Sports

રોહિત શર્માના નામે મોટો રેકોર્ડ, સૌરવ ગાંગુલીનો 17 વર્ષ જૂનો રેકોર્ડ ધ્વસ્ત

રાજકોટ: રોહિત શર્માએ (Rohit Sharma) આજે ​​રાજકોટમાં (Rajkot) ઈંગ્લેન્ડ સામે રમતા એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. આજે ભલે રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ (Batting) કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ રોહિત શર્મા એક તરફી મેચ (Match) રમી રહ્યો હતો. રોહિતની સાથે રમવા મેદાનમાં ઉતરેલા તેના પાર્ટનર્સ તેને છોડીને આઉટ થઇ પેવીલિનમાં (Pavilion) પરત ફર્યા હતા. તેમ છતા રોહિતે એક મોટો રેકોર્ડ (Record) પોતાના નામ કર્યો હતો.

રોહિતને આજની મેચમાં લાંબા સમય બાદ રવિન્દ્ર જાડેજાનો સાથ મળ્યો હતો. જેની સાથે તેણે ઇનિંગ્સને આગળ ધપાવી હતી. દરમિયાન રોહિત શર્માએ પોતાના 66 રન પૂરા કરતાની સાથે જ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીને આંતર રાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાના મામલે પાછળ છોડી દીધા છે. આ રેકોર્ડ દાદાએ વર્ષ 2008માં બનાવ્યો હતો.

રોહિત શર્મા 66 રન બનાવીને ગાંગુલીને પાછળ છોડ્યા
રોહિત શર્માએ આજની મેચમાં 66 રન બનાવતાની સાથે જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌરવ ગાંગુલી કરતા પણ વધુ રન પોતાના નામે કરી લીધા છે. હવે તે ભારત માટે ટેસ્ટ ODI અને T20 ઇન્ટરનેશનલ મેચમાં સૌથી વધુ રન બનાવનાર ચોથો ખેલાડી બની ગયો છે. સૌરવ ગાંગુલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 424 મેચ રમીને 18575 રન બનાવ્યા હતા. તેમજ વર્ષ 2008માં તેણે ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. તેમને નિવૃત્ત થયાને લગભગ 16 વર્ષ થયા છે.

રોહિતે 18576 થી વધુ આંતરરાષ્ટ્રીય રન બનાવ્યા છે
રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 469 મેચ રમીને 18575થી વધુ રન બનાવ્યા છે. તેના આંકડાઓની વાત કરીએ તો તેણે 56 ટેસ્ટ મેચ રમીને 3827 થી વધુ રન બનાવ્યા છે. ODIમાં તેણે 262 મેચ રમી છે અને 10709 રન બનાવ્યા છે. T20 ઈન્ટરનેશનલમાં રોહિત શર્માએ 151 મેચ રમીને 3974 રન બનાવ્યા છે.

સચિન તેંડુલકર હજુ પણ નંબર વન પર છે
જણાવી દઇયે કે હાલ ભારતના માત્ર ત્રણ બેટ્સમેન છે જેમણે હિટમેન કરતા વધુ રન બનાવ્યા છે. સચિન તેંડુલકરે ભારત માટે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય રન બનાવ્યા છે. તેમના નામે 664 મેચોમાં 34357 રન છે. હાલમાં વિરાટ કોહલી બીજા સ્થાને છે. કોહલીએ 522 મેચ રમીને 26733 રન બનાવ્યા છે. ત્યાર બાદ આ લિસ્ટમાં રાહુલ દ્રવિડ આવે છે. તેમણે 509 મેચ રમીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 24208 રન બનાવ્યા છે.

Most Popular

To Top