Madhya Gujarat

સ્પેક એજ્યુકેશન કેમ્પસમાં બોક્સ ક્રિકેટ ટુર્ના. યોજાઇ

       આણંદ: તિરૂપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસમાં શૈક્ષણિક પ્રવૃતિઓની સાથે સાથે રમત- ગમતની પ્રવૃતિઓ કરવામાં આવે છે તેથી રમતગમત  અંતર્ગત બોક્સ ક્રિકેટનું ભવ્યતાથી આયોજન કરવામાં આવ્યું હતું . આ ટુર્નામેન્ટનું આયોજન  તારીખ ૨૬ થી ૨૭ ફેબ્રુઅારી ૨૦૨૧ના રોજ થયું હતું અને તેમાં કેમ્પસ લેવેલે ૩૨ ટીમોએ ભાગ લીધો હતો.

આ ટુર્નામેન્ટને અંતે સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપ્લાઇડ સાયન્સ ચેમ્પિયન થઇ હતી તથા સરદાર પટેલ કોલેજ ઓફ એન્જીનીયરીંગ રનર્સ અપ ટીમને વિજેતા ટ્રોફી તથા મેડલ એનાયત કરવામાં આવ્યા હતા .આ પ્રવૃત્તિ દરમિયાન સરકારી ગાઈડલાઈન મુજબ સામાજિક દુરી , સેનેટાઇઝર તેમજ માસ્કનો યોગ્ય ઉપયોગ કરવામાં આવ્યો હતો. સમગ્ર ટુર્નામેન્ટનું સંચાલન કેમ્પસના શારીરિક શિક્ષણ નિયામક પરેશ યાદવના માર્ગદર્શન હેઠળ થયું હતું તથા સ્પોર્ટ કમિટીએ સફળ બનાવવા માટે કાર્યભાર સંભાળીયો હતો .

આ ઉપરોક્ત પ્રવૃત્તિની સફળતા માટે સંસ્થાના ચેરમેન ગિરીશ પટેલ સેક્રેટરી શિતલ પટેલ તેમજ ટ્રસ્ટીઓ જૈમિન પટેલ સર, ધર્મેશ પટેલ વિકાસ પટેલ બ્રિજેશ પટેલ ભાવિન પટેલ અને વિવિધ વિભાગોના ડાઈરેક્ટરઓ અને આચાર્યઓએ અભિનંદન પાઠવ્યા હતા.

સ્પેક ખાતે વર્ષ દરમિયાન રમત-ગમતનું અનેક વિધ પ્રવૃતિઓ કરવામાં આવતી હોય છે. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાગ લેતા હોય છે. ચાલુ સાલે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેને ખુબ બહોળો પ્રતિસાદ મળ્યો હતો.કુલ 32 ટીમોએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. ખુબજરસપ્રદ રહેલી સેમિફાઇનલ અને ફાઇનલ મેચ બાદ સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપ્લાઇડ સાયન્સ ચેમ્પિયન થઇ હતી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top