સેન્સેક્સ 57000 અને નિફ્ટી 17000ને પાર

ભારતીય શેરબજારમાં તેજીનો દોર આગળ વધતો જોવા મળી રહ્યો છે. સતત બીજા દિવસે શેરબજાર નવા વિક્રમો સર્જી રહ્યા છે. આજે સતત બીજા દિવસે સેન્સેક્સ નવી છલાંગ લગાવીને 57500ને પાર બોલાઇ ગયો છે. જ્યારે નિફ્ટી 17100 પોઇન્ટની સપાટી કૂદાવી દીધી છે. આમ, આજે સેન્સેક્સ અને નિફ્ટીમાં શાનદાર તેજી જોવા મળી છે. આજે શેરબજારની તેજીમાં મેટલ, બેન્ક, પાવર અને ઓઇલ-ગેસ શેરોમાં સુધારાથી ટેકો મળ્યો છે.

વૈશ્વિક સંકેતોની પાછળ ભારતીય શેરબજારમાં તેજીનો દોર સતત બીજા દિવસે જળવાઇ રહ્યો હતો. અમેરિકન બજારો સતત નવા શિખરો સર કરતું જોવા મળી રહ્યું છે, તેની પાછળ ભારતીય અને અન્ય વૈશ્વિક બજારોમાં પણ તેજીનો દોર જળવાઇ રહ્યો છે.
બીજી તરફ, ડોલરની સામે રૂપિયામાં મજબૂતાઇ જોવા મળી રહી છે. આજે રૂપિયો મજબૂત થઇને 73ના સ્તરે પહોંચી ગયો છે. જેની શેરબજાર ઉપર પોઝિટિવ અસર જોવા મળશે.

શેરબજાર બંધ થયા બાદ પ્રથમ કવાર્ટરના જીડીપી દર જાહેર થયા હતા, જે 20.1 ટકાનો જીડીપી દર જાહેર થતાં આવતીકાલે બજારને બુસ્ટ મળી શકે છે. ગત વર્ષની સરખામણીએ જીડીપી દરમાં વી શેપ રીકવરી જોવા મળી રહી છે અને દેશની ઇકોનોમી ફરીથી બેઠી થઇ રહી હોવાના સંકેત આપી રહ્યા છે. આમ, જીડીપી દરમાં આવેલા શાર્પ સુધારાની સીધી અસર શેરબજાર ઉપર પણ જોવા મળી શકે છે અને બજારમાં સુધારો આગળ વધી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે કોરોના-લોકડાઉનની અસર હતી, જ્યારે ચોથા કવાર્ટરમાં જીડીપી દર 1.6 ટકાનો હતો, તે વધીને 20.1 ટકા થતાં ખુબ જ ઝડપી રીકવરી આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

બીજી તરફ, છેલ્લા કેટલાક સેસન્સથી આઇટી અગ્રણી ટીસીએસમાં સતત ઉછળી રહ્યો છે અને એક મહિનામાં 20 ટકા જેટલો ઉછળ્યો છે. આજે ટીસીએસ રૂ. 3800ની નવી ઉંચાઇ હાંસલ કરી છે. જેના પગલે માર્કેટ કેપ રૂ. 14 લાખ કરોડને પાર કરી દીધો છે. આમ, રૂ. 14 લાખ કરોડના માર્કેટ કેપને પાર કરનારી ટીસીએસ બીજી કંપની બની છે. જોકે, પ્રથમ સ્થાને રહેનારી રિલાયન્સથી નજીક પહોંચી ચુકી છે. રિલાયન્સનું માર્કેટ કેપ રૂ. 14.32 લાખ કરોડનું છે.

