SURAT

વડાપ્રધાન મોદીની જાહેરસભા માટે સુરત મનપા 12 કરોડથી પણ વધુ ખર્ચશે

સુરત : વિધાનસભાની ચુંટણી (Election) પહેલા સુરત (Surat) આવી રહેલા વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદીનો લિંબાયત ખાતે યોજાનારા કાર્યક્રમને સફળ બનાવવા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આગામી 29મી સપ્ટે.ના રોજ લિંબાયત નીલગીરી ગ્રાઉન્ડ ખાતે થનારી વડાપ્રધાન મોદીની જાહેર સભામાં મનપાના 3500 કરોડથી વધુ પ્રોજેક્ટોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે. આ જાહેરસભામાં માત્ર એક જ દિવસના મંડપ, ડેકોરેશન, સાઉન્ડ સિસ્ટમ, લાઈટિંગવિગેરે માટે 11.34 કરોડના ટેન્ડર મંજૂર કરવામાં આવ્યા છે. જયારે 80 હજાર લોકો માટે ફૂડ પેકેટ પ્રતિ ફુડ પેકેટ 70 રૂપિયા લેખે 56 લાખ અને શહેરમાંથી સરકારી યોજનાઓ અને સહાયના લાભાર્થીઓનેસુરતમાંથી જ સુરતમાં લઇ જવા માટે ખાનગી તેમજ એસટી મળી કુલ 70 બસ કરવા અંદાજીત 60 લાખનો ખર્ચ સ્થાયી સમિતિની મીટિંગમાં વધારાના કામ તરીકે લાવી મંજૂરી આપી દેવામાં આવી છે.

અગાઉ મનપા દ્વારા જાહેર સભાના આયોજન માટે મોટા ડોમ સાથેનો મંડપ, ડેકોરેશન, ઈલેક્ટ્રિફિકેશન, સાઉન્ડ સિસ્ટમ, એલ.ઈ.ડી. લાઈટ, એલ.ઈ.ડી. સ્ક્રીન એ.સી, ફોટોગ્રાફી-વિડીયોગ્રાફી વગેરે કામ માટે 9.94 કરોડના ટેન્ડર બહાર પાડ્યા હતા. આવા સામાન્ય કામ માટે પણ અમદાવાદની ગાંધી કોર્પોરેશનનું ટેન્ડર 14.6 ટકા ઉંચુ આવ્યું અને તેને ફટાફટ મંજૂરી પણ આપી દેવાતા હવે આ ટેન્ડરની રકમ વધીને 11.34 કરોડ થઈ ગઈ છે. સભામાં આવનારા અંદાજીત 70થી 80 હજાર લોકો માટે ફૂડ પેકેટ બનાવવા ઘરતી ફુડ પ્રાઇવેટ લી.ને રૂપિયા 70 પ્રતિ પેકેટ ઇજારો આપી દેવાયો છે. સુરત મનપા વડાપ્રધાનની જાહેર સભા માટે કદાચ પહેલી વખત આટલો મોટો ખર્ચ એકલે હાથે કરી રહી છે.

Most Popular

To Top