Business

અદાણી ગૃપ ભારતનું બીજું સૌથી મોટું સિમેન્ટ ઉત્પાદક બન્યું

મુંબઇ: અદાણી (Adani) પરિવારે એક સ્પેશ્યલ પરપઝ વેહીકલ એન્ડેવર ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિ. (“BidCo), મારફત અંબુજા (Ambuja) સિમેન્ટ્સ (Cements) લિ. અને એસીસી લિ.નું સંપાદન સફળતાપૂર્વક સંપ્પન કર્યું છે. આ સંપાદનમાં હોલ્સિમના (Holcim) અંબુજા અને એસીસીમાં હિસ્સા સાથે આ બન્ને કંપનીઓમાં સેબીના નિયમનો અનુસાર ઓપન ઓફર સમાયેલી છે.અંબુજા સિમેન્ટ્સ અને એસીસીમાં હોલ્સિમનો હિસ્સો અને ઓપન ઓફરને ગણતરીમાં લેતા તેનું મૂલ્ય યુએસ ડોલર ૬.૫૦ બિલીઅન આંકવામાં આવે છે જે અદાણી દ્વારા કરવામાં આવેલું આ સૌથી વિરાટ હસ્તાંતરણ બની રહેવા સાથે આંતરમાળખા અને સામગ્રીના મેનેજમેન્ટ એન્ડ એક્વિઝીશન (M&A) ક્ષેત્રમાં પણ અત્યાર સુધીનું ભારતનું સૌથી મોટું સંપાદન છે. આ સોદા બાદ અદાણી અંબુજા સિમેન્ટમાં ૬૩.૧૫% હિસ્સો ધારણ કરશે અને એસીસીમાં ૫૬.૬૯ %(જે પૈકી ૫૦.૦૫% અંબુજા સિમેન્ટ મારફત ધરાવે છે.

ભારતમાં વૃદ્ધિ માટે સિમેન્ટને એક ઉત્તેજક વ્યવસાય
અદાણી ગ્રૂપના ચેરમેન શ્રી ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, “ભારતમાં વૃદ્ધિ માટે સિમેન્ટને એક ઉત્તેજક વ્યવસાય બનાવે છે, જે ૨૦૫૦ બાદ અન્ય દરેક દેશોને વટાવી જશે.” સિમેન્ટ એ ઊર્જા ખર્ચ, લોજિસ્ટિક્સ અને ડીસ્ટ્રીબ્યુશન ખર્ચ પર આધારિત અર્થશાસ્ત્ર અને ઉત્પાદનમાં પરિવર્તન લાવવા તેમજ નોંધપાત્ર સપ્લાય ચેઇનમાં કાર્યક્ષમતા હાંસલ કરવા સાથે ડિજિટલ પ્લેટફોર્મનો લાભ લેવાની ક્ષમતાનો ખેલ છે. આ પ્રત્યેક ક્ષમતાઓ અમારા માટે મુખ્ય વ્યવસાય છે અને તેથી અમારા સિમેન્ટ વ્યવસાય સાથે બંધ નહી બેસતી સંલગ્નતાઓનો એક જથ્થો પૂરો પાડે છે. આ એવી સંલગ્નતાઓ છે જે છેવટે સ્પર્ધાત્મક અર્થશાસ્ત્રને આગળ ધપાવે છે. વધુમાં વિશ્વની સૌથી મોટી રિન્યુએબલ્સ એનર્જી કંપનીઓ પૈકીની એક તરીકેનું અમારું સ્થાન સકક્યુલર ઇકોનોમીના સિદ્ધાંતો સાથે પ્રીમિયમ ગુણવત્તાયુક્ત ગ્રીન સિમેન્ટનું ઉત્પાદન સારી રીતે કરવામાં અમોને મદદ કરશે.૨૦૩૦ સુધીમાં સિમેન્ટના સૌથી મોટા અને સૌથી કાર્યક્ષમ ઉત્પાદક બનવાના ટ્રેક પર આ તમામ પરિમાણો અમોને લાવી મૂકે છે.”એમ તેમણે ઉમેર્યું હતું.

અંતરિયાળ ક્ષેત્રો સુધી પથરાયેલી માળખાકીય વિશાળ સપ્લાય ચેઈન
હાલમાં અંબુજા સિમેન્ટ્સ અને એસીસીની સંયુક્ત સ્થાપિત ઉત્પાદન ક્ષમતા વાર્ષિક ૬૭.૫ મેટ્રિક ટન છે. ભારતની સૌથી મજબૂત બ્રાન્ડ્સ પૈકીની આ બંને કંપનીઓના ઉત્પાદન અને અંતરિયાળ ક્ષેત્રો સુધી પથરાયેલી માળખાકીય વિશાળ સપ્લાય ચેઈન છે, તેમના ૧૪ સંકલિત એકમો, ૧૬ ગ્રાઇન્ડીંગ યુનિટ્સ, ૭૯ રેડી-મિક્સ કોંક્રિટ પ્લાન્ટ્સ અને સમગ્ર ભારતમાં ફેલાયેલા ૭૮,૦૦૦ ચેનલ ભાગીદારો દ્વારા તેનું પ્રતિનિધિત્વ કરવામાં આવે છે.વોરંટના પ્રેફરન્શિયલ એલોટમેન્ટ મારફત અંબુજા સિમેન્ટ્સના બોર્ડે અંબુજામાં રુ.૨૦,૦૦૦ કરોડનું રોકાણ મંજૂર કર્યું છે. આ રોકાણ અંબુજાને બજારમાં વૃદ્ધિ મેળવવા માટે સજ્જ કરશે.અદાણી ગ્રૂપના વ્યવસાયના તર્કને અનુરૂપ આ પગલાઓ તમામ હિસ્સેદારો માટે મૂલ્ય સર્જનને નોંધપાત્ર રીતે ગતિ આપશે.

