક્ષામાં સારા કટ-ઓફ માર્ક્સ મેળવનારા વિદ્યાર્થીઓને બાઇક અથવા સ્કૂટી આપવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે એક નિવેદનમાં આ વિદ્યાર્થીઓને ગુણવાન ગણાવ્યા છે. સરકારે કહ્યું કે આવા વિદ્યાર્થીઓ ‘વિશેષ શ્રેણી’માં આવે છે.

રાજ્ય સરકારે ટુ વ્હીલર મેળવનારા વિદ્યાર્થીઓ માટે મેરિટ લિસ્ટ તૈયાર કર્યું છે. જે અંતર્ગત આવનારા વિદ્યાર્થીઓને સ્કૂટી અથવા બાઇક આપવામાં આવશે. પરીક્ષામાં 60 ટકા કે તેથી વધુ માર્કસ મેળવનાર વિદ્યાર્થીનીઓને સ્કૂટી આપવામાં આવશે. જ્યારે છોકરાઓ માટે ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા એટલે કે 12માં કટ-ઓફ માર્ક્સ 75 ટકા છે.

35,800 ટુ વ્હીલરનું વિતરણ કરવામાં આવશે
આસામના શિક્ષણ મંત્રી રનોજ પેગુએ કહ્યું કે છોકરાઓ અને છોકરીઓને કુલ 35,800 ટુ-વ્હીલર આપવામાં આવશે. તેમાંથી 29,748 છોકરીઓ છે, જ્યારે 6,052 છોકરાઓ છે. આ માટે રાજ્ય સરકાર રૂ. 258.9 કરોડનો ખર્ચ કરશે. પેગુએ જણાવ્યું હતું કે ટુ-વ્હીલરનું વિતરણ 30 નવેમ્બરથી તબક્કાવાર શરૂ થશે.

પ્રથમ તબક્કામાં કામરૂપ (મેટ્રો) અને અન્ય ત્રણ-ચાર જિલ્લાઓને આવરી લેવામાં આવશે. બાકીના જિલ્લાઓમાં વિદ્યાર્થીઓને ટુ વ્હીલરનું વિતરણ પછીના તબક્કે કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અગાઉ 2020 માં આસામ સરકારે ઉચ્ચ માધ્યમિક પરીક્ષામાં ફર્સ્ટ ડિવિઝન મેળવનાર વિદ્યાર્થીનીઓને જ ટુ વ્હીલર આપ્યા હતા. ત્યારે છોકરાઓએ ટુ-વ્હીલરની પણ માંગણી કરી હતી.

Most Popular

To Top