ભારતીય શેરબજારમાં સેન્સેક્સ 662.63 પોઇન્ટ એટલે કે 1.16 ટકા ઉછળીને 57500 પોઇન્ટને પાર 57552.39 પોઇન્ટના સ્તરે મજબૂત બંધ રહ્યો હતો. આજે ઇન્ટ્રાડેમાં સેન્સેક્સ 57625.26 પોઇન્ટ સુધી ઉછળ્યો હતો, જ્યારે નીચામાં 56859.10 પોઇન્ટ સુધી ઘટયો હતો. નિફ્ટીમાં આજે સતત બીજા દિવસે ડબલ સેન્ચુરી મારીને 201.15 પોઇન્ટ એટલે કે 1.19 ટકા ઉછળીને 17100 પોઇન્ટની સપાટી કૂદાવીને 17132.20 પોઇન્ટની મજબૂત બંધ રહી હતી. આજે ઇન્ટ્રાડેમાં નિફ્ટી 17153.50 પોઇન્ટ સુધી ઉછળી હતી, જ્યારે નીચામાં 16915.85 પોઇન્ટ સુધી ઘટી હતી. બેન્ક નિફ્ટી 76.95 પોઇન્ટ એટલે કે 0.21 ટકા વધીને 36424.60 પોઇન્ટની સુધારા સાથે બંધ રહી હતી.

આજે લાર્જકેપ શેરોની સાથે સાથે બોર્ડર માર્કેટમાં પસંદગીના શેરોમાં લેવાલીએ પોઝિટિવ ચાલ જોવા મળી હતી, આમ છતાં આજે માર્કેટ બ્રેડથ નેગેટિવ જોવા મળ્યું હતું. જેને આશ્ચર્ય સર્જયુ હતું. બીએસઇ મિડકેપ ઇન્ડેક્સ 0.83 ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સ 0.86 ટકા સુધરીને મજબૂત બંધ રહ્યા હતા. આમ છતાં માર્કેટ બ્રેડથ નેગેટિવ જોવાયું હતું. બીએસઇ ખાતે 1571 શેરો વધ્યા હતા, જ્યારે 1625 શેરો ઘટયા હતા અને 145 શેરો યથાવત રહ્યા હતા.

ઓગસ્ટમાં સેન્સેક્સ 54000થી 57000!
નવી દિલ્હી, તા. ૩૧: બીએસઇ બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ આજે પ્રથમ વખત પ૭૦૦૦ને પાર ગયો છે ત્યારે આ મહિનામાં તે ૯ ટકા કરતા વધુ વધ્યો છે.આજે ઓગસ્ટના છેલ્લા ટ્રેડિંગ સેસનમાં આ બ્લુ ચિપ ઇન્ડેક્સે પ૭૬૨૫.૨૬ની ઓલ ટાઇમ હાઇ સપાટી રચી હતી. ઓગસ્ટ મહિનામાં સેન્સેક્સે અનેક નવા વિક્રમો રચ્યા છે. આ ૩૦ શેરોનો ઇન્ડેક્સ આજે ૬૬૨.૬૩ પોઇન્ટ અથવા ૧.૧૬ ટકા વધીને પ૭પપ૨.૩૯ પર બંધ રહ્યો હતો જે તેની વિક્રમી બંધ સપાટી છે. ઇક્વિટી માર્કેટમાં રેલીનો આ ચોથો દિવસ હતો જે દરમ્યાન, બીએસઇ બેન્ચમાર્ક ૧૬૦૮.૧૮ પોઇન્ટ અથવા ૨.૮૭ ટકા વધ્યો છે.

આ અગાઉ ચોથી ઓગસ્ટે સેન્સેક્સે પ્રથમ વખત ૫૪૦૦૦ની સપાટી ઇન્ટ્રા ડે અને ક્લોઝિંગ લેવલ બંનેમાં વટાવી હતી. તેના નવ દિવસ પછી આ ઇન્ડેક્સ પપ૦૦૦ પોઇન્ટને પાર ૧૩મી ઓગસ્ટે ગયો હતો અને તે લેવલની ઉપર જ બંધ રહ્યો હતો. તેના પછી ૧૮ ઓગસ્ટના રોજ તેણે ૫૬૦૦૦ની સપાટી ઇન્ટ્રાડેમાં વટાવી હતી. ૨૭ ઓગસ્ટે તે ૫૬૦૦૦ની ઉપર બંધ રહ્યો હતો અને આજે ૩૧ ઓગસ્ટના રોજ તે ૫૭૦૦૦ની સપાટી વટાવીને તેની ઉપર જ બંધ રહ્યો હતો. રોકાણકારોએ પણ આ તેજીની દોડમાં ઘણી કમાણી કરી છે. છેલ્લા સાત દિવસમાં રોકાણકારોએ રૂ. ૧૨.૩૪ લાખ કરોડની કમાણી કરી છે.

Related Posts