ગવર્નન્સ ફિલોસોફીને અનુરૂપ પુનઃરચના કરવામાં આવી
SDG 6 (સ્વચ્છ પાણી અને સ્વચ્છતા), SDG 7 (પોષણક્ષમ અને સ્વચ્છ ઉર્જા), SDG 11 (સસ્ટેનેબલ સિટીઝ એન્ડ કોમ્યુનિટીઝ) અને SDG 13 (ક્લાઇમેટ એક્શન) પર સ્પષ્ટ ધ્યાન કેન્દ્રિત કરીને યુએન સસ્ટેનેબિલિટી ડેવલપમેન્ટ ગોલ્સ સાથે વ્યવસાયો ગાઢ રીતે સંકળાયેલા રહેશે.અંબુજા સિમેન્ટ્સ અને ACC બંનેની બોર્ડ કમિટીઓની અદાણી પોર્ટફોલિયોની ગવર્નન્સ ફિલોસોફીને અનુરૂપ પુનઃરચના કરવામાં આવી છે. ઓડીટ કમિટી તેમજ નોમિનેશન અને રેમ્યુનરેશન કમિટી હવે ૧૦૦% સ્વતંત્ર ડાયરેકટર્સની બનાવવામાંઆવી છે. વધુમાં કોર્પોરેટ રિસ્પોન્સિબીલિટી કમિટી અને જાહેર ગ્રાહક સમિતિ એમ બે નવી સમિતિઓની રચના કરવામાં આવી છે.

ગ્રાહકોના સંતોષને મહત્તમ કરવા માટે ૧૦૦% સ્વતંત્ર ડાયરેક્ટરર્સનો સમાવેશ
આ બંનેમાં ESG પ્રતિબદ્ધતાઓ પર બોર્ડને ખાતરી આપવા અને ગ્રાહકોના સંતોષને મહત્તમ કરવા માટે ૧૦૦% સ્વતંત્ર ડાયરેક્ટરર્સનો સમાવેશ થાય છે. ઉપરાંત ૫૦% સ્વતંત્ર નિર્દેશકોનો સમાવેશ કરીને જોખમ વ્યવસ્થાપનને મજબૂત કરવા માટે કોમોડિટી પ્રાઇસ કમિટીની રચના કરવામાં આવી છે.૧૪ આંતરરાષ્ટ્રીય બેંકો પાસેથી મેળવેલ યુએસ ડોલર ૪.૫૦ બિલિયનની એકંદર સુવિધાઓ મારફત આ સોદા માટે ધિરાણ આપવામાં આવ્યું હતું. બાર્કલેઝ બેંક પીએલસી, Deutsche બેંક એજી અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકે હસ્તાંતરણ માટે મૂળ મેન્ડેટેડ લીડ એરેન્જર્સ અને બુકરનર તરીકે ભૂમિકા અદા કરી હતી. બાર્કલેઝ બેંક પીએલસી, ડીબીએસ બેંક,Deutsche બેંક AG, MUFG બેંક અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકે આ વ્યવહાર માટે મેન્ડેટેડ લીડ એરેન્જર અને બુકરનર્સ તરીકે કામ કર્યું હતું.

સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકે સ્ટ્રક્ચરીંગ સલાહકાર તરીકે કામ કર્યું
ઉપરાંત BNP પરિબાસ, સિટી બેંક, અમીરાત NBD બેંક, ફર્સ્ટ અબુ ધાબી બેંક, ING બેંક, ઇન્ટેસા સાનપાઓલો S.p.A, મિઝુહો બેંક, સુમિટોમો મિત્સુઇ બેંકિંગ કોર્પોરેશન અને કતાર નેશનલ બેંકે ટ્રાન્ઝેક્શન માટે મેન્ડેટેડ લીડ એરેન્જર્સ તરીકેની ભૂમિકા અદા કરી હતી.બાર્કલેઝ બેંક પીએલસી અને Deutsche બેંક એજીએ BidCo,ના મેનેજમેન્ટ એન્ડ એક્વિઝીશનના સલાહકારો સાથે સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકે સ્ટ્રક્ચરીંગ સલાહકાર તરીકે કામ કર્યું હતું.

Most Popular

To Top