Dakshin Gujarat

ત્રણ દિવસની રજામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 80 હજાર પ્રવાસીઓએ ઇકો પોઈન્ટની મજા માણી

ભરૂચ: એકતાનગરના સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of unity) શનિ, રવિ અને તા-15મી ઓગસ્ટની રજામાં ગુજરાતનું (Gujarat) નંબર વન ડેસ્ટિનેશન (Destination) બની રહ્યું હતું. માત્ર ત્રણ દિવસમાં 80 હજાર પ્રવાસીઓની (Tourists) મુલાકાત સાથે આ વિશ્વ પ્રસિદ્ધ ટુરિસ્ટ પ્લેસને રૂ.3થી 4 કરોડથી વધુનો વકરો મેળવ્યો છે.

શનિ, રવિ અને 15મી ઓગસ્ટના લિંક હોલી ડેમાં SOU દેશના અન્ય સ્મારકો સાથે સૌથી વધુ કમાણી કરતું પ્રવાસન ધામ બન્યું છે. વિશ્વની વિરાટ પ્રતિમા સ્થળ અને તેના અન્ય 21 આકર્ષણો જોવા તેમજ માણવા 3 દિવસમાં જ 80 હજાર પ્રવાસીઓ ગુજરાત સહિત દેશભરમાંથી અહીં છલકાઈ ઉઠ્યા હતા.

પ્રવાસીઓએ લાંબી લાઈનોમાં ઉભા રહીને પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળ્યું હતું. PM નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેકટ SOU લોકાર્પણને 4 વર્ષ વીતી ગયા છે. SOU એકતા નગરીમાં 3 કરોડ LED લાઈટના ઝગમગાટના આકર્ષણને પણ હજારો પ્રવાસીઓએ મનભરીને માણ્યો હતો. રજાઓમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર દરેક જગ્યાએ વાહનોનો ખડકલા વચ્ચે પાર્કિંગ પણ હાઉસફુલ થઈ ગયા હતા. દરેક જગ્યાએ પ્રવાસીઓની લાઇનો જોવા મળી હતી, તમામ સ્લોટ હાઉસ ફુલ રહ્યા હતા.
કેવડિયા SOU અને તેના વિશ્વકક્ષાના પ્રોજેક્ટોને લઈ રેકોર્ડબ્રેક ટુરિસ્ટ ઉમટી પડતા રૂ.3 થી 4 કરોડથી વધુની કમાણી થઈ હતી. જ્યારે સ્થાનિકોને પણ પ્રવાસીઓ થકી આવક મળી હતી. રાજ્ય અને દેશભરમાંથી SOU પર પ્રવાસીઓના પ્રવાહને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાઉન્ડ ધ કલોક ગોઠવી દેવામાં આવ્યો હતો.

15મી ઓગસ્ટના (15 August) રોજ દેશ ભરમાં 77મા સ્વતંત્રતા પર્વની (Independence Day) ધામધૂમથી ઉજવણી કરાઈ હતી. ત્યારે દેશમાં ‘મેરી માટી, મેરા દેશ’ (Meri Mati, Mera Desh) અને ‘હર ઘર તિરંગા’ (Har Ghar Tiranga) જેવા અનોખા અભિયાનના ભાગરૂપે દેશ આઝાદીના માહોલમાં રંગાઈ જ્યાં જુવો ત્યાં દેશપ્રેમ જોવા મળી રહ્યો હતો. શાળાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, સરકારી કચેરીઓ દ્વારા તિરંગા રેલીઓ અને નારાઓથી વાતવરણ દેશ પ્રેમમાં રંગાયેલું જોવા મળ્યું હતું. ત્યારે 15મી ઓગષ્ટના રોજ સમગ્ર દેશમાં સરકારી, અર્ધ સરકારી, શાળાઓ, નગરસેવા સદનો, પંચાયતો સહિતના સ્થળોએ રાષ્ટ્રધ્વજને આન બાન શાન સાથે ફરકાવવામાં આવ્યો હતો.

Most Popular

To Top