Vadodara

સ્માર્ટ સિટીની સ્માર્ટ ભરમાર

નવાયાર્ડમાં ગંદકી બાબતે કાર્યકરનો અનોખો વિરોધ
વડોદરા : વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં આવેલ આશાપુરી માં છેલ્લા ઘણા સમયથી રોડ રસ્તા ગંદકીની સમસ્યાથી સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. અનેક વખત રજુઆત કરવા છતાં પણ સ્થાનિક કોર્પોરેટરો તેમજ વોર્ડ કચેરીના અધિકારીઓ રજૂઆત સાંભળતા ન હોય સામાજિક આગેવાને ખુરશી મૂકી ગંદકીમાં બેસીને વિરોધ નોંધાવ્યો હતો.
સ્માર્ટ સિટી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના હોદ્દેદારો અને અધિકારીઓના ભોગે નગરજનોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.કેટલાક વિસ્તારોમાં દૂષિત પાણી અને ઉભરાતી ગટરોની સમસ્યા જે સે થે રહેવા પામી છે.ત્યારે નવાયાર્ડ વિસ્તારમાં આવેલા આશાપુરીમાં છેલ્લા ઘણા સમયથી રોડ પર ખાડા પડી જતા અને તેમાં પાણી ભરાઈ રહેતા કાદવ કીચડથી ગંદકીનું સામ્રાજય સર્જાયુ છે.

મચ્છરોનો ઉપદ્રવ વધતા સ્થાનિક લોકોને રોગચાળો પોતાના ભરડામાં લે તેવી દહેશત ઉભી થઇ છે.આ અંગે વિસ્તારના લોકો દ્વારા અનેક વખત સ્થાનિક કોર્પોરેટર તેમજ વહીવટી વોર્ડ કચેરીમાં અધિકારીઓને લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં પણ આજદિન સુધી સમસ્યાનું નિરાકરણ કરવામાં નહીં આવતા રોષે ભરાયેલા એક સામાજીક આગેવાન નાઝીમ પઠાણી ગંદકીમાં ખુરશી મૂકી તેના પર બેસી અનોખી રીતે તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો હતો.તેમજ જો વહેલી તકે સમસ્યાનું નિરાકરણ કરવામાં નહીં આવે તો વિસ્તારના લોકોને ભેગા કરી કાઉન્સીલરોના ઘરે મોરચો માંડવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. વહેલી તકે સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો સ્થાનિક કાઉન્સીલરોના ઘરે વિસ્તારના લોકોને સાથે રાખી મોરચો માંડવાની ચીમકી ઉચ્ચારી છે.

પ્રતાપનગર બ્રિજના સર્વિસ રોડ પર પાણી ભરાતા લોકોને હાલાકી
વડોદરા મહાનગર પાલિકા દ્વારા ફક્ત ને ફક્ત મોટા મોટા વાયદાઓ જ કરે છે. સમસ્યાઓ તો ખાલી વડોદરાની જ છે કેમ કે જ્યાં જુઓ ત્યાં સમસ્યા જ સમસ્યાઓ દુર દુર સુધી જોવા મળે તેમ છે. શહેરમાં સૌથી મોટા બનતા બ્રીજ એવો પંડ્યા બ્રીજ થી મનીષા ચોકડી સુધીનો બ્રીજની કામગીરી હાલ ચાલી રહી છે પરંતુ ત્યાના બ્રીજ નીચેના સર્વિસ રોડની હાલત એટલી કફોડી છે કે ત્યાંથી પસાર થતા વાહન ચાલકો માટે માથાના દુખાવા સમાન છે. આપણે જાણીએ છીએ કે બ્રિજની કામગીરી ચાલે છે એટલે ત્યાં સર્વિસ રોડની હાલત કફોડી છે. પરંતુ વર્ષોથી બનેલો પ્રતાપનગર બ્રીજની નીચે આવેલો સર્વિસ રોડની હાલત તો એકદમ કફોડી છે ત્યાં તો કોઈ કામગીરી પણ ચાલતી નથી તે છતાં પણ પાલિકા તંત્ર કોઈ કામગીરી કરતી નથી.
વડોદરા મહાનગર પાલિકા દ્વારા મોટી મોટી બાંગ પોકારવામાં આવે છે કે અમે પ્રિ મોન્સુનની કામગીરી કરી નાખી છે પરંતુ તેનો જીવતો જાગતો નમુનો પ્રતાપનગર બ્રીજ નીચેનો સર્વિસ રોડ છે કે ત્યાં બ્રીજ બન્યા પણ કેટલાક વર્ષો થઈ ગયા પણ ત્યાના સર્વિસ રોડની હાલત કફોડી બની ગઈ છે.

ત્યાના સર્વિસ રોડની હાલત એટલી કફોડી છે કે ત્યના રહીસોને અવર જવર કરવા માટે પણ જાણે બોટ માં બેસીન જવું પડે તેવી સ્થિતિ છે ગઈકાલે ફક્ત અડધો કલાકના વરસાદમાં ત્યાં પાણી પાણી થઈ ગયું હતું. રહીશો દ્વારા તો એવું પણ જણાવવામાં આવ્યું છે કે અહી તો ગટરનું પાણી પણ ઉભરાય છે જેને લઈને ત્યાં દુર્ગંધ પણ એટલીજ મારે છે જેને કારણે અહી રોગચાળો ફેલાવાનો ભય રહેલો છે. અહીના વિસ્તારમાં તો કોઈ પાલિકા તંત્ર કે કાઉન્સીલર આવતું નથી. વોર્ડ ઓફિસમાં કહેવા જઈએ તો કહે છે કે થઇ જશે હવે વરસાદ પણ આવી ગયો તે છતાં પણ અહીના સર્વિસ રોડની કામગીરી કરવામાં આવતી નથી કે ગટરની સમસ્યાનો પણ કોઈ ઉકેલ લાવવામાં આવતો નથી.

Most Popular

To Top