SURAT

સુરત મનપા કમિશનરની મોટી મોટી ડંફાશો વચ્ચે હવે અડાજણ ગેસ સર્કલ પાસે રસ્તામાં ભૂવો પડ્યો

સુરત (Surat) : શહેરમાં એક સાથે વરસેલા ભારે વરસાદે (Rain) મનપાના તંત્રની પોલ ખોલી નાંખી છે ખાસ કરીને રસ્તાઓ (Road) ધોવાઇ જતા રસ્તાના કામોમાં ચાલતી લોલમલોલ બહાર આવી હતી. એટલું જ નહીં વિપક્ષ આમ આદમી પાર્ટીએ (Aam Aadmi Party) આ મુદ્દે શાસકોને ભીંસમાં લેતા શાસકો બેકફુટ પર આવી ગયા હતા અને પત્રકાર પરિષદ યોજીને ત્રણ દિવસમાં તમામ રસ્તા રીપેર (Repair) કરવા અને જે રસ્તામાં બેદરકારી બહાર આવી છે ત્યાં ઇજારદાર (Contractor) અને જવાદાર અધિકારીઓ સામે કાર્યવાહીની ચિમકી આપી હતી જો કે આ પત્રકાર પરિષદને એક માસ બાદ પણ હજુ ઘણા રસ્તાઓ બિસ્માર છે અને નવા રસ્તા તુટવાનું પણ ચાલુ જ છે. વરસાદના બીજા રાઉન્ડમાં ફરી એક વાર સુરતના રસ્તાનું ધોવાણ શરૂ થયું છે. ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં ભૂવા પડતાં અકસ્માતની (Accident) ભીતિ વ્યક્ત થઈ રહી છે. આ ભૂવો પડ્યાના એક દિવસ બાદ પણ તંત્રએ રિપેરીંગની કામગીરી નહીં કરતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

મંગળવારે સતત ટ્રાફિકથી (Traffic) ધમધમતા અડાજણ સરદાર બ્રિજ (Sardar Bridge) નજીક ગુજરાત ગેસ સર્કલ (Gujarat Gas Circle) પાસે ગઈકાલે સાંજે એક ભૂવો પડી ગયો હતો. રસ્તાની વચ્ચે જ આ ભૂવો પડ્યો છે અને અહીંથી હજારો વાહન પસાર થાય છે તેથી વાહનચાલકોના માથે અકસ્માતનું (Accident) જોખમ તોળાઈ રહ્યું છે. આ સાથે તાજેતરમાં જ સેન્ટ્રલ ઝોનમાં રસ્તા પર પેચ વર્ક કરવામાં આવ્યું હોવા છતાં લોકો પરેશાન છે કારણ કે, રસ્તા પર ખાડા (Pit) પૂરવામાં આવ્યા છે પરંતુ સમતળ ન હોવાથી લોકોની હાલત કફોડી થઈ રહી છે.

આ અગાઉ ઉધના મગદલ્લામાં રોડ પર ભુવો પડ્યો હતો. વરસાદના પહેલા રાઉન્ડમાં ઉઘના મગદલ્લા રોડ પર મસમોટો ભૂવો પડ્યો હતો. ઉધના મગદલ્લા રોડ પર જોગર્સ પાર્ક (Joggers Park) નજીક રસ્તા બેસી જવાની સ્થિતિ જોતા રસ્તો રાહદારીઓ અને વાહનચાલકો માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. પહેલા જ વરસાદે મનપાની પોલ ખુલી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે આ સિવાય પણ શહેરમાં અનેક જગ્યાએ નાના-નાના ભુવા પડવાના અને રસ્તા બેસી ગયા હતા.

Most Popular

To Top