Dakshin Gujarat Main

ભરૂચના અતિથિ રિસોર્ટમાં સોની સમાજના સમુહલગ્ન વખતે બની ચોંકાવનારી ઘટના, પોલીસ દોડતી થઈ

ભરૂચ(Bharuch): ભરૂચના અતિથિ રિસોર્ટમાં (AtithiResort) ચોંકાવનારી ઘટના બની છે. અહીં બ્રાહ્મણ સુવર્ણકાર સમાજના (BrahminSuvernkarSamaj) સમુહલગ્ન (SamuhLagan) ચાલી રહ્યાં હતાં ત્યારે રિસોર્ટની બહાર કશુંક એવું બન્યું કે દોડધામ મચી ગઈ હતી.

  • ભરૂચના અતિથિ રિસોર્ટની બહાર પાર્ક કારમાં ચોરી
  • તસ્કરો કારના કાચ તોડી દાગીના ભરેલું બેગ લઈ છૂ થયા
  • આશ્ચર્યની વાત એ છે કે અતિથિ રિસોર્ટની બહાર ચોરી થઈ ત્યારે સીસીટીવી કેમેરા બંધ હતા
  • સોની પરિવારે પોલીસમાં ફરિયાદ આપી

વિગત એવી છે કે ભરૂચના અતિથિ રીસોર્ટ પર બ્રાહ્મણ સુવર્ણકાર સમાજ દક્ષિણ ગુજરાતના સમૂહમાં ઉપસ્થિત રહેલા અમદાવાદના સોનીની કારનો કાચ તોડી 12 લાખના દાગીના ભરેલું બેગ ઉઠાવી તસ્કરો રફુચક્કર થઈ ગયા હતા. અંગેની જાણ થતાં જ લગ્નમાં આવેલા સોની પરિવારમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો હતો.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને LCB સહિતનો કાફલો સ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરી છે.જોકે અત્રે ઉલ્લેખનીય છે કે અહિયાં CCTV કેમરા બંધ હતા. તસ્કરો કારનો કાચ તોડી બેગ ઉચકી ગયા હતા.

ભરૂચના લુવારા નજીક આવેલા અતિથિ રીસોર્ટમાં બ્રાહ્મણ સુવર્ણકાર સમાજ દક્ષિણ ગુજરાતના સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. જેમાં સમગ્ર ગુજરાતમાંથી સુવર્ણ સમાજના લોકો આવ્યા હતાં. અમદાવાદના બ્રિજેશ સોની પણ પોતાની મોટર કાર લઈને આવ્યા હતા. તેઓ બપોરના 3 વાગ્યાના અરસામાં પોતાની ગાડીમાં સોનું તેમજ રોકડ મૂકી લગ્ન પ્રસંગમાં ગયા હતા. જ્યારે સાંજના તેઓ પોતાની કાર પાસે જઈને જોતા સ્તબ્ધ થઈ ગયા હતાં.તેમની કારનો કાચ તોડીને અંદર મુકેલી 12 લાખના દાગીના ભરેલું બેગ કોઈ ચોરી ગયું હતું.

અતિથિ રીસોર્ટના CCTV કેમેરા બંધ હતા. સોની પરિવારની ગાડીમાંથી બેગની ચોરી થઈ હોવાનું માલુમ થતાં તેઓએ પોલીસને જાણ કરી હતી.જેથી સ્થાનિક પોલીસ સહિત LCB પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

સમગ્ર મામલે સોની પરિવારે અતિથિ રિસોર્ટ સામે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, રિસોર્ટના CCTV ચોરી થઈ તે સમયે બંધ હતા.તેમજ તેમના સિક્યુરિટી ગાર્ડ પણ હાજર ન હોવાના આક્ષેપ કર્યા હતા. જોકે હાલમાં પોલીસે આ મામલે સોની પરીવારની ફરિયાદ નોંધવાની વધુ ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top