National

ઝારખંડમાં જૈન તીર્થધામ વિવાદ મામલે કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય

ઝારખંડ (Zarkhand) : સંમેદ શિખરજી પર્વત (sammed shikharji) વિસ્તારને આંતરરાષ્ટ્રીય મહત્વના પ્રવાસન સ્થળ તરીકે જાહેર કરવા સામે જૈન સમાજ (Jain Community)સતત પ્રદર્શન (Protest) કરી રહ્યો હતો, જે બાદ હવે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું છે કે પર્યટન, ઈકો-ટૂરિઝમ પ્રવૃત્તિઓ પર તાત્કાલિક પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. તેમણે એમ પણ જણાવ્યું કે પારસનાથ વિસ્તારમાં દારૂના વેચાણ, મોટેથી ગાવા અને માંસના વેચાણ પર પ્રતિબંધ લાદવામાં આવી રહ્યો છે. આ નિર્ણય બાદ જૈન સમાજે ખુશી વ્યક્ત કરી સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.

કેન્દ્રીય મંત્રી સાથે જૈન સમાજની બેઠક
વાસ્તવમાં, લાંબા સમયથી જૈન સમાજના લોકો દેશભરમાં આંદોલન ચલાવી રહ્યા હતા, તેમની માંગ ઝારખંડના ગિરિડીહ જિલ્લામાં પારસનાથની પહાડીમાં સ્થિત સમ્મેદ શિખરજીને પ્રવાસન સ્થળ તરીકે જાહેર કરવાના નિર્ણયને પાછો ખેંચવાની હતી. કારણ કે ત્યાં માંસ અને દારૂનું વેચાણ થઈ રહ્યું છે. જેને લઈને જૈન સમાજના તમામ પદાધિકારીઓ પ્રવાસન મંત્રી ભૂપેન્દ્ર યાદવને મળ્યા હતા. જે બાદ તેમણે જૈન સમુદાયને ખાતરી આપી હતી કે તેમની ધાર્મિક લાગણીનું ધ્યાન રાખવામાં આવશે.

કઈ વસ્તુઓ પર પ્રતિબંધ છે?
કેન્દ્રીય મંત્રી દ્વારા આ અંગેનું સમગ્ર મેમોરેન્ડમ સોશિયલ મીડિયા પર પણ પોસ્ટ કરવામાં આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે પારસનાથ પર્વતીય વિસ્તારમાં ડ્રગ્સ અને તમામ નશાકારક પદાર્થોનું વેચાણ, મોટેથી સંગીત વગાડવું, લાઉડસ્પીકરનો ઉપયોગ કરવો, પ્રકૃતિને નુકસાન પહોંચાડવાનું કામ કરવું, પાલતુ પ્રાણીઓ લાવવા, કેમ્પિંગ અને ટ્રેકિંગને મંજૂરી આપવામાં આવશે નહીં. આ તમામ નિયમોનો ચુસ્તપણે અમલ કરવા સૂચના જાહેર કરવામાં આવી છે.

જૈન સમાજે આંદોલન સમાપ્ત કર્યું
પારસનાથ કેસમાં કેન્દ્ર સરકારે એક સમિતિની રચના કરી છે. આ અંગે જણાવાયું છે કે રાજ્ય સરકારે જૈન સમાજના બે સભ્યોને સમિતિમાં સામેલ કરવા જોઈએ. સ્થાનિક આદિવાસી સમુદાયના સભ્યને પણ સામેલ કરો. એવું કહેવામાં આવ્યું છે કે રાજ્યએ 2019ના નોટિફિકેશન પર કાર્યવાહી કરવી જોઈએ. પર્યટન, ઈકો-ટૂરિઝમ પ્રવૃત્તિઓ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ નિર્ણય બાદ જૈન સમાજના આંદોલનનો અંત આવ્યો છે. પાલિતાણા જૈન તીર્થધામના વડાએ જણાવ્યું કે તેઓ આજે ભૂપેન્દ્ર યાદવજીને મળ્યા હતા, ત્યારપછી તમામ સમસ્યાઓનું સમાધાન થઈ ગયું છે. અમારી માંગણી સ્વીકારવામાં આવી છે.

Most Popular

To Top