Vadodara

સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં કર્મીઓને પાર્કિંગમાં ફાંફા

કેવડિયા કોલોની: કેવડિયા ખાતેના  સ્ટેચ્યુ ઓફ યુનિટી માં પાર્કિંગની સમસ્યા સ્થાનિક કર્મચારીઓ ને પણ નડી રહી છે અને આવનારા પ્રવાસીઓને પણ પાર્કિંગ કરી ચાલતા જવું પડે છે. ગત રોજ  સ્ટેચ્યુ પરિસર માં 200 થી વધુ કર્મચારીઓ ને પાર્કિંગ ના પ્રશ્ને હોબાળો મચાવ્યો અને બહાર નીકળી ગયા જેથી સ્થાનિક આગેવાન  જિલ્લાપંચાયતના ન્યાય સમિતિના ચેરમેન દિનેશભાઇ તડવી દોડીઆવ્યા અને ફ્લાવરઓફ વેલી પર ના પાર્કિંગમાં કર્મચારીઓ ના વાહનો પાર્કિંગ કરાવ્યું અને બસ બોલાવી તમામ કર્મચારીઓને સ્ટેચ્યુ પર  ફરજ માટે મોકલ્યા મામલો થાળે પાડ્યો પરંતુ આ સમશ્યા કાયમી છે એટલે તંત્ર દ્વારા કોઈ કાયમી ઉકેલ લાવવો જરૂરી છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ના મુખ્ય માર્ગ પર  સત્તામંડળની ટ્રાફિક પોલીસ સતત ફરતી રહે છે અને કોઈપણ જાહેર માર્ગ પર વાહન મૂકી તો તરત ડિટેન કરી દે છે. હવે પ્રવાસીઓ ના વાહનો તો ઠીક છે પરંતુ પ્રશ્ન ઉભો થાય છે, સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં કામ કરતા વિવિધ વિભાગોના 200 જેટલા કર્મચારીઓના તેઓ અત્યાર સુધી સ્ટેચ્યુ બહાર માર્ગ પર પાર્ક કરતા હતા કેમકે કર્મચારીઓ માટે અંદર પાર્કિંગની જગ્યા છે પણ માત્ર વીવીઆઇપીઓ માટે છે.

હવે સ્ટેચ્યુ બહાર રોડ પર બાઈકો પાર્કિંગ કરતા હવે ટ્રાફિક વિભાગે હટાવી રહી છે ડિટેન કરી રહી છે. હવા કાઢી રહી છે ત્યારે આજે સવારે કર્મચારીઓએ પાર્કિંગ કરતા ટ્રાફિક વિભાગે હટાવવાનું કહેતા હોબાળો મચ્યો હતો. કર્મચારીઓ પાર્કિંગની માંગ કરતા સ્ટેચ્યુ બહાર આવી ગયા હતા. ઘટનાની જાણ જિલ્લા પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન દોડી આવ્યા. અને ફ્લાવરઓફ વેલી પર ના પાર્કિંગમાં પાર્કિંગ કરાવ્યું હતું.

Most Popular

To Top