Entertainment

RRRને મળ્યું મોટું સન્માન: ન્યૂયોર્કમાં ફિલ્મે ક્રિટિક્સ સર્કલ ખાતે શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ જીત્યો

નવી દિલ્હી: એસએસ રાજામૌલીના (SS Rajamouli) ઐતિહાસિક ડ્રામા ફિલ્મ RRR રિલીઝ થયાને લગભગ દસ મહિના થઈ ગયા છે અને તેમ છતાં આ ફિલ્મની ઉત્તેજના વધુ છે. ફિલ્મ રિલીઝ થયા બાદ દર્શેકો તરફથી તેને કમાલનો પ્રતિસાદ સાંપડ્યો હતો. બોક્સ ઓફિસ (Box Office) પર પણ ફિલ્મે ઘણા રેકોર્ડ્સ તોડ્યા પછી અને ઘણા પુરસ્કારો પણ જીત્યા છે. અને આ સાથે જ એસએસ રાજામૌલી ફરીથી સ્ટેન્ડિંગ ઓવેશનમાં ઊભા રહેવા અને તેમને તાલીઓનું સન્માન મળ્યું છે. કારણ કે તાજેતરમાં જ તેને ન્યૂયોર્ક (New York) ફિલ્મ ક્રિટિક્સ સર્કલ (Critics Circle) એવોર્ડ્સ (Awards) 2022માં શ્રેષ્ઠ નિર્દેશક તરીકે પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

લોકોએ જય હોના નારા લગાવ્યા હતા
ન્યુયોર્કમાં મળેલા એવોર્ડ બાદ વાયરલ થઈ રહેલા એક વિડિયોમાં આપ જોઈ શકશો કે ફિલ્મ નિર્માતા એવોર્ડ મેળવી રહ્યા છે. જ્યારે દર્શકો તેમના માટે જોરથી તાળીઓ વગાડે છે. આ એવોર્ડ સ્વીકાર્યા બાદ રાજામૌલીએ તેમનો આભાર વ્યક્ત કર્યો અને તેમની ફિલ્મ પસંદ કરવા બદલ જ્યુરી અને દર્શકોનો આભાર માન્યો. તેણે કહ્યું, “તમે દક્ષિણ ભારતની એક નાની ફિલ્મ પર ઘણા લોકોનું ધ્યાન ખેંચ્યું છે. તે ખૂબ જ આશ્ચર્યજનક અને આનંદદાયક હતું જેમ કે અમે હમણાં જ જોયું છે. હું ઈચ્છું છું કે મારા દર્શકો તે અનુભવે.” ફિલ્મ નિર્માતાને તેમનો સાથ આપવા બાદલ તેમના પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.

હવે આ ફિલ્મની ઓસ્કાર 2023 પર પણ નજર છે
‘RRR’ની નજર હવે પછી યોજનાર ઓસ્કાર 2023 પર પણ છે. રામ ચરણ અને જુનિયર એનટીઆર સ્ટારર ફિલ્મનું ગીત ‘નાતુ નાતુ’ શ્રેષ્ઠ ગીતની શ્રેણીમાં પસંદ કરવામાં આવ્યું છે. ‘RRR’ ઓસ્કાર માટે ભારતની સત્તાવાર એન્ટ્રીનો ભાગ ન હોવા છતાં તે 14 શ્રેણીઓના અભિયાન હેઠળ અલગથી સબમિટ કરવામાં આવી છે . ‘RRR’ના ઓફિશ્યલ ટ્વિટર પેજ પર શેર કરેલા નિવેદનમાં, નિર્માતાઓએ કહ્યું, “આ રહ્યું… #NaatuNaatu એકેડેમી એવોર્ડ્સ માટે પસંદ થનારું પહેલું ભારતીય ગીત બન્યું છે. અમારી સમગ્ર સફરમાં અમને સાથ આપવા બદલ આભાર.” બધાનો આભાર.”

ફિલ્મ ગોલ્ડન ગ્લોબ નોમિનેશનમાં પણ સિલેક્ટ
ઉપરાંત Jr NTR, રામ ચરણ, આલિયા ભટ્ટ અને અજય દેવગણ અભિનીત RRR ને શ્રેષ્ઠ બિન અંગ્રેજી ભાષાની ફિલ્મ માટે બીજું ગોલ્ડન ગ્લોબ નોમિનેશન મળ્યું છે. વધુમાં શ્રેષ્ઠ ફિલ્મ, શ્રેષ્ઠ વિદેશી ભાષાની ફિલ્મ, શ્રેષ્ઠ દિગ્દર્શક અને શ્રેષ્ઠ વિઝ્યુઅલ ઇફેક્ટ્સની કુલ ચાર જેટલી કેટેગરીના ક્રિટિક્સ ચોઇસ એવોર્ડ માટે ફિલ્મને નોમિનેશન મળ્યા છે.

Most Popular

To Top