Vadodara

ગોત્રી ગાયત્રીનગરમાં ગટરના પાણી ઘરોમાં ઘૂસ્યાં

વડોદરા: વડોદરા શહેરના ગોત્રી વિસ્તારના ગાયત્રીપુરામાં  ઉભરાતી ગટરોથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે વારંવાર રજૂઆતો પછી પણ પાલિકાના અધિકારીઓ અને કુંભકર્ણ નિદ્રામાં સુતા નગર સેવકો ની આંખો ઉઘડતી નથી તેમ લાગે છે જોકે ગાયત્રીપુરામાં  રોગચાળાની દહેસત વચ્ચે લોકો ભયભીત છેનધરોળ તંત્રના પાપે વડોદરા આજે બેકાબુ રોગચાળામાં સપડાયું છે અનેક વિસ્તારોમાં લોકો બીમાર છે તેમ છતાય પાલિકાની આંખ ઉઘડતી નથી ગોત્રી વિસ્તારના ગાયત્રીપુરામાં  બેજવાબદાર અને નિંદ્રાધિન તંત્રના પાપે લોકોના ઘરો સુધી ગટરના પાણી ફરી વળ્યા છે ગાયત્રી પુરામાં ગટરના પાણીને કારણે લોકોને રોગચાળાનો ડર પણ સતાવી રહ્યો છે.

આમપણ અનેક ઘરોમાં બીમારીના ખાટલા છે  પાલિકાના  અધિકારીઓ કોઈ નિર્દોષ રહીશ જીવ ગુમાવે ત્યારે જાગશે?  વારંવાર રજૂઆત પછી પણ ગટરના પાણી ની સમસ્યા દુર કરવા પાલિકા આળસ ખાખેરતું નથી તે પણ હકીકત છે ૧૫ દિવસ થી નર્કાગાર માં જીવતા લોકો ની મદદે સ્થાનિક નેતાઓ પણ હજુ સુધી આવ્યા નથી ત્યારે જોવાનું એ છે કે કહેવાતું  સ્માર્ટ તંત્ર ક્યારે જાગે છે  અને ૧૫ દિવસ થી પરેશાન લોકોની તકલીફો ક્યારે દુર કરે છે

Most Popular

To Top