Vadodara

વડાપ્રધાને શૈલેષ સોટ્ટાના ખભે હાથ મુક્યો અને પૂછ્યું કેમ છે શૈલેષ?

વડોદરા : આજરોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરામાં વિવિધ કાર્યક્રમો અર્થે વડોદરાની મુલાકાતે આવ્યા હતા.તે દરમિયાન તેઓએ કેટલાય જુના કાર્યકરો તથા શહેર સાથે સંકળાયેલા જુના કિસ્સાઓ અને જૂની યાદો યાદ કરી હતી. તે દરમિયાન તેઓએ સ્ટેજ પરથી ઉતરતી વેળાએ શહેર-જીલ્લાના ધારાસભ્યો અને ભાજપના હોદ્દેદારો ઉપર તેમની નજર પડતા ટૂંકો સંવાદ કર્યો હતો. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસનો છેલ્લો દિવસ હતો. ત્યારે આજે પીએમ મોદીએ પ્રથમ પાવાગઢ મંદિરમાં નવનિર્માણ કરાયેલા પરિસરનું લોકાર્પણ કર્યું તેની સાથે 500 વર્ષો બાદ પ્રથમ વખત મહાકાળી મંદિર ઉપર ધ્વજા ચઢાવી હતી. ત્યાર બાદ તેઓ વડોદરા લેપ્રસી મેળાના ખાતે સભા સબોધવા આવ્યા હતા. જ્યાં લેપ્રસિ ગ્રાઉન્ડ પર જંગી મેદનીને સંબોધી હતી.

સંબોધન દરમિયાન વડોદરા સાથે જોડાયેલી જૂની યાદો તથા સંસ્મરણોને વાગોળ્યા હતા. આ ક્ષણે તેઓ ભાવુક પણ થયા હતા. કાર્યક્રમ પતાવ્યા બાદ પીએમ મોદી સ્ટેજ પરથી ઉતરી રહ્યા હતા ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શૈલેષ સોટ્ટાના ખભે હાથ મુક્યો અને પૂછ્યું કેમ છે શૈલેષ ? ડભોઇ સુખમાં છે ? વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધારાસભ્ય શૈલેષ સોટ્ટાને ખભે હાથ મુકીને પૂછ્યું હતું કે, કેમ છે શૈલેષ ? ત્યારબાદ બોજો સવાલ કર્યો હતો કે, ડભોઇ સુખમાં છે ? ધારાસભ્ય શૈલેષ સોટ્ટાએ તમારા આશીર્વાદથી બધું સુખમાં છે. તેવો જવાબ આપ્યો હતો. આમ ટૂંકો સંવાદ કરી પીએમ મોદી કારના કાફલા તરફ જવા નીકળ્યા હતા.

Most Popular

To Top