SURAT

ચાકુ લઇ બાઈક ઉપર સ્ટંટ કરતા ત્રણ યુવકોની કરાઈ અટકાયત:ઉધના વિસ્તારમાં ઉતાર્યો હતો વિડીયો

સુરત: સોશિઅલ મીડિયા (Social Media ) ઉપર બે દિવસ અગાઉ વાયરલ (Viral)થયેલા વિડીયો (Video)અંતર્ગત ઉધના (Udhna)પોલીસે (Police ) ત્રણ યુવકોની અટકાયત કરી છે.હાથમાં છરા લઇ દહેશત અને આપત્તી ફેલાવતો વિડીયો બનાવનાર યુવકો અમરોલી (Amroli) વિસ્તારના કોસાડ(Kosad) આવાસમાં(Aavas) રહેતા હોવાનું તપાસ દરમ્યાન બાહર આવ્યું છે.ઉધના-પાંડેસરા વિસ્તારના દક્ષેશ્વર મહાદેવ (Dakesheswar Mahadev) મંદિરથી ઉધના ત્રણ રસ્તા નજીક મોડી રાત્રીના અરસામાં વિડીયો મોબાઈલ ફોનમાં ઉતાર્યા બાદ તે તેજીથી વાયરલ થયો હતો,અને તેમની ધરપકડ કરવાની માંગ ઉઠી હતી.

મોડી રાત્રે બનાવાયો હતો વિડીયો
ઉધના પલોસે જે યુવકોની અટકાયત કરી છે તે ત્રણેય યુવકો પૈકી આકાશ ભીમરાડ બાહડે હિસ્ટ્રીસિટરહોવાનું બહાર આવ્યું છે.તે પાસા મુજબ અટકાયત થઇ ચુક્યો છે.જયારે અન્ય બે શુભ ચરણ વિશ્વકર્મા અને અન્ય એક યુવક 15 દિવસ પહેલા તેઓ ઉધના વિસ્તારમાં તેઓના મિત્ર રાજુ વિશ્વકર્માની બર્થડે પાર્ટીના આયોજનમાં ગયા હતા.અને ત્યાંથી પરત ફરતી વેળાએ રાત્રીના 12:30વાગ્યાના અરસામાં આ વિડીયો બનાવવામાં આવ્યો હતો.અને ત્યારબાદ વાયરલ વિડીયો જોઈ સોશિઅલ મીડિયા યુઝર્સે આવા બદમાશોની અટકાયત કરવાની કોમેન પણ કરી હતી.પોલીસ તપાસને અંતે ત્રણેયની અમરોલી-કોસાડ આવાસ માંથી અટકાયત કરી લેવાય છે.ત્રણે વિરુદ્ધ હથિયાર બંધીના ભંગ અને જન માનસ ઉપર ભય અને ઝઘડા પેદા થાય તેવા કૃત્યો કરવાનો ગુનો ઉધના પોલીસે દાખલ કરી અટકાયત કરી હતી.મોજશોખ માટે આ વિડીયો બનાવ્યો હોવાનું તેઓએ કબૂલ કર્યું હતું.જોકે વિડીયોમાં ઘાતક હથિયાર સાફ-સાફ જોઈ શકાય છે.

સસ્તી પ્રસિદ્ધિ માટે યુવકો અપરાધના રવાડે
હાલ ડીઝીટલાઇઝેશન થયેલા યુગમાં સસ્તી પ્રસિદ્ધિ મેળવવાના ચક્કરમાં અનેક યુવકો ગુનો આચરી બેસે છે.આ પ્રકારના વિડીયો અવાર-નવાર વાયરલ થાય છે.કેટલાક ગુનાઓમાં ધરપકડના કિસ્સાઓ પણ સામે આવે છે,જોકે આવા ભય અને ઝગડા ફેલાવતા કૃત્યોથી આજની આ યુવા પેઢી ક્યારેક ગુના ખોરીની દુનિયામાં એન્ટર થઇ જતા હોઈ છે તે તેઓને પણ ખબર નથી પડતી.માત્ર સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે કેટલીક વાર અપરાધને રવાડે ચઢીને યુવકો તેમના ભવિષ્ય સાથે ચેડા કરીને ક્યાંયના નથી રહેતા.ગત અઠવાડિયે પણ સુરતમાં જીપ ઉપર બેસી કેટલાક યુવકોએ આવોજ વિકૃત વિડીયો બનાવી વાયરલ કર્યો હતો જેમની પણ ધરપકડ કરવાની માંગ સોશિઅલ મીડિયાના યુઝર્સ કરી રહ્યા હતા.

સુરતમાં કાયદાની ઐસી તૈસી
શહેરમાં કાયદાની ઐસી તૈસી સમજતા આ પ્રકારના અસામાજિક તત્વો ઉપર લગામ કરવાની માંગો ઉઠી રહી છે. સોશિયલ મીડિયા ઉપર રીલ્સ બનાવવાના ચક્કરમાં અને સસ્તી પ્રસિદ્ધિ મેળવવાની લ્હાયમાં ગંદી માનસિકતા ધરાવતા આ યુવકો ધાક અને દહેશત જમાવવા માટે અવાર-નવાર આવા વિડીયો વાયરલ કરે છે જેને લઇને યુવાઓની માસિકતા ડોહળાઈ જતી હોઈ છે.હવે આવા તત્વોને પોલીસને પાંજરે પુરવાની પણ લોકોમાં માંગણી ઉઠી રહી છે.

Most Popular

To Top