Sports

આકાશી ઉંચાઇ આંબતો SKY

નવી દિલ્હી : સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) મેદાનના (Ground) દરેક ખૂણામાં શોટ રમવાની ક્ષમતા સાથે એક કેલેન્ડર વર્ષમાં ટી-20 ઇન્ટરનેશનલ મેચોમાં (Match) ભારત (India) માટે સૌથી વધુ રન (Run) બનાવનાર ખેલાડી (Player) બની ગયો છે. છેલ્લા કેટલાક સમયથી ભારતના સર્વશ્રેષ્ઠ ટી-20 ઈન્ટરનેશનલ બેટ્સમેન તરીકે ઉભરીને આકાશી ઉંચાઇ આંબી રહેલા સૂર્યકુમારના નામે એક કેલેન્ડર યરમાં 732 રન નોંધાઇ ચૂક્યા છે. તેણે આ બાબતે ભારતીય ઓપનર શિખર ધવનને પાછળ છોડી દીધો, જેણે 2018માં 689 રન બનાવ્યા હતા.

તિરુવનંતપુરમમાં દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં આકર્ષક અર્ધશતકીય ઈનિંગ રમનાર આ બેટ્સમેન ક્રિકેટના ટૂંકા ફોર્મેટમાં 1000 રનના આંકડાથી માત્ર 24 રન દૂર છે. આ વર્ષે તેની સ્ટ્રાઈક રેટ 180.29 રહી છે જ્યારે તેની કારકિર્દીની 32 મેચોમાં સ્ટ્રાઈક રેટ 173.35 રહી છે. તેણે આ ફોર્મેટમાં 57 છગ્ગા અને 88 ચોગ્ગા ફટકાર્યા છે.
સાઉથ આફ્રિકા સામે બુધવારે જ્યારે તે ક્રિઝ પર આવ્યો ત્યારે પાવર પ્લેમાં બે વિકેટે 17 રન બનાવ્યા બાદ ભારતીય ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. તેણે પોતાની ઇનિંગ્સના પ્રથમ ત્રણ બોલમાં બે સિક્સર ફટકારીને ટીમને પ્રેશરમાંથી બહાર કાઢીને 33 બોલની આક્રમક ઇનિંગમાં અણનમ 50 રન બનાવી ભારતને જીત અપાવવામાં મદદ કરી હતી.

એક કેલેન્ડર યરમાં સર્વાધિક ટી-20 ઇન્ટરનેશનલ છગ્ગાનો રેકોર્ડ પણ સૂર્યાના નામે
તિરૂવનંતપૂરમ ખાતે રમાયેલી દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટી-20માં પોતાની ઇનિંગની શરૂઆતમાં બે છગ્ગા ફટકારાવાની સાથે સૂર્યકુમાર યાદવે ટી-20 ઇન્ટરનેશનલમાં આ વર્ષે 45 છગ્ગા ફટકારીને એક કેલેન્ડર યરમાં સર્વાધિક ટી-20 ઇન્ટરનેશનલ છગ્ગા ફટકારવાનો પાકિસ્તાનના મહંમદ રિઝવાનનો રેકોર્ડ તોડ્યો હતો. રિઝવાને 2021માં 42 સિક્સરનો રેકોર્ડ બનાવ્યો હતો. માર્ટિન ગુપ્ટિલે પણ આ જ વર્ષમાં 41 સિક્સર ફટકારી હતી.આ વર્ષે ભારતે હજુ ઘણી ટી-20 મેચ રમવાની છે અને સૂર્યાના નામે 45 સિક્સર છે તે આઇસીસી ટી-20 રેન્કિંગમાં બેટ્સમેનોની યાદીમાં બીજા સ્થાને છે.

Most Popular

To Top